Surendranagar : 1500 કરોડ રૂપિયાના જમીન કૌભાંડમાં પૂર્વ ક્લેક્ટર રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ
- Surendranagar NA કૌભાંડ : પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ, 7 જાન્યુઆરી સુધી રિમાન્ડ
- 1500 કરોડના જમીન કૌભાંડમાં IAS અધિકારીની થઈ ચૂકી છે ધરપકડ : લાંચના 50% હિસ્સાના આરોપો
- EDની મોટી કાર્યવાહી : સુરેન્દ્રનગર પૂર્વ કલેક્ટરને રિમાન્ડ, અંતે સરકારે કર્યા સસ્પેન્ડ
- જમીન NAમાં ભ્રષ્ટાચાર : રાજેન્દ્ર પટેલની ધરપકડ બાદ વધુ તપાસ તેજ
- સુરેન્દ્રનગર કૌભાંડ અપડેટ : 10 કરોડની લાંચનો ઘટસ્ફોટ, કલેક્ટરના રિમાન્ડ પર
સુરેન્દ્રનગરમાં ( Surendranagar ) જમીન કૌભાંડ કેસમાં તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ઈડી દ્વારા ધરપકડ કરાયા પછી ક્લેક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાના સમાચાર સામે આવી રહ્યાં છે.
ધરપકડ, રિમાન્ડ અને અંતે સસ્પેન્ડ
સુરેન્દ્રનગર જિલ્લામાં અંદાજે 1500 કરોડ રૂપિયાના જમીન બિનખેતી (NA) કરાવવાના કૌભાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ મોટી કાર્યવાહી કરી હતી. 2 જાન્યુઆરી 2026ના રોજ EDએ પૂર્વ કલેક્ટર અને 2015 બેચના IAS અધિકારી ડૉ. રાજેન્દ્રકુમાર પટેલની ગાંધીનગરમાં તેમના નિવાસસ્થાનેથી લાંબી પૂછપરછ બાદ ધરપકડ કરી હતી. તેમને અમદાવાદની સ્પેશિયલ PMLA કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા, જ્યાં EDએ 10 દિવસના રિમાન્ડની માંગ કરી હતી. કોર્ટે 7 જાન્યુઆરી 2026 સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ કેસમાં પ્રાથમિક તપાસમાં 10 કરોડથી વધુની લાંચ વસૂલાઈ હોવાનું બહાર આવ્યું છે.
આ કૌભાંડની શરૂઆત 23 ડિસેમ્બર 2025ના રોજ થઈ હતી, જ્યારે EDએ સુરેન્દ્રનગર કલેક્ટર ઓફિસ અને અન્ય સ્થળોએ દરોડા પાડ્યા હતા. ત્યારે નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના ઘરેથી બેડમાં છુપાવેલી 67.50 લાખ રૂપિયાની રોકડ મળી આવી હતી, અને તેમની ધરપકડ કરવામાં આવી હતી. આ પછી 24 ડિસેમ્બરે રાજ્ય સરકારે રાજેન્દ્ર પટેલને કલેક્ટર પદેથી હટાવીને સામાન્ય વહીવટ વિભાગમાં મૂક્યા હતા.
આ બધી કાર્યવાહીના અંતે હવે રાજેન્દ્ર પટેલને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. તો બીજી તરફ સુરેન્દ્રનગરની જિલ્લા ક્લેક્ટર કચેરીઓના તમામ કર્મચારીઓની બદલી પણ યુદ્ધના ધોરણે કરી દેવામાં આવી છે.


