Surat : 'તેરા તુઝકો અર્પણ' કાર્યક્રમ હેઠળ લૂંટાયેલા રૂ.35 લાખ વેપારીઓને સોંપાયા, સુરત પોલીસની નિષ્ઠાવાન કામગીરી
Surat શહેર પોલીસ દ્વારા એક અત્યંત પ્રશંસનીય અને માનવીય અભિગમ અપનાવવામાં આવ્યો છે. થોડા સમય અગાઉ રાંદેર વિસ્તારમાં બનેલી લૂંટની ઘટનામાં લૂંટારાઓ દ્વારા જે રૂ.35 લાખની રોકડ રકમ ઝૂંટવી લેવામાં આવી હતી, તે તમામ રકમ સુરત પોલીસે આરોપીઓ પાસેથી રિકવર કરીને અંતે વેપારીઓને સત્તાવાર રીતે પરત કરી છે.
Advertisement
Surat : આ સમગ્ર કાર્યવાહી સુરત પોલીસના 'તેરા તુઝકો અર્પણ' કાર્યક્રમ અંતર્ગત કરવામાં આવી હતી. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ગુનાખોરીમાં જપ્ત થયેલી સંપત્તિ કે રકમ તેના સાચા માલિકો સુધી કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ પહોંચાડવાનો છે.

