Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat : યુનિ. ની પરીક્ષામાં ચોરી કરતા ઝડપાયેલા 115 વિદ્યાર્થીઓને લાખોનો દંડ, ફટકારાઈ આ સજા!

નવા કોમન યુનિવર્સિટી એક્ટ મુજબ કાર્યવાહી કરી આ વિદ્યાર્થીઓની સુનાવણી હાથ ધરાઈ હતી.
surat   યુનિ  ની પરીક્ષામાં ચોરી કરતા ઝડપાયેલા 115 વિદ્યાર્થીઓને લાખોનો દંડ  ફટકારાઈ આ સજા
Advertisement
  1. Surat માં ચોરી કરતા પકડાયેલા વિદ્યાર્થીઓનું થયું હિયરિંગ
  2. કમિટીએ 115 વિદ્યાર્થીઓ પાસેથી 4 લાખથી વધુનો દંડ વસુલ્યો
  3. વિદ્યાર્થીનું જે તે વિષયનું પરિણામ પણ કેન્સલ કરવાનો નિર્ણય

સુરતમાં (Surat) યુનિવર્સિટીની પરીક્ષામાં ચોરી કરતા પકડાયેલા 115 વિદ્યાર્થીઓનું હિયરિંગ થયું હતું. નવા કોમન યુનિવર્સિટી એક્ટ મુજબ આ કાર્યવાહી કરવામાં આવી હતી. યુનિવર્સિટીની પ્રેક્ટિસિસ ઇન્કવાયરી કમિટીએ 115 વિદ્યાર્થીઓ પાસેથી કુલ રૂ. 4,09,000 નો દંડ વસૂલ્યો છે. આ સાથે વિદ્યાર્થીઓ જે વિષયમાં ચોરી કરતા પકડાયા હતા તે વિષયનું રિઝલ્ટ પણ કેન્સલ કરી દેવાનો નિર્ણય કરાયો છે.

આ પણ વાંચો - Bharuch : હાંસોટ નજીક વહેલી સવારે ગમખ્વાર અકસ્માત! કાર વૃક્ષ સાથે ધડાકાભેર અથડાઈ, 3 નાં મોત

Advertisement

કમિટીએ 115 વિદ્યાર્થીઓ પાસેથી 4 લાખથી વધુનો દંડ વસુલ્યો

સુરતમાં યુનિવર્સિટીની પરીક્ષામાં (Surat Universities Exam) ચોરી કરતા પકડાયેલા વિદ્યાર્થી સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. માહિતી અનુસાર, યુનિવર્સિટીની પરીક્ષામાં 115 જેટલા વિદ્યાર્થીઓ ચોરી કરતા ઝડપાયા હતા. નવા કોમન યુનિવર્સિટી એક્ટ (New Common Universities Act) મુજબ કાર્યવાહી કરી આ વિદ્યાર્થીઓની સુનાવણી હાથ ધરાઈ હતી. જે બાદ યુનિવર્સિટીની પ્રેક્ટિસિસ ઇન્કવાયરી કમિટીએ (Practices Enquiry Committee) 115 વિદ્યાર્થીઓ પાસેથી કુલ રૂ. 4,09,000 નો દંડ વસૂલ્યો છે. આ સાથે વિદ્યાર્થીઓ જે વિષયમાં ચોરી કરતા પકડાયા હતા તે વિષયનું રિઝલ્ટ કેન્સલ કરી દેવાનો પણ નિર્ણય કરાયો છે.

Advertisement

આ પણ વાંચો - Surat : SMC નાં અધિકારીએ મોડી રાતે સર્જ્યો અકસ્માત! લોકોએ પકડ્યો તો પરિવારજનો છોડાવી ગયા!

પરીક્ષામાં અલગ-અલગ રીતે ચોરી કરવાનાં કેસ પ્રમાણે દંડ

પ્રાપ્ત માહિતી અનુસાર, યુનિવર્સિટીની કમિટીએ કરેલ દંડ અને સજામાં 9 વિદ્યાર્થીઓ તો એવા છે કે જેમની ફી રૂ.12,000 અને દંડની રકમ રૂ. 10,000 છે. ઉપરાંત, માઈક્રો ઝેરોક્ષનાં 40 કેસ પાસેથી રૂ. 1 લાખનો દંડ, માઇક્રો ઝેરોક્ષમાંથી લખતા 30 કેસ પાસેથી રૂ. 1.20 લાખનો દંડ, આ સિવાય ડ્રેસ, દુપટ્ટા, હાથ, પગ, પેડ કે હોલ ટિકિટ પર લખાણનાં 30 કેસ પાસેથી રૂ. 75 હજારનો દંડ, મોબાઈલનાં 05 કેસ પાસેથી રૂ. 50 હજારનો દંડ, એક-બીજામાંથી ઉતારો કર્યોનાં 24 કેસમાં રૂ. 24 હજારનો દંડ અને એક જ પરીક્ષામાં બે વખત ગેરરીતીનાં 04 કેસમાં રૂ. 40 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે સાથે રિઝલ્ટ પણ કેન્સલ કરાયું છે. આમ, કુલ 115 વિદ્યાર્થીઓ પાસેથી યુનિવર્સિટીને રૂ. 4,09,000 દંડ પેટે વસૂલ્યા છે.

આ પણ વાંચો - Dev Diwali 2024 : અંબાજી અને શામળાજીમાં ભક્તોનું ઘોડાપુર, કિંજલ દવેએ મા અંબાનાં દર્શન કર્યા

Tags :
Advertisement

.

×