ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Surat : લિંબાયતમાં સરાજાહેરમાં ગળું કાપી વિદ્યાર્થીની હત્યા કરનારો ઝડપાયો, હત્યાનું કારણ ચોંકાવનારું!

સુરતનાં લીંબાયતમાં જાહેરમાં ગળું કાપી હત્યા કરવાનો મામલો પ્રેમ પ્રકરણમાં યુવકની હત્યા કરી દેવામાં આવી હોવાનું ખુલ્યું પ્રેમ પ્રકરણને જાહેર કરવા યુવકને ધમકી આપતો હોવાનું ખુલ્યું પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી સુરતનાં (Surat) લિંબાયત વિસ્તારમાં ધોળા...
08:39 PM Aug 20, 2024 IST | Vipul Sen
સુરતનાં લીંબાયતમાં જાહેરમાં ગળું કાપી હત્યા કરવાનો મામલો પ્રેમ પ્રકરણમાં યુવકની હત્યા કરી દેવામાં આવી હોવાનું ખુલ્યું પ્રેમ પ્રકરણને જાહેર કરવા યુવકને ધમકી આપતો હોવાનું ખુલ્યું પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી સુરતનાં (Surat) લિંબાયત વિસ્તારમાં ધોળા...
  1. સુરતનાં લીંબાયતમાં જાહેરમાં ગળું કાપી હત્યા કરવાનો મામલો
  2. પ્રેમ પ્રકરણમાં યુવકની હત્યા કરી દેવામાં આવી હોવાનું ખુલ્યું
  3. પ્રેમ પ્રકરણને જાહેર કરવા યુવકને ધમકી આપતો હોવાનું ખુલ્યું
  4. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી

સુરતનાં (Surat) લિંબાયત વિસ્તારમાં ધોળા દિવસે યુવકનું ગળું કાપીને હત્યા કરવામાં આવી હતી. આ મામલે મૃતકનાં પરિવારજનો સહિત લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો. આ મામલે દબાણ વધતા પોલીસે (Limbayat Police) કાર્યવાહી કરી આરોપીની ધરપકડ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસ મુજબ, પ્રેમ પ્રકરણમાં યુવકની હત્યા કરવામાં આવી હોવાનું હાલ જાણવા મળ્યું છે.

આ પણ વાંચો - Gandhinagar માં 'સાઉથ ફિલ્મ' જેવા દ્રશ્યો! જાહેર માર્ગ પર 200 ની સ્પીડે કાર હંકારી જોખમી સ્ટંટ કર્યાં, થયા આવા હાલ

સરાજાહેરમાં ગળું કાપીને હત્યા મામલે આરોપીની ધરપકડ

જણાવી દઈએ કે, રક્ષાબંધનના દિવસે સુરતના (Surat) લિંબાયત વિસ્તારમાં આવેલા રૂક્ષ્મણીનગરમાં (Rukshmaninagar) બાલુ અને પાંડુનાં અડ્ડા નજીક રોહન નામના વિદ્યાર્થીનું દિપક નામના યુવકે સરાજાહેરમાં ગળું કાપીને હત્યા કરી હતી. આ ચકચારી ઘટના બાદ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. લોકોએ લિંબાયત પોલીસ સ્ટેશન (Limbayat Police Station) નો ઘેરાવ કરી આરોપીને કડક સજા કરવા માગ કરી હતી. આ મામલે પોલીસે કાર્યવાહી કરી આરોપીની ધરપકડ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસ મુજબ, રોહનની હત્યા પ્રેમ પ્રકરણમાં કરવામાં આવી હોવાનું હાલ જાણવા મળ્યું છે.

આ પણ વાંચો - Rajkot : વિંછીયા તાલુકા પંચાયત પર ફરી ભાજપનો ભગવો લહેરાયો, Congress સાથે થઈ ગયો ખેલ ?

પ્રેમ પ્રકરણમાં યુવકની કરી દેવામાં આવી હતી હત્યા

પોલીસની પ્રાથમિક તપાસ અનુસાર, લિંબાયતના રુક્ષ્મણી નગર પાસે રોહનની હત્યા લિંબાયતનાં રામેશ્વરનગરમાં રહેતા દિપક પાટિલે કરી હતી. દિપકનું એક યુવતી સાથે પ્રેમસંબંધ હતો, જે રોહનને ખબર પડી ગઈ હતી. ત્યારે રોહન તેનો ફાયદો ઉઠાવી આ પ્રેમ પ્રકરણ જાહેર કરવાની ધમકી આપી દિપકને ધમકાવતો હતો. બે વખત તેને ત્રણેક હજાર રૂપિયા પણ લીધા હતા. છતાં તે પીછો છોડતો ન હતો. આથી, આખરે કંટાળીને આરોપી દિપકે રોહનની સરજાહેર હત્યા કરી હતી. આ મામલે લિંબાયત પોલીસે (Limbayat Police) વધુ તપા હાથ ધરી છે.

આ પણ વાંચો - અહો આશ્ચર્યમ્... 20 મહિના ઘરે બેસીને 15 લાખનો પગાર આરોગી ગઈ અધિકારી! પૂર્વ RTO અધિકારીનો આક્ષેપ

Tags :
Crime NewsDeputy Mayor Narendra PatilGujarat FirstGujarati NewsLimbayatLimbayat policemurder at Public PlaceRukshmaninagarSurat
Next Article