Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat Rape Case: દુષ્કર્મ કેસમાં જૈન મુનિ શાંતિસાગર દોષિત જાહેર, 8 વર્ષે પીડીતાને મળ્યો ન્યાય

સુરતમાં વર્ષ 2017 માં મહિલા શ્રાવિકાને ધાર્મિક વિધિ માટે બોલાવી જૈન મુનિ શાંતિસાગરને દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. જે કેસનો આજે ચૂકાદો આવતા સેશન્સ કોર્ટે મુનિને સજાનો હુકમ કર્યો હતો.
surat rape case  દુષ્કર્મ કેસમાં જૈન મુનિ શાંતિસાગર દોષિત જાહેર  8 વર્ષે પીડીતાને મળ્યો ન્યાય
Advertisement
  • સુરતમાં જૈન સમાજના મૂનિ દુષ્કર્મ કેસમાં દોષિત જાહેર
  • દુષ્કર્મ કેસમાં જૈન મુનિ શાંતિસાગરજીને 10 વર્ષની સજાનો હુકમ
  • શાંતિ સાગરજી મહારાજ ઉર્ફે સજનલાલ શર્મા દોષિત જાહેર
  • વડોદરાની શ્રાવિકાને ધાર્મિક વિધિ માટે બોલાવી આચર્યું દુષ્કર્મ

સુરતમાં જૈન ઉપાશ્રય ખાતે રહેતા શાંતિસાગર ઉર્ફે સજનલાલ શર્માને સેશન્સ કોર્ટે વર્ષ 2017 નાં દુષ્કર્મ કેસમાં દોષિત જાહેર કર્યા છે. દુષ્કર્મ કેસમાં જૈન મુનિ શાંતિસાગરજીને 10 વર્ષની કોર્ટે સજાનો હુકમ કર્યો છે.

સેશન્સ કોર્ટ દ્વારા આરોપીને કસુવાર ઠેરવ્યાઃ નયન સુખડવાળા ( મુખ્ય જિલ્લા સરકારી વકીલ )

જૈન મુનિ શાંતિસાગરને કોર્ટે સજાનું ફરમાન કર્યું છે. આ બાબતે સરકારી વકીલ નયન સુખડવાળે જણાવ્યું હતું કેસ શાંતિસાગરનાં કેસમાં ગત રોજ સુરતનાં સેશન્સ કોર્ટ દ્વારા આરોપીને કસુવાર ઠેરવ્યા છે. અને આજે સજા બાબતની દલિલો રાખવામાં આવી હતી. બંને પક્ષની દલિલો આજે પૂર્ણ થઈ છે. સૌ પ્રથમ બચાવ પક્ષે આરોપીને કેમ ઓછી સજા કરવી તેના મુદ્દાઓ રજૂ કર્યા. ત્યાર બાદ સરકાર પક્ષે દલિલ કરવામાં આવી અને આરોપીને મહત્તમ સજા કેમ કરવી જોઈએ.તે બાબતે દલિલ કરવામાં આવી હતી. દલિલ કરતી વખતે સરકાર પક્ષે અમે જણાવ્યું હતું કે, કાયદામાં મહત્તમ સજા અને મિનિમમ સજા બાબતે દલિલો કરી હતી.

Advertisement

આ પણ વાંચોઃ Ram Navami સંદર્ભે શહેર પોલીસે યોજી સમીક્ષા બેઠક, 250 CCTV કંટ્રોલરૂમને મોકલશે ફીડ

Advertisement

નયન સુખડવાળાએ શ્રલોક સાથે કોર્ટમાં દલિલ કરી

સરકારી વકીલ નયન સુખડવાળે કોર્ટમાં દલીલો કરી હતી. સરકારી વકીલ દ્વારા ગુરૂ બ્રહ્મ ગુરૂ વિષ્ણુનાં શ્લોક સાથે દલીલની શરૂઆત કરી હતી. તેમજ શાંતિસાગરને આકરી સજા થાય તે માટે દલીલો કરવામાં આવી હતી. તેમજ બચાવ પક્ષ તરફથી પણ ઓછી સજા થાયતે માટે અલગ અલગ મુદ્દા રજૂ કરવામાં આવ્યા હતા. પીડીતાની ઉંમર 19 વર્ષની છે. જેથી ફાંસીની સજાની જોગવાઈ નથી. ગુરૂનું સ્થાન સર્જન કરવાનું છે. શિષ્યમાં રહેલા ખોટા વિચારોનો વિનાશ કરવાનું કાર્ય ગુરૂનું હોય છે. પીડિતાને કમ્પોઝેશન સ્ક્રીમ હેઠળ વળતર આપવામાં આવે તેવી સરકાર પક્ષે દલીલ કરી હતી. આવા ગુરૂ રેપ કરે તો તેની ગંભીરતા વધી જાય છે. સમાજમાં તેનો ખરાબ મેસેજ જાય છે.

આ પણ વાંચોઃ ચાંગોદર GIDC ખાતે CM Bhupendra Patel દ્વારા મેટર મેન્યુફેક્ચરિંગ હબનું ઉદ્ઘાટન કરાયું

શું હતો સમગ્ર બનાવ

સુરત ખાતે ટીમલીયાવાડ ખાતે આવેલ જૈન ઉપાશ્રયમાં શંતિ સાગર મહારાજ ઉર્ફે સજનલાલ શર્મા દ્વારા તાંત્રિક વિધિ કરવાના બહાને વડોદરાની યુવતીને તેના પરિવાર સાથે સુરત બોલાવવામાં આવ્યો હતો. જ્યાં જૈન મુનિ શાંતિસાગરે યુવતી પર દુષ્કર્મ આર્યું હતું. જે બાદ યુવતી દ્વારા અઠવા પોલીસ મથકે આરોપી શાંતિસાગર મુનિ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. સુરત ખાતે ઉપાશ્રયમાં આરોપી શાંતિ સાગરજી મહારાજ ઉર્ફે સજનલાલ શર્માને ગત રોજ કોર્ટે કોર્ટે દોષીત જાહેર કર્યા છે. વર્ષ 2017 માં સ્વામી દ્વારા વડોદરાની શ્રાવિકા યુવતીને પરિવાર સાથે ધાર્મિક વિધિ માટે મુનિએ સુરત બોલાવ્યા હતા. જે બાદ એકાંતમાં રૂમમાં લઈ ગયા બાદ તેણી જોડે દુષ્કર્મ આચર્યું હતું. જે બાબતે અઠવા પોલીસ મથકમાં પોલીસે કલમ 376 (1), 376(2)(F) હેઠળ ગુનો નોંધાયો હતો. જે બાદ શાંતિ સ્વામી દ્વારા જામીન માટે સેશન્સ કોર્ટ અને હાઈકોર્ટમાં અરજી કરતા કોર્ટે જામીન નામંજૂર કર્યા હતા. જે બાદ આ કેસનાં ટ્રાયલની શરૂઆત થઈ હતી.

આ પણ વાંચોઃ Bhavnagar : માથાભારે તત્વોએ વધુ એકવાર કાયદો હાથમાં લીધો, Video

Tags :
Advertisement

.

×