ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Surat : સચિન GIDCની બરફ ફેક્ટરીમાં ફ્લેશ ફાયરથી બે યુવતીઓના મોત, એક સારવાર હેઠળ

Surat : સુરતના સચિન GIDC વિસ્તારમાં આવેલી એક બરફ ફેક્ટરીમાં 2 નવેમ્બરના રોજ ફ્લેશ ફાયરની ભયાનક ઘટના બની હતી, જેમાં ત્રણ યુવતીઓ ભયાનક રીતે દાઝી જતાં તેમને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. સારવાર દરમિયાન બે યુવતીઓના મોત થયા છે, જ્યારે એક યુવતિની હાલત ગંભીર બનેલી છે. આ ઘટનાએ પરિવારમાં શોકની લાગણી ફેલાવી દીધી છે, તો બીજી તરફ ઔદ્યોગિક સુરક્ષા પર સવાલો ઉભા કર્યા છે.
05:06 PM Dec 07, 2025 IST | Mujahid Tunvar

ઘટના બની ત્યારે ફેક્ટરીમાં કામ કરતી ત્રણ યુવતીઓ, શાલુ, રિંકી અને ભાગ્યશ્રી અચાનક લાગેલા ફ્લેશ ફાયરમાં ફસાઈ ગઈ હતી. તાત્કાલિક ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમો ઘટનાસ્થળે પહોંચી અને તમામને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, તીવ્ર આગળથી દાખલા થયેલી શાલુ અને રિંકીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું. હાલ ભાગ્યશ્રીની હાલત ગંભીર છે અને તેની સારવાર ચાલુ રહી છે.

સચિન પોલીસે આ ઘટનાને ગંભીરતાપૂર્વક લઈને ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ફેક્ટરીમાં ગેસ લીકેજ અથવા વીજળીના શોર્ટ સર્કિટને કારણે ફ્લેશ ફાયર લાગ્યું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આવી ઘટનાઓમાં વધતા જતાં GIDC વિસ્તારમાં સુરક્ષા માપદંડોની પુનઃજાળવણીની માંગ વધી રહી છે. તાજેતરમાં જ સુરતના અન્ય ભાગોમાં બોઈલર બ્લાસ્ટ અને ગેસ સિલિન્ડર વિસ્ફોટ જેવી ઘટનાઓમાં પણ મોત થયા હતા, જે ઔદ્યોગિક અનક્ષણતાને દર્શાવે છે.

સ્થાનિક વસ્તી અને કામદાર સંગઠનોએ ફેક્ટરી માલિકો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. વધુ તપાસ ચાલુ છે. આ ઘટના ઔદ્યોગિક વિસ્તારોમાં સુરક્ષા જાગૃતિની જરૂરિયાતને રજૂ કરે છે. ઉલ્લેખનિય છે કે, બે દિવસ પહેલા જ એક મજૂરનો હાથ પોતાના શરીરથી જૂદો થઈ ગયો હતો. સાડીની ફેક્ટરીમાં એક મજૂરનો હાથ સાડીમાં ફસાઈ જતાં તેનો હાથ શરીરથી જૂદો થઈ ગયો હતો.

આ પણ વાંચો- Chhota Udepur: સાંસદ જશુભાઈ રાઠવાના હસ્તે જાહેર સ્થળો પર આધુનિક વોટર ATMનું લોકાર્પણ, નજીવા દરે આપશે સેવા

Tags :
Flash FireGujarat AccidentIce Factory FireIndustrial SafetySachin GIDCSuratSurat AccidentSurat newsYoung Death
Next Article