ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

પરણિત યુવક 6 મહિનાથી હોટેલમાં લઈ જઈ યુવતી દેહ ચૂંથતો અને મિત્ર....

Surat Rape Case : 6 મહિનાથી યુવતીની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધતો
09:08 PM Nov 13, 2024 IST | Aviraj Bagda
Surat Rape Case : 6 મહિનાથી યુવતીની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધતો
Surat Rape Case

Surat Rape Case : સુરતમાં 9 નવેમ્બરના રોજ એક યુવતીએ નદીમાં છલાંગ મારીને પોતાની જીવનલીલા સંકેલી હતી. ત્યારે યુવતીના પરિવારે આ ઘટનાને આત્મહત્યા નહીં, પરંતુ હત્યા ગણાવી હતી. ત્યારે પોલીસે સમગ્ર મામલો હાથ ધરીને કડક તપાસ હાથ ધરી હતી. ત્યારે પોલીસે આજરોજ બે આરોપીઓને પકડી પાડ્યા છે. જોકે આ બંને આરોપીએ યુવતી સાથે સંબંધ હોવાનું પોલીસ સામે કબૂલ્યું છે. જોકે પોલીસ સમક્ષ આ આરોપીઓ અન્ય બાબતોનો પણ ખુલાસો કર્યો હતો.

આ સમગ્ર ઘટના સુરતમાં આવેલા કાપોદ્રા વિસ્તારની છે

મળતી માહિતી મુજબ, આ સમગ્ર ઘટના સુરતમાં આવેલા કાપોદ્રા વિસ્તારની છે. કાપોદ્રામાં રહેતી યુવતીએ આત્મહત્યા કરી હતી. તો જ્યારે પોલીસે તપાસ હાથ ધરી હતી. તેમાં સામે આવ્યું હતું કે, 9 નવેમ્બરના રોજ યુવતી રાત્રે સાડા ત્રણ વાગ્યે પોતાના ઘરેથી નીકળી ગઈ હતી અને તેને સિદ્ધકુટીર મંદિર પાસે ઇંગ્લીશ મીડીયમ સ્કુલ પાસે રીક્ષા ચાલકના મોબાઈલ પરથી કાના પરમાર નામના વ્યક્તિને ફોન કર્યો હતો. જે બાદ કાના પરમારે અને તેના મિત્ર રોહિત ધુમડિયા બંને મળીને યુવતીને સુરતના વરાછા વિસ્તારમાં આવેલી હોટેલમાં લઈ ગયા હતા.

આ પણ વાંચો: વાવમાં વિધાનસભાની પેટાચૂંટણીમાં ઉમેદવારોનું ભાવિ EVM માં થયું સિલ

6 મહિનાથી યુવતીની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધતો

ત્યારે કાના પરમારે યુવતી સાથે હોટેલમાં અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું. તો બીજી તરફ કાના પરમાર જ્યારે યુવતીનો દેહ ચૂંથી રહ્યો હતો. ત્યારે તેનો મિત્ર હોટેલ રૂમની બહાર દેખરેખ રાખતો હતો. અંતે યુવતીને બંનેએ મળીને કાપોદ્રા સિદ્ધકુટીર અંગ્રેજી મીડિયમ સ્કુલ પાસે છોડીને જતા રહ્યા હતા. ત્યારબાદ આ યુવતીએ તાપી નદીમાં ઝંપલાવી આપઘાત કર્યો હતો. પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે, કાનો પરમાર પહેલાથી પરણીત હતો. અને છેલ્લા 6 મહિનાથી યુવતીની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધતો હતો.

દુષ્કર્મના વીડિયો સમાજમાં વાયરલ કરવાની ધમકી આપતો

આ સમયગાળા દરમિયાન તે યુવતીને દુષ્કર્મના વીડિયો સમાજમાં વાયરલ કરવાની ધમકી આપતો હતો. ત્યારે અંતે યુવતીને કંટાળીને આત્મહત્યા કરી લીધી હતી. પોલીસે યુવતીને આપઘાત કરવા મજબૂર કરનાર કાના પરમાર અને રોહિત ધુમડિયાની ધરપકડ કરી છે. હાલમાં, આરોપીઓની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે. તો આ મામલે કાપોદ્રા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો: મીઠાખળીમાં પૂરપાટે આવતી કારે બે બાઈક સવારને લીધો અડફેટે, 1 નું મોત

Tags :
Gujarat FirstGujarat NewsKapodra Policerape caseRape In hotelRaped Caseroom Surat HotelSurap PoliceSuratSurat Crime CaseSurat Rape Case
Next Article