Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat : હિન્દુ દેવી-દેવતાઓ વિશે અભદ્ર ટિપ્પણી કરનારા યુનિ. કર્મચારી સામે કડક કાર્યવાહી!

સુરતમાં હિન્દુ ધર્મ વિશે અભદ્ર ટિપ્પણી કરવાનો મામલો યુનિવર્સિટીના RTI સેલમાં કામ કરતા કર્મચારીએ અભદ્ર પોસ્ટ કરી હતી પોસ્ટ શેર કરનારને તપાસ પૂર્ણ ન થાય ત્યાં રજા પર ઉતાર્યો અંતિમ સુનાવણી 12 ઓગસ્ટ ના રોજ હાથ ધરાશે સુરતમાં (Surat)...
surat   હિન્દુ દેવી દેવતાઓ વિશે અભદ્ર ટિપ્પણી કરનારા યુનિ  કર્મચારી સામે કડક કાર્યવાહી
Advertisement
  1. સુરતમાં હિન્દુ ધર્મ વિશે અભદ્ર ટિપ્પણી કરવાનો મામલો
  2. યુનિવર્સિટીના RTI સેલમાં કામ કરતા કર્મચારીએ અભદ્ર પોસ્ટ કરી હતી
  3. પોસ્ટ શેર કરનારને તપાસ પૂર્ણ ન થાય ત્યાં રજા પર ઉતાર્યો
  4. અંતિમ સુનાવણી 12 ઓગસ્ટ ના રોજ હાથ ધરાશે

સુરતમાં (Surat) હિન્દુ ધર્મ વિશે અભદ્ર ટિપ્પણી કરવા મામલે મોટા સમાચાર આવ્યા છે. સોશિયલ મીડિયા પર અભદ્ર લખાણ સાથે પોસ્ટ કરનારા યુનિવર્સિટીનાં કર્મીને તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી રજા પર ઉતારી દેવાયો છે. યુનિ.ના કર્મચારીએ વર્ષ 2021 માં સનાનત ધર્મને (Sananat Dharma) લઈ અભદ્ર પોસ્ટ શેર કરી હતી. આ મામલે અંતિમ સુનાવણી 12 ઓગસ્ટનાં રોજ હાથ ધરાશે.

આ પણ વાંચો - Gujarat Politics : CM સહિત BJP નાં દિગ્ગજ નેતાઓએ શરૂ કરી તિરંગા યાત્રા, કોંગ્રેસની ન્યાય યાત્રાનો આજે બીજો દિવસ

Advertisement

યુનિ. કર્મીએ સનાતન ધર્મ પર અભદ્ર ટિપ્પણી કરતી પોસ્ટ કરી

સુરતમાં (Surat) વર્ષ 2021 માં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનાં (VNSGU) RTI સેલમાં કામ કરતા દેવેન્દ્રનાથ પટેલે (Devendranath Patel) સોશિયલ મીડિયા પર હિન્દુ દેવી-દેવતાઓ પર અભદ્ર ટિપ્પણી કરી હતી. દેવેન્દ્રે ભગવાન શિવ અને ગણેશજી પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી એક પોસ્ટ શેર કરી હતી. સાથે જ શ્રાવણ મહિનામાં વ્રત રાખનારી મહિલાઓ પર પણ પોસ્ટ કરી હતી. આ મામલો સામે આવતા હિન્દુ સંગઠનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આથી, આ મામલે તપાસ કરવા માટે યુનિવર્સિટી દ્વારા તપાસ કમિટીની રચના કરવામાં આવી હતી.

Advertisement

આ પણ વાંચો - Rajkot : 'તિરંગા યાત્રા'નો પ્રારંભ, JP નડ્ડાનાં કોંગ્રેસ પર પ્રહાર, કહ્યું - તેમને માત્ર એક જ પરિવાર..!

તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી રજા પર ઉતારી દેવાયો

આ તપાસ કમિટીની ભલામણના આધારે દેવેન્દ્રનાથ પટેલને તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી રજા પર ઉતારી દેવામાં આવ્યો છે. માહિતી મુજબ, દેવેન્દ્રને 15 દિવસ સુધી રજા પર ઉતારી દેવાયો છે. અગાઉ 29 જુલાઈએ હિન્દુ સંગઠનો (Hindu Organizations) દ્વારા યુનિવર્સિટીના કુલપતિને આવેદનપત્ર આપીને દેવેન્દ્રનાથ પટેલને સસ્પેન્ડ કરવાની માગ કરાઈ હતી. યુનિ.ની 7 સભ્યોની કમિટી આ મામલે તપાસ કરી રહી છે. અંતિમ સુનાવણી 12 ઓગસ્ટનાં રોજ હાથ ધરાશે.

આ પણ વાંચો - World Lion Day : કેમ ઊજવાય છે 'વિશ્વ સિંહ દિવસ'? જાણો ઇતિહાસ, મહત્ત્વ અને સિંહ વિશે રસપ્રદ વાતો

Tags :
Advertisement

.

×