Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat : પાકિસ્તાનનો સાથ આપનારા તુર્કી અને અઝરબૈજાનનો ટુર ઓપરેટરોએ કર્યો 'BoyCott'!

માહિતી અનુસાર, વર્ષ 2024 માં ભારતમાંથી 3 લાખથી વધુ લોકોએ તુર્કીનો પ્રવાસ કર્યો હતો.
surat   પાકિસ્તાનનો સાથ આપનારા તુર્કી અને અઝરબૈજાનનો ટુર ઓપરેટરોએ કર્યો  boycott
Advertisement
  1. ભારતનાં ટુર સંચાલકોએ અઝરબૈજાન અને તુર્કીને લઈને કર્યો મોટો નિર્ણય (Surat)
  2. ભારતનો સાથ ન આપનાર અઝરબૈજાન અને તુર્કીને કર્યા બોયકોટ
  3. પાકિસ્તાનને ટેકો આપનાર અઝરબૈજાન અને તુર્કીને કર્યા બોયકોટ
  4. સુરતમાં અનેક ટુર સંચાલકોએ સ્વૈચ્છિક બંને દેશોનાં ટુરને બોયકોટ કર્યા

IndiaPakistanWar2025 : ભારત અને પાકિસ્તાન તંગદિલી વચ્ચે આતંકીઓને પાળનાર પાકિસ્તાનને (Pakistan) ટેકો આપનાર દેશ અઝરબૈજાન (Azerbaijan) અને તુર્કીને (Turkey) લઈને ભારતના ટુર સંચાલકોએ (Indian Tour Operators) મોટો નિર્ણય કર્યો છે. ભારતનો સાથ ન આપનાર અઝરબૈજાન અને તુર્કીને બોયકોટ કરાયા છે. ત્યારે સુરતમાં (Surat) પણ અનેક ટુર સંચાલકોએ સ્વૈચ્છિક રીતે બંને દેશોનાં ટુરને બોયકોટ કરવાની જાહેરાત કરી છે.

આ પણ વાંચો -Bhavnagar : પાલીતાણા-સોનગઢ હાઇવે પર ગમખ્વાર અકસ્માત, પીકઅપ વાન પલટી મારી

Advertisement

ભારતનો સાથ ન આપનાર અઝરબૈજાન અને તુર્કીને કર્યા બોયકોટ

પ્રાપ્ત માહિતી અનુસાર, આતંકી દેશ પાકિસ્તાનનો સાથ આપનારા અઝરબૈજાન અને તુર્કી સામે ભારતીય ટુર સંચાલકો દ્વારા આકરો નિર્ણય લેવામાં આવ્યો છે. ભારતીય ટુર સંચાલકો (Indian Tour Operators) દ્વારા પાકિસ્તાનને ટેકો આપતા અઝરબૈજાન અને તુર્કીનાં ટુર પેકેજ રદ કરવામાં આવ્યા છે. ત્યારે સુરતમાં (Surat) પણ અનેક ટુર સંચાલકોએ સ્વૈચ્છિત રીતે બંને દેશોનાં ટુરને બોયકોટ કરવાની જાહેરાત કરી છે. ટુર સંચાલકોએ અઝરબૈજાન અને તુર્કીનાં ટુર પેકેજ બુક નહીં કરવાનો નિર્ણય કર્યો છે. માહિતી અનુસાર, વર્ષ 2024 માં ભારતમાંથી 3 લાખથી વધુ લોકોએ તુર્કીનો પ્રવાસ કર્યો હતો.

Advertisement

આ પણ વાંચો -Ahmedabad: ધોલેરા-ભાવનગર રોડ પર બે કાર વચ્ચે અકસ્માત થતા 3 ના મોત, 2 ઈજાગ્રસ્ત

અન્ય પ્રવાસી સ્થળો પર લોકોને પ્રવાસે જવા અપીલ

સુરતનાં ટુર સંચાલકો તુર્કી અને અઝરબૈજાન (Azerbaijan) જેવા અન્ય પ્રવાસી સ્થળો પર લોકોને પ્રવાસે જવા માટે સમજાવી રહ્યા છે. આ બંને દેશોની સરખામણી જેવા જ અનેક એવા પ્રવાસી સ્થળો છે. જ્યાં લોકો પ્રવાસ માટે જઈ શકે છે. માહિતી અનુસાર, વર્ષ 2024 માં ભારતના 2.75 લાખ લોકોએ તુર્કીનો (Turkey) પ્રવાસ કર્યો હતો. જ્યારે, 2.25 લાખ લોકોએ અઝરબૈજાન દેશની મુલાકાત લીધી હતી. આ બંને દેશ કરતા ભારતમાં જ ઘણી એવી જગ્યા છે જ્યાં લોકો ફરવા માટે જઈ શકે છે તેવી અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચો - VADODARA : આચાર્યએ રોપેલા આંબા આજે શાળા માટે મહત્વનો આધાર બન્યા

Tags :
Advertisement

.

×