SURAT : VNSGUની પરીક્ષમાં બોલપેને 'કાપલી' ની ગરજ સારી
- પરીક્ષામાં ચોરી કરવાનો ચકરાવે ચઢાવી દે તેવો કિસ્સો
- પેન પર પેન્સિલથી જવાબો લખીને આવ્યા વિદ્યાર્થીઓ
- ફ્લાઇંગ સ્કવોર્ડની નજરથી બચી ના શકાયું
- વિદ્યાર્થીઓને શૂન્ય માર્ક્સ સાથે દંડ ફટકારાયો
SURAT : સુરતની જાણીતી વિર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી (VNSGU - SURAT) માં પરીક્ષામાં ચોરી કરવાની ચોંકાવનારી (EXAM COPY CASE) તરકીબ સામે આવી છે. વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષાનું પેપર લખવા માટેની બોલપેન પર પેન્સિલથી જવાબો લખીને લાવવામાં આવ્યા હોવાનું ઝડપાયું છે. ફ્લાઇંગ સ્ક્વોર્ડની ટીમ દ્વારા ગણતરીના સમયમાં જ આ ચાલાકી પકડી પાડવામાં આવી છે. અને આ મામલાની ઇન્કવાયરી માટે સમિટીની રચના કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. જે બાદ આ મામલે કડક હાથે કાર્યવાહી કરવામાં આવી છે. બીજી તરફ આ પ્રકારે તરકીબો વાપરીને પરીક્ષામાં ચોરી રોકવા માટે કડક હાથે ચેકિંગની સુચના આપવામાં આવી છે.
પ્રાથમિક દ્રષ્ટિએ કોઇને શંકા જાય તેમ ન્હતું
શાળા હોય કે કોલેજ, પરીક્ષામાં ચોરી કરવા માટે વિદ્યાર્થીઓ અવનવા ઉપાયો અજમાવતા હોય છે. જો કે, આ બધી હોંશિયારી લાંબો સમય ચાલતી નથી. સુરતની વિર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષામાં વિચારતા કરી દે તેવો ચોરીનો કરવાનો કિસ્સો પકડાયો છે. વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષાના પેપર લખવા માટે ઉપયોગમાં લેવાતી બોલપેન પર પેન્સિલથી જવાબો લખીને લાવવામાં આવ્યા હતા. પેન-પેન્સિલ પરીક્ષા માટે જરૂરી હોવાથી પ્રાથમિક દ્રષ્ટિએ તેના પર કોઇને શંકા જાય તેમ ન્હતું.
સંબંધિત વિષયમાં શૂન્ય માર્ક્સ આપવામાં આવ્યા
જો કે, ફ્લાઇંગ સ્કવોર્ડની ચકોર નજરથી આ ચોરીનો પ્રયાસ બચી શક્યો ન્હતો. ફ્લાઇંગ સ્કવોર્ડે આ પ્રકારે તરકીબ અજમાવીને પરીક્ષામાં ચોરી કરતા ત્રણ વિદ્યાર્થીઓને દબોચી લીધા હતા. આ વિદ્યાર્થીઓ જવાબ લખાઇ ગયા બાદ તેને પેન પરથી ભૂંસી નાંખતા હતા. આ મામલે બાદમાં તપાસ માટે કમિટીની રચના કરવામાં આવી હતી. અંતે ત્રણેય વિદ્યાર્થીઓને સંબંધિત વિષયમાં શૂન્ય માર્ક્સ આપવામાં આવ્યા છે. એટલું જ નહિં વિદ્યાર્થીઓએ રૂ. 2,500 નો દંડ પણ ભરપાઇ કરવો પડશે. આ સાથે જ આ પ્રકારની ઘટનાનું ફરી વખત પુનરાવર્તન ના થાય તે માટે કડકમાં કડક હાથે ચેકિંગ કરવાની સૂચનાઓ આપી દેવામાં આવી છે.
આ પણ વાંચો --- RAJKOT : મોડેલ સગીરા પર બેભાન કરી દુષ્કર્મ, રીબડાના યુવક સામે આરોપ