ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Surat : બે સગીર કિશોરોની ક્રિકેટની ઘેલછાએ પોલીસને મુંબઈથી રાજસ્થાનના ઘરો સુધી દોડતી કરી!

Surat : સુરતના ઇચ્છાપોર વિસ્તારમાંથી બે સગીર વયના કિશોરો ક્રિકેટર બનવાના સપના સાથે ઘરેથી નીકળી પડ્યા અને રાજસ્થાનના ભીલવાડા સુધી પહોંચી ગયા! આ ઘટનાએ માતા-પિતા અને પોલીસને દોડતા કરી દીધા હતા. 11 નવેમ્બરે બનેલી આ ઘટનામાં બંને કિશોરોએ ઘરેથી નીકળતા પહેલા માતા-પિતાને એક ચિઠ્ઠી લખી, જેમાં તેમણે પોતાના સપના પૂરા કરવાની વાત કરી અને શોધવાની કોશિશ ન કરવા જણાવ્યું હતું. ચિઠ્ઠીમાં લખ્યું હતું, "મમ્મી-પપ્પા, હું મારા સપના પૂરા કરવા જઈ રહ્યો છું, ચિંતા ન કરો.
05:16 PM Nov 16, 2025 IST | Mujahid Tunvar
Surat : સુરતના ઇચ્છાપોર વિસ્તારમાંથી બે સગીર વયના કિશોરો ક્રિકેટર બનવાના સપના સાથે ઘરેથી નીકળી પડ્યા અને રાજસ્થાનના ભીલવાડા સુધી પહોંચી ગયા! આ ઘટનાએ માતા-પિતા અને પોલીસને દોડતા કરી દીધા હતા. 11 નવેમ્બરે બનેલી આ ઘટનામાં બંને કિશોરોએ ઘરેથી નીકળતા પહેલા માતા-પિતાને એક ચિઠ્ઠી લખી, જેમાં તેમણે પોતાના સપના પૂરા કરવાની વાત કરી અને શોધવાની કોશિશ ન કરવા જણાવ્યું હતું. ચિઠ્ઠીમાં લખ્યું હતું, "મમ્મી-પપ્પા, હું મારા સપના પૂરા કરવા જઈ રહ્યો છું, ચિંતા ન કરો.

Surat : સુરતના ઇચ્છાપોર વિસ્તારમાંથી બે સગીર વયના કિશોરો ક્રિકેટર બનવાના સપના સાથે ઘરેથી નીકળી પડ્યા અને રાજસ્થાનના ભીલવાડા સુધી પહોંચી ગયા! આ ઘટનાએ માતા-પિતા અને પોલીસને દોડતા કરી દીધા હતા. 11 નવેમ્બરે બનેલી આ ઘટનામાં બંને કિશોરોએ ઘરેથી નીકળતા પહેલા માતા-પિતાને એક ચિઠ્ઠી લખી, જેમાં તેમણે પોતાના સપના પૂરા કરવાની વાત કરી અને શોધવાની કોશિશ ન કરવા જણાવ્યું હતું. ચિઠ્ઠીમાં લખ્યું હતું, "મમ્મી-પપ્પા, હું મારા સપના પૂરા કરવા જઈ રહ્યો છું, ચિંતા ન કરો. જેટલું તમે મને શોધશો, એટલી મુશ્કેલી વધશે અને હું ઘરે મોડું આવીશ. લવ યુ!"

બંને કિશોરો જેઓ એક જ સ્કૂલમાં અભ્યાસ કરે છે, ઇચ્છાપોરથી સુરત રેલવે સ્ટેશન પહોંચ્યા અને ત્યાંથી મહારાષ્ટ્રના મુંબઈ જવા રવાના થયા. મુંબઈના બોરીવલીથી તેઓ રાજસ્થાનના ભીલવાડા તેમના મામાના ઘરે પહોંચી ગયા. આ દરમિયાન સુરત પોલીસે બાળકોને શોધવા માટે યુદ્ધના ધોરણે જોરદાર કામગીરી હાથ ધરી દીધી હતી. માતા-પિતા અને પોલીસને કંઈક અજુગતું બનવાના વિચારોએ દોડતા કરી મૂક્યા હતા. પોલીસની અલગ-અલગ ટીમોએ ઇચ્છાપોરથી સુરત રેલવે સ્ટેશન સુધીના 93 સીસીટીવી કેમેરાઓની ખગાળી નાંખ્યા હતા. આખરે, સીસીટીવી ફૂટેજમાં બંને કિશોરો મહારાષ્ટ્ર જતી ટ્રેનમાં જોવા મળ્યા હતા.

પોલીસ તાત્કાલિક મુંબઈ પહોંચી પરંતુ ત્યાંથી જાણવા મળ્યું કે બાળકો ભીલવાડા ગયા છે. રાજસ્થાન પોલીસની મદદથી સુરત પોલીસે ભીલવાડામાં બાળકોના મામાના ઘરેથી તેમને શોધી કાઢ્યા અને સુરત લાવીને માતા-પિતાને સોંપ્યા હતા. આ ઘટનાએ બંને પરિવારો અને પોલીસને રાહતનો શ્વાસ લેવડાવ્યો છે. ઇચ્છાપોર પોલીસે આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ક્રિકેટર બનવાની ઝંખનાએ બંને કિશોરોને આટલી મોટી મુસાફરી કરાવી પરંતુ પોલીસની તત્પરતાએ તેમને સુરક્ષિત ઘરે પરત લાવ્યા. આ ઘટના બાળકોના સપના અને તેમની સુરક્ષા વચ્ચે સંતુલનનું મહત્વ દર્શાવ્યું છે. તો બીજી તરફ માતા-પિતા દ્વારા પણ બાળકોના સ્વપ્નાને પણ એક વખત પૂછીને તે દિશામાં કામ કરવાનું સૂચિત કરે છે. પોલીસને બંને બાળકોને હેમખેમ લાવીને પોતાના માતા-પિતાને સોંપ્યા હતા.

આ પણ વાંચો- Bhavnagar: હચમચાવી દે તેવી ઘટના, 10 દિવસથી ગુમ માતા, પુત્ર, પુત્રીની લાશ મળી

Tags :
CCTVchildrenCricketdesiredreamsMinorspoliceRajasthanSurat
Next Article