Surendranagar : આરોપીએ છરી વડે હુમલો કર્યો, પોલીસે સ્વબચાવમાં પગમાં ગોળી ધરબી
- હવે Surendranagar નાં લીંબડીનાં શિયાણી ગામે પોલીસનું ફાયરિંગ
- પોલીસ પર હુમલો કરવાનો પ્રયાસ કરનારા આરોપી પર ફાયરિંગ
- રિ-કન્સ્ટ્રક્શન સમયે આરોપીએ છરી વડે કર્યો હુમલો
- PSI વી.એમ. કોડિયાતરે સ્વબચાવમાં આરોપી પર કર્યું ફાયરિંગ
- પગમાં ગોળી વાગતા આરોપીને સારવાર અર્થે ખસેડાયો
Surendranagar : રાજ્યમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગ (Gujarat Police) ખૂબ સતર્ક છે. કાયદો હાથમાં લેનારાઓને પોલીસનો સાફ સંદેશ છે અને તેનું ઉદાહરણ સુરેન્દ્રનગરનાં લીંબડીનાં શિયાણી ગામેથી સામે આવ્યું છે. પોલીસ પર હુમલો કરી ભાગવાનો પ્રયાસ કરતા વધુ એક આરોપીને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું છે. ગુનાહિત ઘટનાનાં રિ-કન્સ્ટ્રક્શન સમયે આરોપીએ પોલીસ ટીમ પર છરી વડે હુમલો કર્યો હતો. ત્યારે સ્વબચાવમાં પોલીસે આરોપીનાં પગ પર ફાયરિંગ કર્યું હતું. આ ઘટનામાં આરોપી અને એક પોલીસકર્મી ઇજાગ્રસ્ત થયા છે. પોલીસે આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો - Rajkot: 'તમારા દિકરાને DSP ની પરિક્ષામાં પાસ કરાવી દઈશ', નકલી IPS નીકળ્યો ફિલ્મ પ્રોડ્યુસર!
સુરેન્દ્રનગરના લીંબડીના શિયાણી ગામે પોલીસનું ફાયરિંગ
પોલીસ પર હુમલો કરવાનો પ્રયાસ કરનારા આરોપી પર ફાયરિંગ
રિ-કન્સ્ટ્રક્શન સમયે આરોપીએ છરી વડે કર્યો હુમલો#Gujarat #Surendranagar #GujaratPolice #PoliceFiring #Limbdi #PoliceAction #LawEnforcement #PoliceAttack #GujaratFirst pic.twitter.com/HAMJcssBJf— Gujarat First (@GujaratFirst) December 30, 2025
Surendranagar નાં શિયાણી ગામે આરોપીનો પોલીસ પર હુમલો
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના (Limbdi) શિયાણી ગામે આરોપી દ્વારા પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો. મારામારી તેમજ તડીપારના ગુન્હાના આરોપી દેવરાજ ઉર્ફે બુલ બોરાણાને જ્યારે પોલીસ રિ-કન્સ્ટ્રકશનની કામગીરી માટે સાથે લઈ ગઈ ત્યારે આરોપીઓએ પોલીસ પર છરી વડે હુમલો કર્યો હતો અને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આ હુમલામાં પોલીસ કર્મચારીને ઈજાઓ પહોંચી હતી.
આ પણ વાંચો - Marriage Registration Rules: 'ભાગેડું લગ્ન'માં હવે તલાટી સીધી નોંધણી નહીં કરી શકે, શું માતા-પિતાની લેવાશે સંમતિ?
પોલીસે સ્વબચાવમાં આરોપીના પગમાં ગોળી મારી, એક પોલીસજવાન ઘવાયા
દરમિયાન, સ્વબચાવમાં PSI વી.એમ. કોડિયાતરે આરોપી પર ફાયરિંગ કર્યું હતું. આરોપીને પગમાં ગોળી વાગતા ઈજાઓ પહોંચી હતી. પોલીસ (Surendranagar Police) દ્વારા આરોપીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. સાથે જ ઈજાગ્રસ્ત પોલીસ કર્મચારી ધર્મેન્દ્રસિંહ પરમારને પણ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ બનાવને પગલે લીંબડી dysp, પીઆઈ, પીએસઆઈ સહિતનો પોલીસ કાફલો હોસ્પિટલ ખાતે ઉમટી પડયો હતો. નોંધનીય છે કે, આ પહેલા પણ રાજ્યમાં આ પ્રકારની ઘટનાઓ બની ચૂકી છે. જ્યાં આરોપીઓએ પોલીસ પર હુમલો કર્યો હતો અને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, પોલીસ દ્વારા સતર્કતા દાખવી આરોપીઓને કાયદાનું ભાન કરાવ્યું હતું.
ગુનેગારોને બિલકુલ બક્ષવાના મૂડમાં નથી રાજ્ય સરકારhttps://t.co/gTAIX6MfQA હર્ષભાઈએ કહ્યું, "ગુનેગારોના પગ ધ્રુજવા જોઈએ"@sanghaviharsh #Gujarat #HarshSanghavi #GujaratGovernment #LawAndOrder #CrimeControl #GujaratNews #PoliceAction #GujaratFirst pic.twitter.com/bA4F6F1vUG
— Gujarat First (@GujaratFirst) December 30, 2025
આગઉ અમદાવાદ, ગાંધીનગર, રાજકોટમાં પણ બની ચૂકી છે આ પ્રકારની ઘટનાઓ
અગાઉ પણ આ પ્રકારની અનેક ઘટનાઓ આપણી સમક્ષ આવી ચૂકી છે. રાજકોટમાં (Rajkot) બાળકી પર દુષ્કર્મના આરોપીએ ભાગવાની કોશિષ કરી હતી અને પોલીસે તેના પગ પર ફાયરિંગ કરીને તેને ભાગતો અટકાવ્યો હતો. આ પહેલા પણ ગાંધીનગર અને અમદાવાદમાં (Ahmedabad) પોલીસની શ્રેષ્ઠ કામગીરી જોવા મળી હતી. ગાંધીનગરનાં (Gandhinagar) અડાલજ પાસે સાયકો કિલરનું પોલીસે એન્કાઉન્ટર કર્યુ હતુ. તો અમદાવાદમાં પણ દુષ્કર્મનાં આરોપીએ પોલીસ પર હુમલો કરતા પોલીસે ફાયરિંગ કર્યુ હતું. આ ઘટનાઓ દર્શાવે છે કે આરોપીઓ પોતાને ગમે તેટલા ચાલાક અને હોંશિયાર સમજતા હોય, પણ પોલીસ તેમનાથી બે કદમ આગળ છે. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ (Harshabhai Sanghvi) પણ અગાઉ પોલીસને સૂચના આપી હતી કે, એવી કાર્યવાહી કરો કે ગુનેગારોના પગ ધ્રૂજવા જોઈએ.
આ પણ વાંચો - MLA Kirit Patel નો યુ-ટર્ન, હવે દંડક પદેથી રાજીનામું નહી આપે, જાણો તેમને શું કહ્યું?


