Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat: સ્વામીનારાયણ સંપ્રદાયના સ્વામીનો વિરોધ, બેનર પર બ્લેક સ્પ્રે મારી રોષ વ્યક્ત કર્યો

સુરત ખાતે વડતાલ સ્વામિનારાયણનાં સ્વામીજીની કથાનો સંગઠન દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. વિરોધને પગલે આયોજકો મૂંઝવણમાં મૂકાઈ જવા પામ્યા છે.
surat  સ્વામીનારાયણ સંપ્રદાયના સ્વામીનો વિરોધ  બેનર પર બ્લેક સ્પ્રે મારી રોષ વ્યક્ત કર્યો
Advertisement
  • સુરત ખાતે વડતાલ સ્વામિનારાયણનાં સ્વામીજીનો વિરોધ
  • તા. 2 થી 8 એપ્રિલ દરમ્યાન કરાયું હતું કથાનું આયોજન
  • સ્વામીજીનાં બેનર પર બ્લેક સ્પ્રે મારી વિરોધ કરવામાં આવ્યો

સ્વામીનારાયણ સંપ્રદાય દ્વારા પુસ્તકમાં દ્વારકાધીશ ભગવાન સામે કરેલ વિવાદિત ટિપ્પણીને લઈ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સુરતમાં પૂણા સીમારાડ બીઆરટીએસ રોડ પાસે સ્વામિનારાયણનાં સ્વામીજીની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. કથા પહેલા જ સ્વામીનો જબરજસ્ત વિરોધ કરવામાં આવ્યો હતો.

Advertisement

વિરોધને લઈ આયોજકો મૂંઝવણમાં

સુરતનાં પૂણા સીમાડા લોયાધામ નજીક વડતાલ સ્વામિનારાયણનાં ઘનશ્યામ પ્રકાશદાસજી સ્વામીની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. તા. 2 થી 8 એપ્રિલ દરમ્યાન કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. કથા પહેલા જ સ્વામીજીની કથાનો વિરોધ થતા કથા આયોજકો મૂંઝવણમાં મૂકાઈ જવા પામ્યા હતા.

Advertisement

બેનર પર બ્લેક સ્પ્રે મારી વિરોધ

સ્વામિનારાયણ સિદ્ધાંત હિત રક્ષક સમિતિ દ્વારા સ્વામીજીની કથાનાં લગાવવામાં આવેલ બેનર પર કાળો સ્પ્રે મારી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. તા. 2 થી 8 એપ્રિલ દરમ્યાન યોજાનાર કાર્યક્રમની તૈયારીઓ પુરજોશમાં શરૂ કરી દેવામાં આવી હતી. સ્વામીજીનો વિરોધ થતા આયોજકો મૂંઝવણમાં મૂકાઈ જવા પામ્યા છે.

હિન્દુ સંગઠનોએ રેલી યોજી આવેદનપત્ર આપ્યું

અત્રે ઉલ્લેખનીય છે કે, દ્વારકાધીશ ભગવાન પર સ્વામીનારાયણ સંપ્રદાય બહાર પાડેલ પુસ્તકમાં વિવાદિત ટિપ્પણી કરવામાં આવી છે. જેને લઈ સાધુ, સંતો તેમજ હિન્દુ સંગઠનોમાં રોષ જોવા મળી રહ્યો છે. દ્વારકા ખાતે દ્વારકાધીશ મંદિરનાં પુજારી તેમજ સમસ્ત ગુંગળી બ્રાહ્મણ 505 અને હિન્દુ સંગઠનોએ વિશાળ રેલી યોજી હતી. ભગવાન દ્વારકાધીશનાં મંદિરેથી નીકળેલી રેલી વિવિધ સૂત્રોચ્ચાર સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પ્રાંત કચેરી પહોંચી હતી. જ્યાં પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપી માંગ કરવામાં આવી હતી કે, સાત દિવસમાં આવા વિવાદિત પુસ્તકની હોળી કરવામાં નહી આવે અને દ્વારકા ખાતે આવી દ્વારકાધીશ મંદિરમાં ગુગળી બ્રાહ્મણ સમાજની માફી માંગવામાં નહી આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

આ પણ વાંચોઃ Valsad : પારડી પોલીસની કસ્ટડીમાં આરોપીનું 'હાસ્ય', સમજદાર કો ઇશારા કાફી હૈ !

પુસ્તકમાં શું ઉલ્લેખ કરવામાં આવ્યો

પુસ્તકમાં લખવામાં આવ્યું છે કે, 'સ્વામી! મારા કુટુંબીઓ કુસંગી ચે અને દ્વારિકાની યાત્રાએ જવાનું કહે છે તેનું મારે કેમ કરવું? ત્યાં મને ભગવાન દર્શન આપશે? ત્યારે સદગુરૂ ગોપાળાનંદ સ્વામીએ કહ્યું, 'ત્યાં તો ભગવાન ક્યાંથી હોય? જો તમારે પ્રત્યક્ષ ભગવાનનાં દર્શન કરવા હોય તો વડતાલ જાઓ. ત્યાં સ્વામીનારાયણ ભગવાન તમારા મનોરથ પૂર્ણ કરશે.' સ્વામીની અનુમતિ લઈ આબાસાહેબ નીકળ્યા તો ખરા પણ સગાવહાલા જે કુસંગી હતા તેમણે દ્વારિકા જવા માટે ખૂબ ટંટો કરી આગ્રહ કર્યો. છેવટે તેમણે દ્વારિકા તરફ પ્રયાણ કર્યું.

આ પણ વાંચોઃ Dwarka : સ્વામિનાયારણ પુસ્તક વિવાદ, ગુંગળી બ્રહ્મ સમાજે આવેદનપત્ર પાઠવી રોષ ઠાલવ્યો

Tags :
Advertisement

.

×