Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat : કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલે ઘરે કરી રક્ષાબંધનની ઉજવણી, કહ્યું - મહાભારતથી લઇને..!

Surat : કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે (CR Patil) રક્ષાબંધન નિમિત્તે ગુજરાતની બહેનોને હાર્દિક શુભેચ્છા પાઠવી હતી. પાટીલે પોતાના સહપરિવાર જોડે રક્ષાબંધનનાં (Rakshabandhan) પર્વની ઉજવણી કરી હતી. રક્ષાબંધનનાં પવિત્ર પર્વ નિમિત્તે ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને...
surat   કેન્દ્રીય જળશક્તિ મંત્રી cr પાટીલે ઘરે કરી રક્ષાબંધનની ઉજવણી  કહ્યું   મહાભારતથી લઇને
Advertisement

Surat : કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે (CR Patil) રક્ષાબંધન નિમિત્તે ગુજરાતની બહેનોને હાર્દિક શુભેચ્છા પાઠવી હતી. પાટીલે પોતાના સહપરિવાર જોડે રક્ષાબંધનનાં (Rakshabandhan) પર્વની ઉજવણી કરી હતી. રક્ષાબંધનનાં પવિત્ર પર્વ નિમિત્તે ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, આપણા દેશમાં રક્ષાબંધનનાં પર્વનું અનોખું મહત્ત્વ છે. ભાઈ અને બહેન વચ્ચે રહેલા પ્રેમની અનોખી લાગણી આ તહેવારમાં રહેલી છે. ભાઈને બાંધવામાં આવેલ રક્ષાકવચ બહેનને હંમેશા યાદ અપાવે છે કે તેની જોડે તેનો ભાઈ હંમેશા પડખે ઊભો છે.

Advertisement

આ પણ વાંચો - પાકિસ્તાની બહેન અને PM MODI...બંને વચ્ચે શું સંબંધ...?

Advertisement

CR પાટીલે નિવાસસ્થાને રક્ષાબંધન પર્વની ઉજવણી કરી

ગુજરાત ભાજપ પ્રદેશ (BJP Gujarat) અધ્યક્ષ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી (Union Water Power Minister) સી.આર. પાટીલે સુરતનાં (Surat) ભટાર સ્થિત પોતાનાં નિવાસસ્થાન ખાતે સહપરિવાર જોડે રક્ષાબંધનના પર્વની ઉજવણી કરી હતી. બહેન સુરેખા ચૌધરી (Surekha Chaudhary) દ્વારા ભાઈ સી.આર. પાટીલની કલાઈ પર સુરક્ષા કવચ એવી રાખડી બાંધી પૂજા-અર્ચના કરી હતી. સી.આર. પાટીલ આગળ પણ લોકસેવાનાં કાર્યો કરતા રહે અને તેઓ પોતાનાં કાર્યક્ષેત્રમાં ઉત્તરોતર પ્રગતિ કરે તેવી પ્રાર્થના કરી હતી. મંત્રી સી.આર. પાટીલે પણ બહેનની સુરક્ષાનું વચન આપ્યું હતું.

આ પણ વાંચો - VADODARA : મધ્યસ્થ જેલમાં કેદીઓની રક્ષાબંધન, બહેને કહ્યું "વહેલા ઘરે આવો"

બહેનને કોઈપણ સમયે જરૂર પડ્યેથી ભાઈ તેની વ્હારે આવે છે : CR પાટીલ

ભાઈ અને બહેન વચ્ચે રહેલા પ્રેમના પ્રતીક સમાન રક્ષાબંધનનાં પવિત્ર તહેવાર નિમિત્તે ગુજરાતની તમામ બહેનોને શુભેચ્છા સંદેશ પાઠવતા કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે (CR Patil) જણાવ્યું હતું કે, રક્ષાબંધનનો આજે પવિત્ર તહેવાર છે. આપણા દેશમાં આ તહેવારનું અનોખું મહત્ત્વ રહેલું છે. ભાઈ અને બહેન વચ્ચેનાં આ તહેવારમાં અનોખી લાગણી રહેલી છે. મહાભારતથી લઈ દરેક જગ્યાએ રાખડીનું મહત્ત્વ રહેલું છે જે આપને સૌ પરિચિત છે. બહેનને કોઈપણ સમયે જરૂર પડે ત્યારે ભાઈ તેની વ્હારે આવે છે. ભાઈને બાંધવામાં આવેલ સુરક્ષા કવચ બહેનને હંમેશા યાદ અપાવે છે કે તેની જોડે તેનો ભાઈ પડખે ઊભો છે. રક્ષાબંધનનાં (Rakshabandhan) પવિત્ર દિવસ નિમિત્તે દેશમાં ભાઈ અને બહેન વચ્ચે રહેલી લાગણી દર્શાવવાનો આ પર્વ છે.

આ પણ વાંચો - Banaskantha : કોંગ્રેસમાં ઘર વાપસી કરવા ગેનીબેન ઠાકોરનાં આમંત્રણ પર BJP કાર્યકરે કહ્યું- હવે હું..!

Tags :
Advertisement

.

×