Surat : ત્રણ વર્ષ પહેલા થયેલ ચોરીનો ઉકેલાયો ભેદ, ઘણા સમયથી પોલીસને આપી રહ્યો હતો હાથતાળી
- સુરતમાં ત્રણ વર્ષ પહેલા થયેલ ચોરીનો વોન્ટેડ આરોપી ઝડપાયો
- પોલીસ ત્રણ વર્ષથી આરોપીની કરી રહી હતી શોધખોળ
- 10 આરોપીઓએ ભેગા મળી ચોરીને આપ્યો હતો અંજામ
વર્ષ 2022માં સચિન GIDC પોલીસ ચોપડે ઘરફોડ ચોરીનો ગુનો નોંધાયો હતો. 22.75 લાખના મુદ્દામાલની ચોરીની ઘટનામાં 10 આરોપીઓના નામ સામે આવ્યા હતા.જેમાં મોહનકુમાર રામનેવલ ગુપ્તા પણ સામેલ હતો. છેલ્લા ત્રણ વર્ષથી પોલીસ મોહનની શોધખોળ કરી રહી હતી. તે દરમિયાન પોલીસને બાતમી મળી કે, આરોપી મોહનકુમાર મહારાષ્ટ્રથી સુરત આવ્યો છે. તેના આધારે પોલીસે મોહનને ઝડપી લીધો છે.
10 આરોપીઓએ ભેગા મળી ઘરફોડ ચોરીને અંજામ આપ્યો
ચોરીની ઘટના ત્રણ વર્ષ અગાઉ GIDCના સ્પેશિયલ ઈકોનોમિક ઝોનમાં બની હતી. અહીં આવેલી કાનાણી ઈન્ડસ્ટ્રીઝમાંથી 300 ગ્રામ ગોલ્ડ ડસ્ટ અને ચાંદી સહિત 22.75 લાખની કિંમતના મુદ્દામાલની ચોરી કરી હતી. 10 આરોપીઓએ ભેગા મળી ઘરફોડ ચોરીને અંજામ આપી ફરાર થઈ ગયા હતા. તમામ આરોપીઓએ સરખા ભાગ પાડી દીધા હતા. આરોપી મોહન સુરતથી તેના વતન મહારાષ્ટ્રના પાલઘર ભાગી ગયો હતો. ત્રણ વર્ષ વિતી ગયા હોવાથી આરોપીને એમ હતું કે, હવે પોલીસે કેસ (Police Case)ની ફાઈલ માળિયે ચડાવી દીધી હશે. એમ વિચારી સુરત આવ્યો હતો. તેના આવતાની સાથે પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.
આ પણ વાંચોઃ Bhavnagar : કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન, લીંબુના ભાવનાં ઘડાટો થતા ખેડૂતોની સ્થિતિ કફોડી
પોલીસે આરોપીને આવતાની સાથે જ દબોચી લીધો
કોઈ પણ ગુનાને અંજામ આપી ભાગનાર આરોપીને એમ જ હોય છે કે, પોલીસના હાથ તેની ગરદન સુધી નહીં પહોંચી શકે. પરંતુ, દરેક આરોપી એ વાત ભૂલી જાય છે કે, આરોપી ગમે તે ખૂણે છુપાઈ જાય, પોલીસની બાજ નજરથી ક્યારેય બચી શકતો નથી. મોહન પણ એવી જ ધારણામાં મહારાષ્ટ્રથી સુરત આવી ગયો. તેને એમ હતું કે, સુરત જઈ ફરી મોટો હાથ મારશે પણ ત્રણ વર્ષથી દિવસ-રાત શોધી રહેલી પોલીસે મોહનને સુરતમાં આવતાની સાથે જ દબોચી લીધો હતો.
આ પણ વાંચોઃ Surat : વીમા કંપનીના અધિકારી તરીકેની ખોટી ઓળખ આપી છેતરપિંડી આચરનાર બે ઝડપાયા
નીરવ ગોહિલ ( ACP, સુરત પોલીસ)