Surat : SMC નાં અધિકારીએ મોડી રાતે સર્જ્યો અકસ્માત! લોકોએ પકડ્યો તો પરિવારજનો છોડાવી ગયા!
- Surat નાં અડાજણમાં મોડી રાત્રે ગોઝારો અકસ્માત
- મનપાનાં અધિકારીએ ખાનગી કારથી પાર્ક કરેલી અન્ય કારને ટક્કર મારી
- અધિકારી ચિક્કાર દારૂનાં નશામાં હોવાનો લોકોનો આરોપ
સુરતનાં (Surat) અડાજણ વિસ્તારમાં મોડી રાતે મનપાનાં અધિકારીએ ગોઝારો અકસ્માત સર્જ્યો હતો. મનપાનાં અધિકારી આસિસ્ટન્ટ એન્જિનિયરે પોતાની ખાનગી કારથી રોડની સાઇડ પર પાર્ક કારને ટક્કર મારી હતી. અધિકારીએ ચિક્કાર દારૂનાં નશામાં અકસ્માત સર્જ્યો હોવાનો આરોપ થયો છે. એવો પણ આક્ષેપ છે કે પરિવારજનો અધિકારીને લોકો વચ્ચેથી ભગાડી ગયા હતા અને કારમાંથી SMC નું બોર્ડ પણ દૂર કર્યું હતું. જો કે, સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નહોતી. આ મામલે અડાજણ પોલીસે (Adajan Police) આગળની તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો - Dev Diwali 2024 : અંબાજી અને શામળાજીમાં ભક્તોનું ઘોડાપુર, કિંજલ દવેએ મા અંબાનાં દર્શન કર્યા
SMC નાં અધિકારીએ મોડી રાતે સાઇડમાં પાર્ક કારને ટક્કર મારી
સુરત (Surat) મનપાનાં (SMC) અધિકારી આસિસ્ટન્ટ એન્જિનિયર નિસર્ગ ગાયવાલા પાલિકાનાં અઠવા ઝોનમાં ફરજ બજાવે છે. અડાજણ વિસ્તારમાં મોડી રાતે SMC નાં અધિકારી નિસર્ગ ગાયવાલાએ રસ્તાની સાઈડમાં ઊભેલી એક કારને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં કારને મોટું નુકસાન થયું હતું. અકસ્માતને પગલે મોટી સંખ્યામાં સ્થાનિકો ભેગા થયા હતા અને અધિકારીને પકડી પાડ્યો હતો. જો કે, એવો આક્ષેપ છે કે SMC નાં અધિકારીના પરિવારજનો ઘટના સ્થળે આવીને લોકોનાં ટોળા વચ્ચેથી અધિકારીને લઈ ગયા હતા.
આ પણ વાંચો - Valsad : પારડીમાં શંકાસ્પદ હાલતમાં યુવતીનો મૃતદેહ મળતા ચકચાર! પોલીસને આ છે આશંકા!
ચિક્કાર દારૂનાં નશામાં અકસ્માત સર્જ્યો હોવાનો આરોપ
લોકોનો આરોપ છે કે અધિકારી નિસર્ગ ગાયવાલાએ ચિક્કાર દારૂનાં નશામાં આ અકસ્માત સર્જ્યો હતો. આ બનાવની જાણ થતાં અડાજણ પોલીસની (Adajan Police) ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે લોકોનું ટોળું દૂર કરીને રસ્તા વચ્ચે રહેલી કારને ટોઈંગ કરાવી મામલો થાળે પાડયો હતો. આ મામલે અડાજણ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો - VADODARA : બદઇરાદાથી બચવા નિર્વસ્ત્ર વૃદ્ધના ગુપ્તાંગ પર ચાકુનો ઘા