Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat : વિચિત્ર અકસ્માત! BRTS ની રેલિંગ કૂદીને યુવક બાઇકચાલક સાથે અથડાયો, બંનેનાં મોત

Surat નાં સરથાણામાં વિચિત્ર અકસ્માતની ઘટના BRTS રેલિંગ કૂદીને જતો યુવક બાઇકસવાર સાથે અથડાયો બંનેનાં મોત, મૃતક પરિવારજનોની સામસામે ફરિયાદ સરથાણા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી સુરતનાં (Surat) સરથાણા વિસ્તારમાં એક વિચિત્ર અકસ્માતની ઘટના બની છે. BRTS...
surat   વિચિત્ર અકસ્માત  brts ની રેલિંગ કૂદીને યુવક બાઇકચાલક સાથે અથડાયો  બંનેનાં મોત
Advertisement
  1. Surat નાં સરથાણામાં વિચિત્ર અકસ્માતની ઘટના
  2. BRTS રેલિંગ કૂદીને જતો યુવક બાઇકસવાર સાથે અથડાયો
  3. બંનેનાં મોત, મૃતક પરિવારજનોની સામસામે ફરિયાદ
  4. સરથાણા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી

સુરતનાં (Surat) સરથાણા વિસ્તારમાં એક વિચિત્ર અકસ્માતની ઘટના બની છે. BRTS રૂટની રેલિંગ કૂદીને જતો યુવક રૂટમાંથી પસાર થતાં બાઇકસવાર સાથે અથડાતા બંનેનું મોત નીપજ્યું છે. આ મામલે બંને મૃતકનાં પરિવારે સરથાણા પોલીસ સ્ટેશનમાં (Sarthana Police Station) સામસામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો - 'Eco Sensitive Zone' સામે હલ્લાબોલ! તાલાલામાં હજારો મહિલા, ખેડૂતોની 'મહારેલી', મેંદરડામાં 'મહાસભા'

Advertisement

Advertisement

BRTS રેલિંગ કૂદીને જતો યુવક બાઇકસવાર સાથે અથડાયો

સુરતનાં (Surat) સરથાણા વિસ્તારમાં એક વિચિત્ર અકસ્માત સર્જાયો છે. BRTS રૂટની રેલિંગ કૂદીને જતો યુવક ત્યાંથી પસાર થતાં બાઇકચાલક સાથે અથડાયો હતો. આથી, બંને જમીન પર પટકાયા હતા. અકસ્માતમાં બંનેને ગંભીર ઇજાઓ થતાં બંને યુવકનું મોત નીપજ્યું હતું. આ મામલે બંને મૃતકનાં પરિવારજનોએ સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસની પ્રાથમિક તપાસ મુજબ, રેલિંગ કૂદનારા યુવકની ઓખળ 38 વર્ષીય દિનેશ રાણા તરીકે થઈ હતી.

આ પણ વાંચો - GangRape : નરાધમો હાલ પણ ફરાર, પકડવા માટે AI નો ઉપયોગ, માહિતી આપનારને લાખોનું ઇનામ!

બંને મૃતકનાં પરિવારજનોની સામસામે ફરિયાદ

પોલીસ તપાસ અનુસાર, મૂળ બનાસકાંઠાનો (Banaskantha) દિનેશ રાણા પત્ની અને એક દીકરી સાથે સુરતમાં રહેતો હતો. દિનેશ રાણાની ડાયમંડ નગરમાં ચા ની હોટેલ હતી. બીજી તરફ બાઇકચાલકની ઓળખ 19 વર્ષીય સાહિલ વસાવા તરીકે થઈ છે. સાહિલ સાડીનાં કારખાનામાં કામ કરતો હતો. સાહિત ઉમરપાડાનાં બરડીપાડામાં માતા-પિતા સાથે રહેતો હતો. આ મામલે સરથાણા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો - Gandhinagar : BJP નાં તમામ ધારાસભ્યો, સાંસદોને અચાનક કમલમનું તેડું! CR પાટીલ સાથે બેઠક

Tags :
Advertisement

.

×