Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat : સુરતથી ગોવા જતી ફલાઇટમાં બોમ્બ મૂક્યાની ધમકી મળતા દોડધામ!

Surat થી ગોવા જતી ફલાઇટમાં બોમ્બ મૂક્યાની ધમકી મળી સુરતથી ગોવા જતી ઇન્ડિગો ફ્લાઇટ 6E419 માં બોમ્બ મૂકાયોનો મેસેજ ગોવાનાં એરપોર્ટ પર CISF દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું ચેકિંગ દરમિયાન કોઈપણ વાંધાજનક વસ્તુ નહિં મળી સુરતમાંથી (Surat) એક મોટા સમાચાર...
surat   સુરતથી ગોવા જતી ફલાઇટમાં બોમ્બ મૂક્યાની ધમકી મળતા દોડધામ
Advertisement
  1. Surat થી ગોવા જતી ફલાઇટમાં બોમ્બ મૂક્યાની ધમકી મળી
  2. સુરતથી ગોવા જતી ઇન્ડિગો ફ્લાઇટ 6E419 માં બોમ્બ મૂકાયોનો મેસેજ
  3. ગોવાનાં એરપોર્ટ પર CISF દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું
  4. ચેકિંગ દરમિયાન કોઈપણ વાંધાજનક વસ્તુ નહિં મળી

સુરતમાંથી (Surat) એક મોટા સમાચાર આવ્યા છે. સુરતથી ગોવા જતી ફલાઇટમાં બોમ્બ મૂક્યાની ધમકી મળી હતી. સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટથી ફ્લાઇટ ટેકઓફ થયા બાદ સોશિયલ મીડિયા થકી ફ્લાઇટમાં બોમ્બ મૂક્યો હોવાનો મેસેજ મળ્યો હતો. આથી, લેન્ડ થવાની સાથે જ ફ્લાઈટનું ગોવાનાં એરપોર્ટ (Goa Airport) પર CISF દ્વારા ચેકિંગ કરાયું હતું. રાહતની વાત એ છે કે ચેકિંગ દરમિયાન કોઈપણ વાંધાજનક વસ્તુ મળી આવી નથી. આ મામલે એરપોર્ટ પોલીસ અને ડુમસ પોલીસે (Dumas Police) તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો - Amreli : ગઈકાલે નરભક્ષી સિંહણે 5 વર્ષનાં બાળકને ફાડી ખાધો! આજે થયા આવા હાલ

Advertisement

Advertisement

સુરતથી ગોવા જતી ફલાઇટમાં બોમ્બ મૂક્યાની ધમકી મળતા દોડધામ!

આજે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ (Surat International Airport) પર ત્યારે દોડધામ મચી જ્યારે સુરતથી ગોવા જતી ઇન્ડિગો ફ્લાઇટ 6E419 માં બોમ્બ મૂકાયો હોવાની ધમકી અપાઈ હતી. ફ્લાઇટ ટેકઓફ થયાં 20 મિનિટ બાદ જ ઇન્ડિગોનાં ટ્વીટર એકાઉન્ટ પર આ ફ્લાઇટમાં બોમ્બ મૂકાયો હોવાનાં મેસેજ દ્વારા ધમકી આપવામાં આવી હતી. આથી, એરલાઇન અને એરપોર્ટ તંત્ર દોડતું થયું હતું. એક સાથે 13 જેટલી ફ્લાઈટમાં બોમ્બ મૂકવાનાં ટ્વીટર પર મેસેજ આવ્યા હોવાની વાત સામે આવી હતી.

આ પણ વાંચો - Botad : સામાજિક અગ્રણી ધરમશી મોરડિયાની હત્યાથી હડકંપ! આવતીકાલે નીકળશે અંતિમ યાત્રા

ગોવાનાં એરપોર્ટ પર CISF દ્વારા ચેકિંગ કરાયું

માહિતી મુજબ, ફ્લાઇટ ગોવા (Goa) પહોંચતા જ મુસાફરોને તાત્કાલિક ફ્લાઇટમાંથી ઉતારીને CISF દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું હતું. જો કે, રાહતની વાત એ છે કે ચેકિંગ દરમિયાન ફ્લાઇટમાંથી કોઈ વાંધાજનક વસ્તુ મળી નહોતી. મા મામલે એરપોર્ટ પોલીસ અને ડુમસ પોલીસને જાણ કરવામાં આવી છે. પોલીસ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે અને મેસેજ કોને અને કેમ કર્યો ? તે અંગેની શોધ આદરી છે.

આ પણ વાંચો - Kadi : શિષ્યવૃત્તિ વિતરણ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shah ની હાજરી, કહી આ વાત!

Tags :
Advertisement

.

×