Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Surendranagar: કૌટુંબિક સંબંધો આડે આવતા પ્રેમી પંખીડાએ ગળે ફાંસો ખાધો!

સુરેન્દ્રનગરના દસાડા તાલુકાના બામણવા ગામે કૌટુંબિક સગા થતા પ્રેમી યુગલે આપઘાત કર્યો છે. 21 વર્ષીય કૃણાલ ઠાકોર અને 19 વર્ષીય જાનકી ઠાકોરે સંબંધોમાં સામાજિક અડચણોને કારણે સીમમાં ગળે ફાંસો ખાધો હતો. પોલીસે મૃતદેહોને પીએમ માટે ખસેડી તપાસ હાથ ધરી છે, જેનાથી ગામમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે.
surendranagar  કૌટુંબિક સંબંધો આડે આવતા પ્રેમી પંખીડાએ ગળે ફાંસો ખાધો
Advertisement
  • Surendranagar જિલ્લામાં પ્રેમી પંખીડાએ કર્યો આપઘાત
  • દસાડાના બામણવા ગામની સીમમાં ગળે ફાંસો ખાધો
  • કૌટુંબિક સગા થતા હોવાથી એક થઈ શકે તેમ ન હતા

Surendranagar Suicide Case:સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા (Dasada) તાલુકામાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીંના બામણવા (Bamanva) ગામની સીમમાં એક પ્રેમી યુગલે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. આ ઘટનાની જાણ વાયુવેગે ગામમાં ફેલાતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. મૃતક યુવક અને યુવતી એક જ જ્ઞાતિના અને કૌટુંબિક સગા થતા હોવાથી તેમના લગ્ન શક્ય ન હોવાના ડરે આ આત્યંતિક પગલું ભર્યું હોવાની શંકા વ્યક્ત કરાઈ છે.

Surendranagar:પ્રેમમાં વિઘ્ન અને અંતિમ પગલું ભર્યું!

મળતી માહિતી મુજબ મૃતક યુવકનું નામ કૃણાલ રમેશભાઈ ઠાકોર (Krunal Rameshbhai Thakor), ઉંમર વર્ષ 21, અને યુવતીનું નામ જાનકી સતીષભાઈ ઠાકોર (Janki Satishbhai Thakor), ઉંમર વર્ષ 19 છે. બંને લાંબા સમયથી એકબીજાના પ્રેમમાં હતા. જોકે, બંને એક જ ગામના અને સગા (Family Relatives) થતા હોવાથી સામાજિક રીતે તેમનું એક થવું અશક્ય હતું. સમાજ અને પરિવારના બંધનો વચ્ચે પોતાના પ્રેમને સફળ ન થતો જોઈ, બંનેએ સાથે મળીને મોતને વહાલું કરવાનો નિર્ણય કર્યો હતો. ગત રાત્રે બામણવા ગામની સીમમાં ઝાડ સાથે દોરડું બાંધી બંનેએ આત્મહત્યા (Suicide) કરી લીધી હતી.

Advertisement

Surendranagar:પોલીસ કાર્યવાહી અને તપાસ

સવારે જ્યારે ગ્રામજનો સીમમાં ગયા ત્યારે આ ઘટનાની જાણ થઈ હતી. પરિવારજનોએ તાત્કાલિક સ્થાનિક પોલીસ (Local Police) ને જાણ કરી હતી. દસાડા પોલીસ સ્ટેશનના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને પંચનામું કરવાની કામગીરી હાથ ધરી હતી. પોલીસે બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ (Post-Mortem) માટે નજીકની સરકારી હોસ્પિટલ (Government Hospital) ખાતે ખસેડ્યા છે. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે કે આ પાછળ અન્ય કોઈ દબાણ કે કારણ જવાબદાર છે કે કેમ.

Advertisement

ગામમાં શોકનું મોજું

એક જ જ્ઞાતિના અને આશાસ્પદ યુવક-યુવતીના મોતથી ઠાકોર સમાજ (Thakor Community) અને બામણવા ગામમાં ભારે શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. 21 વર્ષના કૃણાલ અને 19 વર્ષની જાનકીના અકાળે અવસાનથી બે પરિવારોએ પોતાના વહાલસોયા સંતાનો ગુમાવ્યા છે.

આ પણ વાંચોઃ Vadodara: મકરપુરામાં 20 વર્ષીય યુવતીએ બિલ્ડિંગની છત પરથી ઝંપલાવ્યું!

Tags :
Advertisement

.

×