Surat: વરસાદથી કેરીના પાકને નુકશાનીની પણ ભીતિ, 70 થી 80 ટકા કેરીનો પાક ટપોટપ ખરી પડ્યો
- સુરતમાં જામ્યો કમોસમી વરસાદી માહોલ
- ચલથાણ, કડોદરા , જોળવામાં વરસાદી માહોલ
- વીજળીના કડાકા ભડાકા સાથે પવન પણ ફૂંકાયો
- કેરી સહિત ઉનાળુ પાકને લઈને વરસાદથી નુકસાન
ગત રોજ સમગ્ર રાજ્યમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. વાવાઝોડા કેરી પકવતા ખેડૂતોની દશા બગાડી હતી. ખેડૂતોનો 70 થી 80 ટકા કેરીનો પાક ટપોટપ ખરી પડ્યો હતો. સુરતના ઓલપાડ (Surat Olpad rain)ના કઠોદરા ગામે 20 વીધાની આંબાની વાડીમાં કેરી (Mango) ઓ ખરી પડી હતી. 20 વીઘાના ખેતરમાં રાજાપુરી, કેસર, હાફૂસ સહિતનો પાક તૂટી પડ્યો હતો. ખેતર માલિક પોતાના ખેત મજૂરો સાતે ખેતરમાં પહોંચ્યા હતા. ટ્રેક્ટર મારફતે જમીન પર પડી ગયેલ કેરીઓ ખેતરમાંથી બહાર કાઢવામાં આવી હતી. સરકાર ખેડૂતોને આર્થિક મદદ કરે તેવી માંગ ઉઠી છે. વરસેલા કમોસમી વરસાદ (Unseasonal Rains) અને ફૂંકાયેલા પવને ખેડૂતોને રાતા પાણીએ રડાવ્યા હતા. ખેડૂતોના આખા વર્ષના આયોજન પર પાણી ફરી વળ્યું હતું.
મીની વાવાઝોડાએ સર્જી તારાજી
સુરતમાં સોમવારે આવેલા મીની વાવાઝોડાએ ભારે તારાજી સર્જી છે. અડાજણ સ્થિત હનીપાર્ક રોડ પર તારાજી સર્જાઈ હતી. ભારે પવન સાથે આવેલા મીની વાવાઝોડાના કારણે ભારે સોલાર પેનલ ઉડી અન્ય ઈમારત પર પડી હતી. રાત્રિના બે વાગ્યાના સમયે ભારે પવનની સાથે વરસાદ વચ્ચે ઘટના બની હતી. ધડામ દઈને અવાજ આવતા જ લોકો ઘરોની બહાર દોડી આવ્યા હતા. સમગ્ર ઘટનાના લાઈવ સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા. ફૂટેજમાં મીની વાવાઝોડાની ઘટના સામે આવી હતી. લોકોનાં ઘરો અને ફોર વ્હીલ કારને કારણે ભારે નુકસાન ભોગવવાનો વારો આવ્યો હતો. લોકોએ ઘર પાસે પાર્ક કરેલા વાહનોના કાચ તૂટ્યા હતા. તેમજ કેટલાક વાહનો વૃક્ષ નીચે દબાઈ જતા ભારે નુકસાન થવા પામ્યું હતું. કુદરતી આફત સામે લોકો લાચાર બન્યા હતા.
Gujarat Heavy Unseasonal Rain : Dahod માં પ્રચંડ વાવાઝોડાની વિનાશક અસર | Gujarat First
- દાહોદ જિલ્લામાં પ્રચંડ વાવાઝોડાની વિનાશક અસર
- 8 ગામોમાં 15થી વધુ સ્થળે ઘરોમાં આગ લાગતા ભારે તારાજી
સર્જાઈ
- કેટલીક જગ્યાએ શેડ ઉડ્યા, સંખ્યાબંધ વૃક્ષો ધરાશાયી
- વીજ કેબલો તૂટી જતા મોટા… pic.twitter.com/JsapsDk5mf— Gujarat First (@GujaratFirst) May 6, 2025
આ પણ વાંચોઃ Gujarat Rain: હવામાન વિભાગે કરા તેમજ ગાજવીજ સાથે કરી વરસાદની આગાહી
ખેડૂતોના પાકની નુકશાનીની પણ ભીતિ
સુરતના વાતાવરણમાં ગત રોજ અચાનક પલટો આવ્યો હતો. ગત રોજ મોડી રાત્રે શહેરમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. મોડી રાત્રે અચાનક શહેરમાં વરસાદ તૂટી પડ્યો હતો. શહેરના જુદા જુદા વિસ્તારોમાં વરસાદની હેલી જોવા મળી હતી. અનેક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડ્યો હતો. ભારે પવનની સાથે વરસાદ રહેતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. ઠંડક પ્રસરતા લોકોએ અસહ્ય ઉકાળાથી રાહત મેળવી હતી. ભારે પવનનાં કારણે ખેડૂતોને પાક નુકસાનીની ભીતિ પણ સેવાઈ રહી છે.
આ પણ વાંચોઃ Gujarat Rain: ચોટીલામાં કરા સાથે ધોધમાર વરસાદ, ખેડૂતોનો જીવ તાળવે ચોંટ્યો