Surat : સ્ટેશનરી મર્ચન્ટ એસો.ને આવેદનપત્ર આપી કરી રજૂઆત, શાળાઓમાં ચાલતો વેપલો બંધ કરવાની માંગ
- સુરત સ્ટેશનરી મર્ચન્ટ એસોસિએશને DEO અને કલેક્ટરને લખ્યો પત્ર
- યુનિફોર્મ, પાઠ્યપુસ્તકના નામે શાળામાં વેપલો ચાલતો હોવાનો દાવો
- શાળામાંથી જ પાઠ્યપુસ્તકો લેવા તેવો કોઇ પરિપત્ર નથી: વેપારીઓ
- છતાં શાળાઓ વર્ષોથી વેપલો ચલાવે છે: વેપારીઓ
સુરતની ખાનગી શાળાઓમાં પાઠ્ય પુસ્તકો, સ્કૂલ યુનિફોર્મ સહિત શૂઝનો વેપલો બંધ કરવાની માંગ કરી છે. સુરત સ્ટેશનરી મર્ચન્ટ એસોસિએશન દ્વારા DEO અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે. શહેરમાં 1600 જેટલા નાના મોટા સ્ટેશનરીના વેપારીઓ દ્વારા શાળામાંથી ચાલતા વેપલા અંગે રજૂઆત કરી છે. તાકીદે વેપલો બંધ કરવાની એસોસિયેશન દ્વારા માંગ કરવામાં આવી છે. શાળાઓમાંથી ચાલતા વેપલાને લઈ સ્ટેશનરીના નાના મોટા વેપારીઓને આર્થિક મુશ્કેલી ઉભી થવા પામી છે. તેમજ વાલીઓ પર પણ ભારણ અંગે રજૂઆત કરવામાં આવી છે. શાળામાંથી જ પાઠ્યપુસ્તકો લેવા તેવો કોઈ પરિપત્ર નથી. તેમજ છતાં શાળામાં વર્ષોથી વેપલો અકબંધ છે. શાળામાંથી આપવામાં આવતા પાઠ્યપુસ્તકોના ભાવ અને સ્ટેશનરીની દુકાનોમાં મળતા પાઠ્યપુસ્તકોના ભાવમાં મોટો તફાવત જોવા મળ્યો છે.
સુરતમાં નાના-મોટા 1800 થી 2000 જેટલા વેપારીઓ
સુરત સ્ટેશનરી મર્ચન્ટ વેપારી એસોસિએશન દ્વારા જણાવ્યું હતું કે, આજે અમે કલેક્ટરને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ. વર્ષોથી ચાલ્યો આવતો એક પ્રશ્ન છે કે સ્કૂલોમાં શિક્ષણ સિવાયનો જે સ્ટેશનરી છે. તેમજ સ્ટેશનરી સાથે સાથે યુનિફોર્મ, સ્કૂલ બેગ વગેરેનો જે ધંધો થઈ રહ્યો છે. તે ખરેખર સ્કૂલમાંથી થતો ધંધો બંધ કરવો જોઈએ. સુરતમાં નાના-મોટા વેપારીની સંખ્યા તમે ગણો તો આશરે 1800 થી 2000 જેટલા વેપારીઓ છે. તો દરેક વેપારીને આને લીધે આર્થિક મુશ્કેલી ઉભી થાય છે.
વાલીઓએ વધુ પૈસા આપી સ્ટેશનરી ખરીદવી પડે છેઃ સ્ટેશનરી મર્ચન્ટ
આજે સ્કૂલ સીઝન દરમ્યાન નાનો વેપારી પુસ્તક કે નોટબુકોનો માલ ભરતો હશે. અને એ સ્કૂલમાંથી જ સીધુ સપ્લાય થઈ જતું હોય તો વેપારીનો માલ પડી રહે છે. અને નથી વેચાતો જેથી દરેકને તકલીફ પડે છે. તેમજ વાલીઓને પણ આર્થિક બોજો વધી જાય છે. આજે માર્કેટમાં એક પુસ્તક કે સેટની કિંમત માર્કેટમાં મળતી હોય એના કરતા વધારે ખર્ચીને સ્કૂલમાંથી અથવા તો સ્કૂલ દ્વારા રજૂ કરાયેલા સ્ટોરમાંથી લેવાની હોય ત્યારે કિમત હંમેશા વધુ જ હોય છે. અને વધારાના 15 થી 20 ટકા આપીને પુસ્તકોની ખરીદી કરવી પડતી હોય છે.
આ પણ વાંચોઃ Amareli : સાવરકુંડલા લીલાપીર નજીક ડેમમાં 2 બાળકો ડૂબી જતા મોત, પરિવારજનો પર આભ તૂટી પડ્યું
સ્કૂલમાંથી ધંધો ટોટલી બંધ થવો જોઈએઃ સ્ટેશનરી મર્ચન્ટ
અન્ય એક સ્ટેશનરી મર્ચન્ટ દ્વારા જણાવ્યું હતું કે, શાળામાંથી પાઠ્યપુસ્તકો કે અન્ય કોઈ ચીજ વસ્તુ લેવાની થતી જ નથી. એવા કોઈ પરિપત્ર સરકાર તરફથી પણ કરવામાં આવ્યો નથી. ઘણા વર્ષોથી ચાલે છે તેમજ ઘણા બધા આવેદનપત્રો આપવામાં આવ્યા છે. આનો કોઈ ઉકેલ આવતો નથી. ઉલ્ટાની તકલીફો વધતી જાય છે. તેમજ સ્કૂલમાંથી આ ધંધો ટોટલી બંધ થવો જોઈએ તે બાબતે રજૂઆત કરી છે.
આ પણ વાંચોઃ Rajkot: મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી, 116 કરોડના વિકાસના વિકાસના કામોને લીલીઝંડી