Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Surendranagar જિલ્લા પંચાયત અને મનપામાં ભાજપનો ભવ્ય વિજય, 52 માંથી 51 બેઠકો જીતી

સૌરાષ્ટ્રના બે મહત્વના જિલ્લાઓમાં રાજકીય ઉલટફેરના સમાચાર સામે આવ્યા છે. સુરેન્દ્રનગર અને સિહોરમાં જે રીતે જનતાએ એકતરફી મતદાન કરીને વિજય અપાવ્યો છે, તેણે વિપક્ષી છાવણીમાં સન્નાટો ફેલાવી દીધો છે. ખાસ કરીને સુરેન્દ્રનગર મનપાના જે આંકડા બહાર આવ્યા છે તે ચોંકાવનારા છે.
surendranagar જિલ્લા પંચાયત અને મનપામાં ભાજપનો ભવ્ય વિજય  52 માંથી 51 બેઠકો જીતી
Advertisement
  • Surendranagar અને સિહોરમાં ભાજપનો પ્રચંડ વિજય!
  • સુરેન્દ્રનગર મનપાની 52 માંથી 51 બેઠકો પર ભાજપનો ભવ્ય કબ્જો
  • જિલ્લા પંચાયતની 32 માંથી 30 બેઠકો પર કેસરિયો લહેરાયો
  • સિહોર તાલુકા પંચાયતમાં કોંગ્રેસનો રકાસ, ભાજપને 19 બેઠકો
  • તાલુકા પંચાયતની 180 માંથી 142 બેઠકો ભાજપના ફાળે
  • થાન નગરપાલિકાની પેટા ચૂંટણીમાં પણ ભાજપનો વિજયી રથ અવિરત

Gujarat માં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીએ વિજયી કૂચ જાળવી રાખી છે. ખાસ કરીને સુરેન્દ્રનગર (Surendranagar) અને ભાવનગર (Bhavnagar) જિલ્લાના પરિણામોમાં ભાજપનો એકચક્રી શાસન જોવા મળ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લામાં મહાનગરપાલિકાથી લઈને છેવાડાની તાલુકા પંચાયતો સુધી ભગવો લહેરાયો છે.

Advertisement

Surendranagar નો મજબૂત ગઢ

સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. કુલ 52 બેઠકોમાંથી ભાજપે 51 બેઠકો પર ભવ્ય વિજય મેળવીને વિરોધ પક્ષના અસ્તિત્વ સામે સવાલ ઉભા કરી દીધા છે. જિલ્લા પંચાયતની વાત કરીએ તો, 32 માંથી 30 બેઠકો ભાજપના ફાળે ગઈ છે. જ્યારે 10 તાલુકા પંચાયતોની કુલ 180 બેઠકોમાંથી 142 બેઠકો મેળવી ભાજપે જનતાનો વિશ્વાસ જીત્યો છે. જિલ્લાની 4 નગરપાલિકાઓની 112 માંથી 103 બેઠકો પણ ભાજપે અંકે કરી છે. થાન નગરપાલિકાની પેટા ચૂંટણીમાં પણ ભાજપ વિજેતા બન્યું છે. ભાજપના અગ્રણી જગદીશભાઈએ આ વિજય બદલ તમામ ઉમેદવારોને અભિનંદન પાઠવ્યા છે.

Advertisement

સિહોરમાં કોંગ્રેસ પરાસ્ત

બીજી તરફ, ભાવનગર જિલ્લાના સિહોર (Sihor) તાલુકા પંચાયતમાં પણ ભાજપનો દબદબો જોવા મળ્યો છે. અહીં કુલ 22 બેઠકોમાંથી ભાજપે 19 બેઠકો પર જીત મેળવી છે, જ્યારે કોંગ્રેસ માત્ર 3 બેઠકો પર સમેટાઈ ગઈ છે. સિહોર હેઠળ આવતી જિલ્લા પંચાયતની તમામ 5 બેઠકો પર પણ ભાજપના ઉમેદવારો વિજેતા જાહેર થયા છે.

ભાજપની પકડ વધુ મજબૂત બની

આ પરિણામો સ્પષ્ટ કરે છે કે ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં ભાજપની પકડ વધુ મજબૂત બની છે. વિકાસના મુદ્દાઓ અને સંગઠન શક્તિને કારણે વિપક્ષ ફરી એકવાર મેદાન મારવામાં નિષ્ફળ રહ્યો છે. હવે આ વિસ્તારોમાં નવા વહીવટદારો દ્વારા વિકાસના કાર્યોને વેગ આપવામાં આવશે.

આ પણ વાંચો: Surat ના માંડવીમાં ભાજપનો વિજય, આઝાદી પછી પ્રથમવાર કોંગ્રેસના ગઢમાં ગાબડુંઃ કુંવરજી હળપતિ

Tags :
Advertisement

.

×