Surat : અમદાવાદ પ્લેન દુર્ઘટના મામલો, સુરતની મહિલાએ પ્લેનમાં ક્ષતિ હોવાનો કર્યો દાવો
- અમદાવાદ પ્લેન દુર્ઘટના મામલો
- સુરતની મહિલાએ પ્લેનમાં ક્ષતિ હોવાનો કર્યો દાવો
- પ્લેન ટેક ઓફ થયું ત્યારે એસી બંધ હતું
- પ્લેન લેન્ડ થયું ત્યારે કંઈક અવાજ આવી રહ્યો હતો
અમદાવાદમાં ગત રોજ એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ થયું હતું. જેમાં કુલ 265 જેટલા લોકોએ જીવ ગુમાવવો પડ્યો છે. અમદાવાદ પ્લેન દુર્ઘટમા મામલે સ્થાનમાં રહેતી મહિલિ હિના કાલરીયાએ મોટો દાવો કર્યો છે. જે પ્લેનમાં દુર્ઘટના બની તે જ પ્લેનમાં તેઓ અમદાવાદ આવ્યા હતા. લંડનથી અમદાવાદ આવેલી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં નાની ક્ષતિઓ હોવાનો દાવો કર્યો હતો.
પ્લેન લેન્ડ થતી વેળાએ કંઈક અવાજ આવી રહ્યો હતોઃ હીનાબેન કાલરીયા
તેમજ મહિલાના જણાવ્યા અનુસાર, પ્લેન ટેક ઓફ થયું ત્યારે એસી બંધ હતું. તેમજ પ્લેનમાં ડિસ્પ્લે પણ તમામ બંધ હતી. ડિસ્પ્લેમાં પિક્ચર જોવા એર હોસ્ટેસને રજૂઆત કરી હતી. તેમજ એર હોસ્ટેસ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ડિસ્પ્લેને અડશો નહી બંધ છે. તેમજ તમારા મોબાઈલનો ઉપયોગ કરો. તેમજ પ્લેન લેન્ડ થતી વેળાએ પણ કંઈક અવાજ આવી રહ્યો હતો. કદાચ ટેકનિકલ ખામી હોઈ શકે છે. જે ઘટના બની તે ખૂબ જ દુઃખદ ઘટના છે.
કંઈક અવાજ આવતો હોય એવો મને અહેસાસ થતો
એર ઈન્ડિયાની લંડનથી અમદાવાદ આવનાર હીનાબેન કાલરીયાએ કહ્યું હતું કે, લંડનથી 10.30 કલાકે ફ્લાઈટ ઉપડી હતી અને 11.48 કલાકે હું ફ્લાઈટમાંથી નીચે ઉતરી હતી. ત્યારે એવું મને થોડુક લાગતું હતું કે ક્યાંક મને બીક લાગે છે. કંઈક અવાજ આવતો હોય એવો મને અહેસાસ થતો હતો. કંઈ ટેકનિકલ ખામી પણ હોઈ શકે છે. કુદરતી આફત છે ગમે ત્યારે આપણી ગાડીમાં પણ એક્સીડન્ટ થાય છે તો કંઈ પણ થઈ શકે છે.
ડિસ્પ્લેને ટચ ન કરતા તેમ એર હોસ્ટેસે કહ્યું
મારી ફ્લાઈટ સવા આઠ વાગ્યાની હતી પરંતુ લેટ થતા 10.30 વાગ્યે હું ત્યાંથી બેઠી હતી. ફ્લાઈટ જ્યારે ચાલુ થઈ ત્યારે એસી બંધ હતું. જે બાબતે મે એરહોસ્ટેસને કહ્યું હતું કે એસી બંધ છે મને ગરમી થાય છે. લંડનથી અમદાવાદ આવ્યા ત્યાં સુધી ડિસ્પ્લે બંધ હતા. મે એર હોસ્ટેસને જણાવ્યું હતું કે મારે પિક્ચર જોવું છે ડિસ્પ્લે બંધ છે ત્યારે એર હોસ્ટેસે કહ્યું હતું કે ત્યાં ટચ ન કરતા ડીસ્પ્લે બધાના બંધ છે. તમારે કંઈ એન્જોય કરવો હોય તો તમારા મોબાઈલમાં કરી શકો છો.
આ પણ વાંચોઃ Ahmedabad Plane Crash : અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ક્રૂ નગંતોઈ શર્માનું મોત
આ ઘટના ખૂબ જ દુઃખદ
કંઈક તો ખામી હોય તો જ આટલી મોટી ઘટના બની શકે. અમે જ્યારે લંડનથી અમદાવાદ આવ્યા ત્યારે આસાનીથી પહોંચી ગયા હતા. એ રન પણ લાંબો હતો. અમદાવાદથી ટેક ઓફની થોડી જ મિનિટોમાં આટલી મોટી દુર્ઘટના થઈ છે. કંઈ ટેકનિકલ ખામી હોય અથવા તો પણ આ ખૂબ જ દુઃખદ ઘટના છે.
આ પણ વાંચોઃ Ahmedabad Plane Crash: વિમાન દુર્ઘટના સ્થળે એક નહીં પણ બે ચમત્કાર... આગના ગોળા વચ્ચે પણ ભગવદ ગીતા બચી ગઈ