Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

અમદાવાદ પછી Surat પોલીસ કર્મીઓની દાદાગીરીનો વીડિયો વાયરલ, દુકાનદારને માર્યો માર

Surat : અમદાવાદ પાલડી વિસ્તારમાં પોલીસ દ્વારા મહિલાને માર મારવાનો વીડિયો વાયરલ થયા પછી વધુ એક વીડિયો વાયરલ થયો છે. વડોદરા શહેરના પોષ વિસ્તારમાં એક દુકાનદાર અને તેના કર્મચારી સાથે પોલીસ કર્મીઓએ દાદાગીરી કરીને માર માર્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ ઘટના લગભગ 2 દિવસ જૂની છે, જેમાં પોલીસ જવાનો દુકાનદારને માર મારતા કેદ થયા છે.
અમદાવાદ પછી surat પોલીસ કર્મીઓની દાદાગીરીનો વીડિયો વાયરલ  દુકાનદારને માર્યો માર
Advertisement
  • Surat : પોલીસની દાદાગીરી વાયરલ : દુકાનદારને માર મારવાનો વીડિયો, ACPએ આપ્યા તપાસના આદેશ
  • રાત્રે 12 વાગ્યે દુકાન ખુલ્લી રાખવાના મુદ્દે મારામારી : સુરત પોલીસ પર આક્ષેપ, વીડિયો વાયરલ
  • સુરત પોષ વિસ્તારનો પોલીસ જવાનોનો વીડિયો વાયરલ : દુકાનદાર સાથે મારપીટના આરોપ
  • પોલીસ કર્મીઓએ દુકાનદારને માર્યો માર : વાયરલ વીડિયોમાં કેદ ઘટના, તપાસ શરૂ
  • સુરતમાં ખાખીનો રોફ? : દુકાન ખુલ્લી રાખવા પર માર માર્યાનો વીડિયો વાયરલ, ACPનું નિવેદન

Surat : અમદાવાદ પાલડી વિસ્તારમાં પોલીસ દ્વારા મહિલાને માર મારવાનો વીડિયો વાયરલ થયા પછી વધુ એક વીડિયો વાયરલ થયો છે. વડોદરા શહેરના પોષ વિસ્તારમાં એક દુકાનદાર અને તેના કર્મચારી સાથે પોલીસ કર્મીઓએ દાદાગીરી કરીને માર માર્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ ઘટના લગભગ 2 દિવસ જૂની છે, જેમાં પોલીસ જવાનો દુકાનદારને માર મારતા કેદ થયા છે.

Surat દુકાનદાર અને તેના કર્મચારીને પોલીસકર્મીએ માર્યો માર

ઘટનાની વિગતો અનુસાર, રાત્રે 12 વાગ્યા આસપાસ દુકાન ખુલ્લી રાખવાના મુદ્દે પોલીસ અને દુકાનદાર વચ્ચે બોલાચાલી થઈ હતી. આ બોલાચાલી માથાકૂટમાં ફેરવાઈ અને પોલીસ કર્મીઓએ દુકાનદાર તેમજ તેના કર્મચારીને માર માર્યો હોવાનો આરોપ છે. વીડિયોમાં પોલીસ જવાનોની આ કાર્યવાહી સ્પષ્ટ દેખાઈ રહી છે, જેના કારણે પોલીસ વિભાગની કામગીરી પર સવાલો ઊઠ્યા છે.

Advertisement

સમગ્ર મામલે ACP દ્વારા તપાસના આદેશ આપ્યા

વાયરલ વીડિયોને પગલે ACP આર.વી. મલ્હોત્રાએ તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે. ACPએ જણાવ્યું કે, "તપાસ પૂર્ણ થયા બાદ જો કસૂરવાર જણાશે તો તેમની સામે કડક પગલાં લેવામાં આવશે." આ મામલે વધુ તપાસ ચાલુ છે અને વીડિયોની સત્યતા તપાસવામાં આવી રહી છે. આવી ઘટનાઓ પોલીસ વિભાગની છબીને અસર કરે છે અને નાગરિકોમાં રોષ ફેલાવે છે. પોલીસે કાયદાનું પાલન કરાવવા માટે સતર્કતા અને સંયમ જાળવવો જરૂરી છે.

Advertisement

અમદાવાદ પાલડી વિસ્તારમાં મહિલા સાથે પોલીસ હેડકોન્સ્ટેબલ દ્વારા કરેલી મારામારી અંગે પણ ઉચ્ચ અધિકારીઓએ નોંધ લઈને તપાસ આરંભી છે. જણાવી દઈએ કે, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ટૂંક સમય પહેલા જ પોલીસને ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવા માટે ખુલ્લૌ દૌર આપતું નિવેદન આપ્યું છે, પરંતુ સાથે-સાથે જનતા સાથે મિત્રતાપૂર્ણ વ્યવહાર કરવાનો પણ સંદેશ આપી દીધો છે. તેથી જનતા સાથે ખરાબ વર્તન કરનારા પોલીસ કર્મચારીઓને પણ દંડવામાં આવી શકે છે.

આ પણ વાંચો- Dahod : ફૂડ વિભાગનું સરપ્રાઇઝ ચેકિંગ, ભેળસેળયુક્ત વસ્તુઓનું વેચાણ કરતા વેપારીઓમાં ફફડાટ!

Tags :
Advertisement

.

×