Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Surat: સચિનમાં જીવના જોખમે સાપ સાથે મસ્તી કરવી યુવકને પડી ભારે, વીડિયો જોઈ રૂંવાડા ઉભા થઈ જશે

સુરતના સચિનમાં એક યુવકને સાપ સાથે પજવણી કરવી ભારે પડી છે. રહેણાંક વિસ્તારમાં આવેલા સાપને પકડવા જતાં યુવક પર હુમલો થયો અને સાપે તેને ડંખ માર્યો હતો. આ ભયાનક દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે અને વીડિયો જોઈ લોકો સ્તબ્ધ થઈ ગયા છે. જોકે સાપ વિશેની એક ચોંકાવનારી હકીકતે યુવકનો જીવ બચાવી લીધો, પરંતુ આ ઘટના પાછળની બેદરકારી ખરેખર વિચારવા જેવી છે.
surat  સચિનમાં જીવના જોખમે સાપ સાથે મસ્તી કરવી યુવકને પડી ભારે  વીડિયો જોઈ રૂંવાડા ઉભા થઈ જશે
Advertisement
  • Surat માં સાપ સાથેના જોખમી ખેલમાં યુવક લપેટાયો!
  • સચિન વિસ્તારની ભરવાડ ચાલમાં સાપ પકડતા યુવકને પડી ભારે
  • કોઈ પણ અનુભવ વગર સાપ સાથે મસ્તી કરવી મોંઘી પડી
  • ગુસ્સે ભરાયેલા સાપે યુવકના પગ પર ડંખ માર્યો
  • સમગ્ર ઘટનાનો ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
  • બિનઝેરી સાપ હોવાના કારણે યુવકનો ચમત્કારિક બચાવ થયો

Surat: હીરા નગરી સુરતના સચિન (Sachin) વિસ્તારમાં એક વિચિત્ર અને જોખમી ઘટના સામે આવી છે. રહેણાંક વિસ્તારમાં ઘુસી આવેલા સાપને પકડવા જતાં એક યુવકને સાપે ડંખ માર્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો (Viral Video) હાલ સોશિયલ મીડિયા પર વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે, જે વન્યજીવો સાથે છેડછાડ ન કરવાની ગંભીર ચેતવણી પૂરી પાડે છે.

Advertisement

Surat:  અનુભવ વગર સાહસ પડ્યું મોંઘું

મળતી માહિતી મુજબ, સચિન વિસ્તારમાં આવેલી ભરવાડ ચાલમાં અચાનક એક સાપ (Snake) ઘુસી આવ્યો હતો. સાપ દેખાતા જ લોકોમાં ફફડાટ ફેલાયો હતો, પરંતુ સ્થાનિક યુવક જશેશ ભરવાડે કોઈ પણ પ્રકારના અનુભવ કે તાલીમ વગર સાપને પકડવાનો પ્રયાસ કર્યો હતો. જશેશ સાપ સાથે મસ્તીના મૂડમાં હતો અને તેને પકડવાની કોશિશ કરી રહ્યો હતો, ત્યારે જ ગુસ્સે ભરાયેલા સાપે યુવક પર વળતો હુમલો (Snake Attack) કર્યો અને તેના પગ પર ડંખ માર્યો હતો.

Advertisement

 

View this post on Instagram

 

A post shared by Gujarat First (@gujaratfirst)

બિનઝેરી સાપ હોવાથી ટળ્યું મોટું જોખમ

સદનસીબે, જે સાપે જશેશને બચકું ભર્યું હતું તે બિનઝેરી (Non-Venomous Snake) હોવાનું જાણવા મળ્યું છે. જો સાપ ઝેરી હોત તો યુવકનો જીવ જોખમમાં મુકાઈ શકતો. આ ઘટના બાદ યુવકને તાત્કાલિક સારવાર અપાઈ હતી અને હાલ તેની તબિયત સુધારા પર છે.

સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયાઓ

ઘટનાનો વીડિયો વાયરલ થતાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. વન્યજીવ નિષ્ણાતોનું કહેવું છે કે સાપ કે અન્ય કોઈ પણ જાનવરને જોયા બાદ તાત્કાલિક વન વિભાગ (Forest Department) અથવા રેસ્ક્યુ ટીમનો સંપર્ક કરવો જોઈએ. સોશિયલ મીડિયા પર વાહવાહી મેળવવા કે મસ્તી કરવા માટે આવા ખતરનાક પ્રાણીઓ સાથે ખેલ કરવો જીવલેણ સાબિત થઈ શકે છે.

આ પણ વાંચો: Rajkot: ધોરાજીના સુપેડીમાં સંતના અપમાનનો મામલો ગરમાયો, સાધુ સમાજના શક્તિ પ્રદર્શનથી તંત્ર દોડતું થયું

Tags :
Advertisement

.

×