Surat : PI ની હિંમત તો જુઓ, કટકી માટે સુપ્રીમ કોર્ટનો આદેશ ન માન્યો અને બિલ્ડરને ઉઠાવી લીધો
સુરતનાં વેસુ પોલીસ સ્ટેશનમાં બિલ્ડર તુષાર શાહનો મામલો સુપ્રીમ કોર્ટની અવગણના કરનારા PI રાવલ અને મેજિસ્ટ્રેટ દીપા ઠાકર દોષિત 2 સપ્ટેમ્બરે સજાની સુનાવણી માટે કોર્ટમાં હાજર રહેવા આદેશ સુરતમાં (Surat) કરોડોની છેતરપિંડીની ફરિયાદ મામલે વેસુ પોલીસે આરોપી એવા બિલ્ડર...
Advertisement
- સુરતનાં વેસુ પોલીસ સ્ટેશનમાં બિલ્ડર તુષાર શાહનો મામલો
- સુપ્રીમ કોર્ટની અવગણના કરનારા PI રાવલ અને મેજિસ્ટ્રેટ દીપા ઠાકર દોષિત
- 2 સપ્ટેમ્બરે સજાની સુનાવણી માટે કોર્ટમાં હાજર રહેવા આદેશ
સુરતમાં (Surat) કરોડોની છેતરપિંડીની ફરિયાદ મામલે વેસુ પોલીસે આરોપી એવા બિલ્ડર તુષાર શાહની (Tushar Shah) ધરપકડ કરી હતી. આ કેસમાં શ્રેષ્ઠા ગ્રૂપનાં તુષાર શાહે સુપ્રીમ કોર્ટ (Supreme Court) સુધી લડત લડી શરતી જામીન મેળવ્યા હતા. જો કે, સુપ્રીમ કોર્ટની વચગાળાની રાહત હોવા છતાં પણ વેસુ પોલીસે (Vesu Police) બિલ્ડરનાં રિમાન્ડ લઇને પોલીસ મથકે માર મારીને પૈસાની માગણી કરાઈ હોવાનો આરોપ થયો હતો. આ મામલે સુપ્રીમ કોર્ટની અવગણનાં બદલ PI રાવલ અને મેજિસ્ટ્રેટ ઠાકર દોષિત જાહેર કરાયા છે અને 2 સપ્ટેમ્બરે સજાની સુનાવણી માટે કોર્ટમાં હાજર રહેવા આદેશ કરાયો છે.

