ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Surat: MLA કુમાર કાનાણીને કેમ લખવો પડ્યો મેયરને પત્ર?, જાણો શું કરી રજૂઆત!

MLA કુમાર કાનાણીએ સુરતના મેયરને પત્ર લખીને વરાછાના ટ્રાફિક મુદ્દે તાત્કાલિક રાહત આપવા રજૂઆત કરી છે. તેમણે પાલિકા-પોલીસની કામગીરીને બિરદાવી, પણ સાથે જ જણાવ્યું કે દબાણ હટાવતી વખતે ગરીબ અને નાના ઓટલા પર ધંધો કરતા લોકોને ખોટી હેરાનગતિ ન થાય. માનવતા જાળવીને કામગીરી કરવા અને બિનજરૂરી અત્યાચાર ન કરવા તેમણે ભારપૂર્વક માંગ કરી છે. (આશરે 55 શબ્દો)
03:23 PM Dec 06, 2025 IST | Mahesh OD
MLA કુમાર કાનાણીએ સુરતના મેયરને પત્ર લખીને વરાછાના ટ્રાફિક મુદ્દે તાત્કાલિક રાહત આપવા રજૂઆત કરી છે. તેમણે પાલિકા-પોલીસની કામગીરીને બિરદાવી, પણ સાથે જ જણાવ્યું કે દબાણ હટાવતી વખતે ગરીબ અને નાના ઓટલા પર ધંધો કરતા લોકોને ખોટી હેરાનગતિ ન થાય. માનવતા જાળવીને કામગીરી કરવા અને બિનજરૂરી અત્યાચાર ન કરવા તેમણે ભારપૂર્વક માંગ કરી છે. (આશરે 55 શબ્દો)
kumar_kanani_letter_gujarat_first
Surat:સમસ્યાઓને લઈ વારંવાર રજૂઆત કરવા બદલ વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણી(MLA Kumar Kanani) ચર્ચામાં રહે છે. ત્યારે તેમણે હવે સુરતના વરાછામાં ટ્રાફિક સમસ્યા દૂર કરવા માટે મેયરને  પત્ર લખીને રજૂઆત કરી છે. આ પત્રમાં તેમણે વરાછા વિસ્તારમાં ટ્રાફિક(Traffic) હળવો કરવા માટે પોલીસ અને સુરત મહાનગર પાલિકા (SMC) દ્વારા થઈ રહેલી કામગીરીને બિરદાવી હતી, પરંતુ સાથે જ તેમણે આ કામગીરી દરમિયાન નાગરિકોને થતી ખોટી હેરાનગતિ પર ધ્યાન દોર્યું હતું.

'લોકો હેરાન થાય છે'

ધારાસભ્ય કુમાર કાનાણીનું માનવું છે કે શહેરના ટ્રાફિકને સુચારુ બનાવવા માટે દબાણ હટાવવાની ઝુંબેશ જરૂરી છે. જોકે, તેમણે આ કામગીરીમાં 'માનવતા' અને 'સંવેદનશીલતા' જાળવવા પર ભાર મૂક્યો હતો. જ્યારે પણ પોલીસ અને પાલિકા દ્વારા દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવે છે, ત્યારે કેટલાક લોકો હેરાન પરેશાન થાય છે. આ કામગીરી દરમિયાન પાલિકાના કર્મચારીઓ ક્યારેક 'માનવતા નેવે મૂકી હોય' તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે, જે ગરીબ અને નાના ધંધાર્થીઓ માટે આઘાતજનક હોય છે.

'નાના વેપારીઓને ખોટી રીતે હેરાનગતિ ન થાય'

MLA કુમાર કાનાણીએ મેયરને સ્પષ્ટ રજૂઆત કરી હતી કે, દબાણ હટાવવાની કામગીરીમાં એ વાતનું ધ્યાન રાખવું જરૂરી છે કે, રસ્તા પર અવરોધરૂપ ન હોય તેવા લોકોને ખોટી રીતે હેરાનગતિ ન થાય. ખાસ કરીને 'જે જરૂરી ના હોય પોતાની જગ્યા-ઓટલા પર બેસીને ધંધો કરતા હોય' તેવા લોકો પર દમન ન થાય તેની તકેદારી રાખવી જોઈએ. આવા નાના વેપારીઓ કે જેઓ પોતાના ઓટલા પર બેસીને રોજગારી મેળવે છે, તેમને ટ્રાફિકની સમસ્યા માટે જવાબદાર ગણીને હેરાન કરવા યોગ્ય નથી.

આ પણ વાંચોઃSurat: સદવિચાર હોસ્પિટલની ગંભીર બેદરકારીના કારણે પ્રસૂતાનો જીવ ગયો!

આ પણ વાંચોઃ Chhota Udepur: મૃતદેહને અગ્નિદાહ ક્યાં આપવો?, છોટાઉદેપુરના બોપા ગામમાં સ્મશાનનો વિવાદ, જાણો

Tags :
Gujarat FirstKumar KananiletterSurat Varachna MLATraffic problem
Next Article