સુરત;વેવાઈનું મોત થતા અંતિમ વિધિમાં આવેલી વેવાણનું પણ મોત
ગુજરાતમાં હાર્ટ એટેકને લઈને મોતની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ક્યારેક રમતાં રમતાં તો ક્યારેક બેઠા બેઠા પણ માણસોને હાર્ટ એટેક આવ્યા હોય તેવા બનાવો સામે આવી રહ્યાં છે. ત્યારે સુરતમાં એક ગજબની ઘટના પ્રકાશમાં આવી છે. વેવાઈનું હાર્ટ એટેકથી મોત થતાં તેમના મૃતદેહને જોઈને વેવાણને પણ હાર્ટ એટેક આવ્યો હતો અને બંનેના મોત નિપજ્યાં હતાં.
મળતી માહિતી મુજબ સુરતના પાંડેસરા પીયુષ પોઈન્ટ પાસે રહેતા નરેશભાઈભાઈ આજે સવારે ઉઠીને પેપર લેવા ગયા હતા અને ત્યારબાદ ઘરે આવીને ચા નાસ્તો કર્યો હતો. ત્યારબાદ તેઓની તબિયત લથડી હતી જેથી તેઓને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ લઇ ગયા હતા જ્યાં ફરજ પરના તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા
વેવણ આશાબેન પણ ત્યાં એકાએક ઢળી પડ્યા હતા
બીજી તરફ નરેશભાઈનું મોત થતા પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો. નરેશભાઈની અંતિમ વિધિમાં તેઓની વેવણ આશાબેન કે જેઓની ઉમર આશરે 50 વર્ષ છે તેઓ આવ્યા હતા દરમ્યાન વેવણ આશાબેન પણ ત્યાં એકાએક ઢળી પડ્યા હતા. અને તેઓને પણ હોસ્પિટલ લઇ જવાતા તેઓનું પણ મોત થયું હતું. આ ઘટનામાં વેવાઈ-વેવણનું હાર્ટ એટેકથી મોત થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
સબંધીઓએ જણાવ્યું હતું નરેશભાઈ પેપર લેવા માટે બહાર ગયા હતા અને ઘરે આવ્યા બાદ નાસ્તો કર્યો હતો અને ત્યારબાદ તેઓની તબિયત લથડી હતી જેથી અમે તેઓને સારવાર અર્થે હોસ્પિટલ લઇ ગયા હતા જ્યાં તેઓનું મોત થયું હતું. બીજી તરફ તેઓની અંતિમવિધિમાં તેમની દીકરીના સાસુ એટલે કે વેવણ આવી હતી અને તેઓ પણ થોડી જ વાર બેભાન થઈને ઢળી પડ્યા હતા અને તેઓને પણ એટેક જ આવ્યો હોવાથી મોત થયું છે
વેવાઈ વેવણના મોત થતા ચકચાર મચી
મહત્વનું છે કે રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી યુવાનોને હાર્ટ એટેકથી મોત થતા હોવાના સમાચારો સામે આવી રહ્યા છે. ક્રિકેટ રમતી વેળાએ, રસ્તા પર ચાલતી વેળાએ,જીમ, યોગા કરતી વેળાએ યુવાનોના મોત થયા હોવાના અહેવાલો સામે આવી ચુક્યા છે ત્યારે સુરતમાં વેવાઈ વેવણના મોત થતા ચકચાર મચી જવા પામી હતી
આ પણ વાંચો- ઇસુદાન ગઢવી સામે FIR થતાં ગોપાલ ઇટલીયાએ ભાજપ પર કર્યા પ્રહાર, જુઓ VIDEO
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ


