Surat: સુમુલ ડેરીએ કિલોફેટે દૂધના ભાવમાં કર્યો વધારો, 2.5 લાખ પશુપાલકોને વાર્ષિક 70 કરોડના ફાયદો થશે
- સુરત અને તાપી જિલ્લાના પશુપાલકો માટે ખુશખબર
- પશુપાલકો માટે કિલો ફેટે દૂધના ભાવમાં વધારો
- ભેંસ અને ગાયના દૂધમાં કિલો ફેટે 20 રૂપિયાનો વધારો
- ભેંસના દૂધના ભાવ કિલો ફેટે 850 થી વધીને 870 થયા
- ગાયના દૂધનો ભાવ કિલો ફેટે 810 થી 830 થયા
સુરત અને તાપી જિલ્લા (Surat and Tapi district) નાં પશુપાલકો (cattle farmers) માટે ખુશખબર છે. સુમુલ ડેરી (Sumul Dairy) એ પશુપાલકો (cattle farmers) ને દુધના ભાવમાં કિલોફેટે રૂા. 20 નો વધારો કર્યો છે. પશુપાલકો (cattle farmers) ને ભેંસના દૂધના ભાવમાં કિલોફેટે 850 થી વધારી 870 કર્યા છે. જ્યારે ગાયના દૂધમાં કિલોફેટે રૂપિયા 810 હતા જે વધારીને 830 કરવામાં આવ્યા છે. આ જાહેરાત સુરત ડેરીના માનસિંગ પટેલે કરી હતી. સુરત અને તાપી જિલ્લાના અઢી લાખ પશુપાલકોને વાર્ષિક 70 કરોડનો ફાયદો થશે.
2.25 લાખ પશુપાલકોને ફાયદો થશેઃ જયેશ પટેલ (ડિરેક્ટર, સુમુલ ડેરી, સુરત)
સુમુલ ડેરી (Sumul Dairy) ના ડિરેક્ટર જયેશ પટેલે જણાવ્યું હતું કે, સુમુલ ડેરી દ્વારા પશુપાલકો (cattle farmers) નાં હિત માટે જે નિર્ણય કરવામાં આવ્યો છે. તેનાથી સુરત અને તાપી જિલ્લાનાં ખેડૂતોમાં આનંદ છવાઈ જવા પામ્યો હતો. સુમુલ ડેરી (Sumul Dairy) દ્વારા લેવાયેલા આ નિર્ણયથી સુરત અને તાપી જિલ્લા (Surat and Tapi district) ના કુલ 2.25 લાખ પશુપાલકો (cattle farmers) ને ફાયદો થશે. ફેટના ભાવ (increase in fat milk prices) માં રૂપિયા 20 નો વધારો થતા વર્ષે 70 કરોડ રૂપિયાનો પશુપાલકોને ફાયદો થશે. તેમજ અનેક જીવન જરૂરીયાતની ચીજ વસ્તુઓના ભાવ તેમજ ખેડૂતોને પશુપાલન માટે અન્ય ખર્ચાઓમાં વધારો થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં કિલો ફેટમાં રૂપિયા 20 નો વધારો કરાતા દરેક પશુપાલકોને આર્થિક લાભ થશે.
આ પણ વાંચોઃ Junagadh: ટ્રેકિંગ દરમ્યાન અચાનક મધમાખીનું ઝુંડ આવી જતા દોડધામ, બાળકોને સારવાર અર્થે ખસેડાયા
3 મે 2025 માં પણ ફેટમાં ભાવ વધારો થયો હતો
સુરત અને તાપી જીલ્લાનાં અઢી લાખ ખેડૂતો સુમુલ ડેરી (Sumul Dairy) સાથે જોડાયેલા છે. સુમુલ ડેરી (Sumul Dairy)ના સંચાલકો દ્વારા પશુપાલકોને ફેટ દીઢ ભાવમાં સતત વધારો કરવામાં આવ્યો છે. તા. 3 મે 2025 માં પણ રૂપિયા 20 નો વધારો કરવામાં આવ્યો હતો. પહેલા ભેસના દૂધનો કિલોફેટ ભાવ 830 હતો. જેમાં વધારો કરીને 850 રૂપિયા કરવામાં આવ્યો હતો. તેમજ ગાયના દૂધના કિલોફેટના ભાવ 795 રૂપિયા હતો. તે વધારીને 810 રૂપિયા કરવામાં આવ્યો છે. ફેટમાં સતત થતા ભાવવધારાનાં કારણે પશુપાલકોને ખૂબ જ રાહત થવા પામી છે.
આ પણ વાંચોઃ Vadodra: સાવલીમાં ઓવર લોડ ડમ્પરની અડફેટે શ્રમજીવી યુવકનું મોત