Surat: સચિન પોલીસ સ્ટેશનની સામે બન્યો લૂંટનો નિષ્ફળ પ્રયાસ, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ
- સુરતના સચિનમાં ધોળા દિવસે લૂંટનો નિષ્ફળ પ્રયાસ
- સચિન પોલીસ સ્ટેશનની સામે બન્યો લૂંટનો નિષ્ફળ પ્રયાસ
- ઘરમાં ઘુસી લાઈટ પિસ્તોલની નોક પર લૂંટનો પ્રયાસ
- ઘરમાં વૃદ્ધ દંપતીને લાઈટ પિસ્તોલની નોક પર બનાવ્યા બંધક
સુરતના સચિન વિસ્તારમાં ધોળા દિવસે કુરિયરમેન બની આવેલા શખ્સે વૃદ્ધ દંપતીના ઘરમાં ઘૂસી લાઇટર ગનની નોક પર લૂંટ ચલાવવાનો પ્રયાસ કર્યો હતો.વૃદ્ધ દંપતીએ બૂમાબૂમ કરી મૂકતા આસપાસના લોકો ત્યાં દોડી આવ્યા હતા અને શખ્સને ઝડપી પાડી સચિન પોલીસના હવાલે કર્યો હતો.જ્યાં આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.
આરોપીની પ્રાથમિક પૂછપરછ પોતે માનસિક રીતે અસ્વસ્થ હોવાનું પોલીસને જણાવ્યું છે. જેથી પોલીસ દ્વારા હાલ આરોપીની મેડિકલ સારવાર કરાવવાની દિશામાં કાર્યવાહી હાથ ધરી છે. સુરતના સચિન વિસ્તારમાં ધોળા દિવસે લૂંટની ઘટના બનતા ટળી હતી.વૃદ્ધ દંપતીની હિંમત અને આસપાસના લોકોની સતર્કતા ના કારણે લૂંટ કરવા આવેલ શખ્સને ઝડપી પડાયો હતો.જે આરોપીની સચિન પોલીસે ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી હતી.
હથિયારને જોઈ વૃદ્ધ દંપતી સહિત યુવતી ગભરાઈ ગયા
સચિન પોલીસના જણાવ્યાનુસાર,સચિન ગામમાં અરુણ વાંસિયા અને તેમના પત્ની નીરુમતી વાંસિયા સહપરિવાર જોડે રહે છે.શુક્રવારના રોજ બપોરના દોઢ વાગ્યાના સમયે બંને પતિ પત્ની ઘરમાં હાજર હતા,તે વેળાએ અજાણ્યો એક શખ્સ ઘરમાં આવી ચઢ્યો હતો.પોતે કુરિયર કંપનીના કર્મચારી તરીકેની ઓળખ આપી વૃદ્ધ દંપતીના નામે કુરિયર હોવાનું જણાવી ઘરમાં પ્રવેશ કર્યો હતો.જે બાદ એકાએક પોતાની પાસે રહેલ બંદૂક જેવા હથિયાર ની નોક પર વૃદ્ધ દંપતી ને બંધક બનાવી લુંટ ચલાવવાનો પ્રયાસ કર્યો હતો.ઘરમાં વૃદ્ધ દંપતી સહિત અન્ય એક યુવતી હાજર હતી.જે શખ્સ પાસે રહેલ બંદૂક જેવા હથિયારને જોઈ વૃદ્ધ દંપતી સહિત યુવતી ગભરાઈ હતી.
આરોપીએ વૃદ્ધાને ધક્કો મારી બેસાડી દીધો
દરમ્યાન વૃદ્ધે આરોપીનો પ્રતિકાર કર્યો હતો.જે સમયે આરોપી દ્વારા વૃદ્ધને સોફા પર ધક્કો મારી બેસાડી દેવામાં આવ્યો હતો.જ્યાં વૃદ્ધા દ્વારા બુમાબુમ કરતા ભારે હોબાળો મચી ગયો હતો.જ્યાં ઘબરાય ગયેલ શખ્સ ત્યાંથી ભાગી છૂટવાનો પ્રયાસ કરતા આસપાસથી દોડી આવેલા લોકોએ શખ્સ ને ઝડપી પાડ્યો હતો.જે ઘટનાની જાણ સચિન પોલીસને કરતા પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી.જ્યાં આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી.
આ પણ વાંચોઃ Surat: સુમુલ ડેરીએ કિલોફેટે દૂધના ભાવમાં કર્યો વધારો, 2.5 લાખ પશુપાલકોને વાર્ષિક 70 કરોડના ફાયદો થશે
લૂંટ કરવા માટે તે ભાડેથી ઓટો રીક્ષા કરાવી
પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે આરોપી વિશાંત ત્રિવેદી માનસિક રીતે અસ્વસ્થ છે. જે આરોપી દ્વારા amazon પરથી બંદૂક જેવી આકારનું એક લાઇટર ગન મંગાવ્યું હતું.જે બાદ તેણે લૂંટનો પ્લાન ઘડી નાખ્યો હતો. લૂંટ કરવા માટે તે ભાડેથી ઓટો રીક્ષા કરાવી હતી. જે ભાડેની ઓટોરિક્ષા માટે સચિન પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આવેલ સચિન ગામમાં આવ્યો હતો.અહીં રહેતા અરુણ વાંસિયા ના ત્યાં પોતે કુરિયર કંપનીનો કર્મચારી બની ગયો હતો.જ્યાં કુરિયર કંપનીના કર્મચારી તરીકેની ઓળખ આપી ઘરમાં પ્રવેશ કર્યો હતો. જે બાદ બંદૂક આકારના દેખાતા લાઇટર ગન વડે વૃદ્ધ દંપતીને ડરાવી ધમકાવી લૂંટનો નિષ્ફળ પ્રયાસ કર્યો હોવાની કબુલાત પોલીસ સમક્ષ કરી હતી.
આ પણ વાંચોઃ Junagadh: ટ્રેકિંગ દરમ્યાન અચાનક મધમાખીનું ઝુંડ આવી જતા દોડધામ, બાળકોને સારવાર અર્થે ખસેડાયા