Surat : રાવણ દહન કાર્યક્રમમાં આ શું બોલી ગયા મેયર ? જાહેરમાં લપસી જીભ, Video થયો વાઇરલ
- Surat નાં મેયરે રાવણ દહન દરમિયાન ભાંગરો વાટ્યો
- લિંબાયતમાં ભાષણમાં મેયર દક્ષેશ માવાણીની જીભ લપસી
- સત્ય પર અસત્યની જીત એટલે દશેરા તેવું કહી કર્યું સંબોધન
- સ્ટેજ પર બેસેલા મહાનુભાવોએ મેયરને આ બાબતે કરી ટકોર
સુરતમાં (Surat) ગઈકાલે યોજાયેલા રાવણ દહનનાં કાર્યક્રમમાં મેયરે જોરદાર ભાંગરો વાટ્યો હતો. પોતાનાં ભાષણ દરમિયાન મેયર દક્ષેશ માવાણીની જીભ લપસી હતી. તેમણે કહ્યું કે, 'સત્ય પર અસત્યની જીત એટલે દશેરા...' મેયરનાં સંબોધનનો આ વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર વાઇરલ થતાં લોકો અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.
આ પણ વાંચો - Mehsana : ભેખડ ધસી પડવાની દુર્ઘટનામાં બચી ગયેલા શ્રમિકે કોન્ટ્રાક્ટર, એન્જિ. સહિત 3 સામે કરી ફરિયાદ
લિંબાયતમાં ભાષણમાં મેયર દક્ષેશ માવાણીની જીભ લપસી
સુરતનાં (Surat) લિંબાયત વિસ્તારમાં ગઈકાલે રાવણ દહન કાર્યક્રમનું (Ravan Dahan) આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મેયર દક્ષેશ માવાણીએ ( Mayor Dakshesh Mavani) હાજરી આપી હતી. દરમિયાન, તેમણે લોકોને સંબોધિત કરતા ભાંગરો વાટ્યો હતો, જેનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થયો છે. આ વાઇરલ વીડિયોમાં મેયર દક્ષેશ માવાણી કહેતા સંભળાય છે કે, 'સત્ય પર અસત્યની જીત એટલે દશેરા...'.
Surat: Ravan દહન દરમિયાન ભાષણમાં Mayor ની જીભ લપસી | Gujarat First
-મેયર દક્ષેશ માવાણીએ ભાંગરો વાટિયો
-સત્ય પર અસત્યની જીત એટલે દશેરા તેવું કહી સંબોધન કર્યું
-સ્ટેજ પર બેસેલા મહાનુભાવોએ મેયરને આ બાબતે ટકોર કરી
-સત્ય પર અસત્યની જીતના બદલે મેયર બોલ્યા અસત્ય પર સત્યની જીત
-મેયરના આ… pic.twitter.com/9xpzjO2D0p— Gujarat First (@GujaratFirst) October 13, 2024
આ પણ વાંચો - Gujarat Election : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગે મોટા સમાચાર, આ મહિનામાં થશે મતદાન!
સત્ય પર અસત્યની જીત એટલે દશેરા... : મેયર
જાહેરમાં મેયર દક્ષેશ માવાણીની જીભ લપસી હતી. જો કે, સ્ટેજ પર હાજર અન્ય મહાનુભાવોએ મેયરને આ બાબતે ટકોર પણ કરી હતી. ત્યાર બાદ મેયરે કહ્યું કે, સાહેબ ભૂલ થઈ ગઈ... મેયર દક્ષેશ માવાણીની સ્પીચનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થયો છે. આ વીડિયો જોઈ લોકો અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.
આ પણ વાંચો - Surat : આજે જનભાગીદારીથી 'જલ સંચય' મહાઅભિયાનની થશે શરૂઆત, CR પાટીલ રહેશે ઉપસ્થિત