Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat : દિવાળી દરમિયાન સુરતીઓને મળશે આ ખાસ સુવિધા, શહેર પોલીસ પણ એક્શન મોડમાં!

દિવાળી નિમિત્તે સુરતમાં વધારાની બસો દોડાવાશે 30 ઓક્ટોબર સુધી વિવિધ સ્થળોએ વધારાની 2200 બસ દોડશે અલગ-અલગ વિસ્તારમાં પોલીસે ફૂટ પેટ્રોલિંગ વધાર્યું દિવાળીનાં (Diwali 2024) પર્વને લઈ સુરતીઓ માટે વધુ એક સારા સમાચાર આવ્યા છે. સુરત ST વિભાગે (Surat ST...
surat   દિવાળી દરમિયાન સુરતીઓને મળશે આ ખાસ સુવિધા  શહેર પોલીસ પણ એક્શન મોડમાં
Advertisement
  1. દિવાળી નિમિત્તે સુરતમાં વધારાની બસો દોડાવાશે
  2. 30 ઓક્ટોબર સુધી વિવિધ સ્થળોએ વધારાની 2200 બસ દોડશે
  3. અલગ-અલગ વિસ્તારમાં પોલીસે ફૂટ પેટ્રોલિંગ વધાર્યું

દિવાળીનાં (Diwali 2024) પર્વને લઈ સુરતીઓ માટે વધુ એક સારા સમાચાર આવ્યા છે. સુરત ST વિભાગે (Surat ST Departmnet) એક્સ્ટ્રા બસ દોડાવવાનો નિર્ણય કર્યો છે. 30 ઓક્ટોબર સુધી વિવિધ સ્થળોએ વધારાની 2200 બસો દોડાવવામાં આવશે. આ બસો સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મહારાષ્ટ્ર (Maharashtra) સહિત વિવિધ રૂટ પર દોડાવવામાં આવશે. બીજી તરફ સુરત પોલીસ પણ એક્શન મોડમાં આવી છે અને શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ વધારાયું છે.

આ પણ વાંચો - Ahmedabad : સિવિલ હોસ્પિટલમાં દાઝેલા દર્દીમાં ચામડીનું પ્રથમ સફળ પ્રત્યારોપણ

Advertisement

Advertisement

30 ઓક્ટોબર સુધી વધારાની 2200 બસો દોડાવાશે

દિવાળીનાં પર્વને લઈ રાજ્યભરમાં ઉજવણીનો માહોલ છે. ત્યારે સુરતમાં (Surat) પણ લોકો દિવાળીની ઉજવણી કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. સુરતમાં રહેતા પરપ્રાંતિય અને રાજ્યનાં અન્ય જિલ્લાઓના રહેતા લોકો દિવાળી નિમિત્તે પોતાના ઘરે જતા હોય છે. આથી, એસટી બસોમાં દિવાળીનાં તહેવાર દરમિયાન દર વર્ષે ભારે ભીડ જોવા મળે છે. આથી, સુરત ST વિભાગે આ વર્ષે પણ એક્સ્ટ્રા બસ દોડાવવાનો નિર્ણય કર્યો છે. માહિતી મુજબ, 2200 જેટલી બસ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મહારાષ્ટ્ર સહિત વિવિધ રૂટ પર દોડશે. એક્સ્ટ્રા બસની આ સેવા 30 ઓક્ટોબર સુધી મુસાફરોને મળશે. મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા (Prafulbhai Panseria) વધારાની બસોને લીલી ઝંડી આપી હતી.

આ પણ વાંચો - Mehsana : સરાજાહેરમાં વિદ્યાર્થિનીઓની છેડતી કરતાં 3 રોમિયોનાં થયા આવા હાલ!

દિવાળીનાં પર્વને લઈ સુરત પોલીસ એક્શનમાં

બીજી તરફ દિવાળી દરમિયાન કોઈ અપ્રિય ઘટના ના બને અને નાગરિકો સુખ-શાંતિ સાથે દિવાળીનો તહેવાર ઊજવી શકે તે માટે શહેર પોલીસે (Surat City Police) પણ કમર કસી છે. માહિતી મુજબ, સુરત શહેર પોલીસે અલગ-અલગ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ (Foot Patrolling) વધાર્યું છે. રાંદેર પોલીસ દ્વારા સ્થાનિક વિસ્તારમાં મોટા ઉપાડે ફૂટ પેટ્રોલિંગ હાથ ધરાયું છે. સ્થાનિક વિસ્તારમાં આવેલી જ્વેલર્સ દુકાનો પર CCTV ની તપાસ કરાઈ છે. સાથે દુકાનદારોને CCTV કેમેરા સજ્જ રાખવા અને કોઈ શંકાસ્પદ વ્યક્તિઓ જણાય તો તાત્કાલિક જાણ કરવા સૂચના અપાઈ છે.

આ પણ વાંચો - Ahmedabad : વેજલપુર પોલીસ સ્ટેશનનાં PSI, AMC ખાડિયા વોર્ડનો સફાઈ કર્મચારી લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

Tags :
Advertisement

.

×