Surat : અનૈતિક સંબંધથી કંટાળી પત્ની પતિની પ્રેમિકાને મળવા ગઈ અને..!
- Surat માં પત્નીએ પતિની પ્રેમિકાની હત્યા કરી
- સુરતનાં ચોક બજાર વિસ્તારમાં બન્યો બનાવ
- પોલીસે હત્યા કરનાર મહિલાની કરી ધરપકડ
સુરતમાંથી (Surat) એક ફિલ્મી કહાની જેવી હત્યાની વારદાત સામે આવી છે. પતિના અન્ય મહિલા સાથે પ્રેમસંબંધથી કંટાળીને પત્નીએ કાંટો કાઢવા પ્રેમિકાની હત્યા કરી નાંખી હતી. હત્યા બાદ ઘરની બહાર તાળું મારીને મહિલા ફરાર થઈ હતી. આ મામલે પાડોશીએ પોલીસને જાણ કરતા ચોક બજાર પોલીસે (Chowk Bazar Police) હત્યારી પત્નીની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો - Ahmedabad: ગેસ ગળતરની ઘટનામાં વધુ એક વ્યક્તિનું થયું મોત, 6 લોકો હજુ સારવાર હેઠળ
પતિનાં અનૈતિક સંબંધથી કંટાળી પત્નીએ પ્રેમિકાની હત્યા કરી
પ્રાપ્ત માહિતી મુજબ, 37 વર્ષીય હર્ષાબેન કાછા પતિ અને બે સંતાન સાથે પાસોદરા રહે છે. આરોપ મુજબ, હર્ષાબેનનાં પતિના વેડ રોડની (Surat) 35 વર્ષીય મહિલા સાથે પ્રેમસંબંધ હતા. આ મામલે જ્યારે હર્ષાબેનને ખબર પડી તો પતિ-પત્ની વચ્ચે અવાર-નવાર ઝઘડો થતો હતો. આ મામલે છેલ્લા ઘણા સમયથી હર્ષાબેન અને તેમના પતિ વચ્ચે તકરાર થતાં અને ઘણા સમયથી ચાલતા ઘરકંકાસથી કંટાળીને હર્ષાબેન પતિની પ્રેમિકાને સમજાવવા માટે ગયા હતા.
આ પણ વાંચો - Ahmedabad: ધનતેરસ અને દિવાળીના પગલે ફૂલોની માંગ વધી તો ભાવમાં પણ વધારો જોવા મળ્યો
હત્યા બાદ ઘરને બહારથી તાળું મારી ફરાર થઇ
જો કે, આ દરમિયાન બંને વચ્ચે વિવાદ થતાં હર્ષાબેને પતિની પ્રેમિકાની હત્યા કરી હતી. હત્યા કર્યા બાદ હર્ષાબેન ઘરબહાર તાળું મારીને ફરાર થયા હતા. મકાનની પાડોશમાં રહેતા મૃતકની બહેને જ્યારે જોઉં કે ઘરમાં લાઇટ ચાલુ છે અને બહાર તાળું છે તો શંકા જતા પોલીસને જાણ કરી હતી. ચોક બજાર પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ઘરનાં મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર તપાસ કરતા મહિલાની હત્યા કરેલી લાશ મળી આવી હતી. આ મામલે પોલીસે કાર્યવાહી કરી હર્ષાબેનની ધરપકડ કરી છે અને આગળની તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો - Rajkot: સત્યનારાયણની કથા બંધ કરાવવા મામલે જયંત પંડ્યા સામે ફાટ્યો આક્રોશ