Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Surat અને Rajkot માં ગૌ માતાના સન્માન માટે આંદોલન, તાલુકાથી લઈ દિલ્હી સુધી રજૂઆતો કરાશે

ગાયને રાષ્ટ્ર માતા જાહેર કરવા માટે ગુજરાતભરમાં 'ગૌ સમ્માન આહ્વાન અભિયાન' શરૂ થયું છે. રાજકોટમાં વિશાળ રેલી યોજી મામલતદારોને આવેદન પત્ર પાઠવવામાં આવ્યા હતા. વલ્લભ કથીરિયાના નેતૃત્વમાં દેશવ્યાપી આંદોલન દ્વારા ગૌ હત્યા પર પ્રતિબંધ અને ગાયને રાષ્ટ્રીય દરજ્જો આપવાની મુખ્ય ત્રણ માંગણીઓ સરકાર સમક્ષ મૂકવામાં આવી છે, સુરતમાં પણ આંદોલન છેડાયું છે. જેની ગુંજ હવે છેક દિલ્હી સુધી પહોંચશે.
surat અને rajkot માં ગૌ માતાના સન્માન માટે આંદોલન  તાલુકાથી લઈ દિલ્હી સુધી રજૂઆતો કરાશે
Advertisement
  • Surat-Rajkot: ગાયને રાષ્ટ્ર માતા જાહેર કરવા દેશવ્યાપી આંદોલન
  • ગુજરાતમાં આજે દરેક મામલતદારોને આવેદન પત્ર અપાશે
  • તાલુકા મથકથી દિલ્હી સુધી રજૂઆતો કરવામાં આવશે

Surat-Rajkot: ભારતીય સંસ્કૃતિમાં અત્યંત પૂજનીય એવી ગાયને હવે 'રાષ્ટ્ર માતા' (Mother of the Nation) જાહેર કરવાની માંગ સાથે દેશવ્યાપી આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. આ આંદોલનના ભાગરૂપે આજે ગુજરાતના દરેક તાલુકા મથકોએ ગૌ રક્ષકો અને સંસ્થાઓ દ્વારા એકત્ર થઈને સ્થાનિક મામલતદારોને આવેદન પત્ર (Memorandum) આપવાનું આયોજન કર્યું છે. આજે રાજકોટમાં ગાય માતાના સન્માન માટે રેલી યોજી મામલતાદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. 'ગૌ સમ્માન આહ્વાન અભિયાન' હેઠળ કરવામાં આવેલી આ રજૂઆતોમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે હવે ગાયના સન્માનની લડાઈ તાલુકા સ્તરથી શરૂ કરીને દેશની રાજધાની દિલ્હી (Delhi) સુધી લઈ જવામાં આવશે. રાજ્યભરના વહીવટી તંત્ર દ્વારા આ લોકલાગણી સરકાર સુધી પહોંચાડવા માટે આજે તમામ સરકારી કચેરીઓ ગૌ ભક્તોના નાદથી ગાજી ઉઠી છે.

Rajkot_GujaratFirst 11

Advertisement

Surat માં વિરાટ રેલી અને વલ્લભ કથીરિયાનું મહત્વનું નિવેદન

આ આંદોલનનું કેન્દ્રબિંદુ બનેલા રાજકોટ (Rajkot) શહેરમાં આજે એક ઐતિહાસિક દ્રશ્ય જોવા મળ્યું હતું. શહેરની શાન સમાન સરદાર પટેલની પ્રતિમાથી એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ગૌ ભક્તો જોડાયા હતા. આ રેલીની સૌથી આકર્ષક બાબત એ હતી કે તેમાં ગાયોને પણ શણગારીને રેલીમાં રાખવામાં આવી હતી. આ રેલી યોજી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. વલ્લભ કથીરિયાએ આ તકે ગુજરાત ફર્સ્ટ સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું હતું કે, ગૌ માતાના સન્માન માટે આ એક મોટું આહ્વાન છે. તેમણે ઉમેર્યું કે જનતાનો આક્રોશ અને શ્રદ્ધા હવે સરકાર સમક્ષ મજબૂત રજૂઆત તરીકે મૂકવામાં આવશે, જેથી ગાયને યોગ્ય બંધારણીય દરજ્જો મળી શકે.

Advertisement

ગૌ હત્યા પર પ્રતિબંધ મૂકવા માગ

આ સમગ્ર આંદોલન અને રજૂઆત મુખ્યત્વે ત્રણ પાયાના મુદ્દાઓ પર કેન્દ્રિત છે, જે સરકારની નીતિઓને પ્રભાવિત કરી શકે છે. સૌથી પ્રથમ અને મુખ્ય માંગ ગાયને સત્તાવાર રીતે 'રાષ્ટ્ર માતા' ઘોષિત કરવાની છે. બીજી મહત્વની માંગણીમાં સમગ્ર ભારતમાં ગૌ હત્યા પર સંપૂર્ણ અને કડક પ્રતિબંધ મૂકવાની વાત કહેવામાં આવી છે. આંદોલનકારીઓના મતે ગાય માત્ર ધાર્મિક પ્રતીક નથી પરંતુ તે ભારતની ગ્રામીણ અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ છે.

સુરતમાં સાધુ-સંતો બળદ ગાડું લઈ કલેક્ટર કચેરીએ પહોંચ્યા

સુરતમાં પણ આ આંદોલન છેડાયું છે.  અહી પણ સાધુ સંતો,સાધ્વી સહિત હિન્દુ સંગઠનોએ રેલી યોજી છે. ગૌભક્તો અને સાધુ-સંતો બળદ ગાડું લઈ કલેક્ટર કચેરીના પ્રાંગણમાં પહોંચ્યા હતા.

SURAT_GujaratFirst 11 ઉપરાંત એક સાધ્વી કાર પર સવાર થઈ કલેક્ટર કચેરી પહોંચ્યા હતા. સાથે સાથે રેલીમાં ભજન મંડળીઓ પણ જોડાઈ હતી. ગૌ હત્યા બંધ કરો અને ગૌ માતાને રાષ્ટ્રીય દરજ્જો મળે તેવી સૂત્રોચ્ચાર સાથે ઉગ્ર માગ કરી છે.

આ પણ વાંચોઃ Junagadh માં કુદરતની મહેર, ડેમના દરવાજાના સમારકામે સૂકી ઓઝત નદીને કરી જીવંત

Tags :
Advertisement

.

×