આ સાથે જ પરિસરમાં આવેલી તૂટેલી ટાઇલ્સ અને બારીના તૂટેલા કાચનું યોગ્ય રીપેરીંગ કરવામાં આવ્યું હતું. આરોગ્ય કેન્દ્રોમાં પાણી અને વીજળીની સુવિધા સુદ્રઢ કરવાના ભાગરૂપે 161 પાણીના નળનું રીપેરીંગ, તૂટેલા કમોડનું રીપેર અથવા રિપ્લેસમેન્ટ અને લીકેજ પાઇપલાઇનનું સમારકામ પૂર્ણ કરાયું હતું.
વહિવટી તંત્ર દ્વારા આ સરાહનીય કામગીરીને બિરદાવવામાં આવી
ઇલેક્ટ્રીક વાયરોનું સુરક્ષિત રીપેરીંગ કરીને 79 વીજ ઉપકરણો અને 135 વીજ સ્વીચોનું રીપેરીંગ તથા રિપ્લેસમેન્ટ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, 14 એ.સી. અને 79 ફર્નિચર ટેબલ-ખુરશીનું પણ સમારકામ કરવામાં આવ્યું હતું. આ તમામ કામગીરી દ્વારા જિલ્લાના સામુહિક આરોગ્ય કેન્દ્રો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને સબ સેન્ટરોને સંપૂર્ણપણે સ્વચ્છ અને સુઘડ બનાવવામાં આવ્યા છે.
"નમો સ્વચ્છતા અભિયાન" અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લા વહિવટી તંત્ર દ્વારા આ સરાહનીય કામગીરીને બિરદાવવામાં આવી છે. આ વિશેષ ઝુંબેશ દરમિયાન રાત-દિવસ જોયા વગર ઉત્કૃષ્ટ અને સુંદર કામગીરી કરનાર આરોગ્ય વિભાગના તમામ કર્મચારીઓને વહિવટી તંત્ર દ્વારા પ્રોત્સાહિત કરવાના હેતુથી પ્રમાણપત્ર એનાયત કરી વિશેષ રૂપે સન્માનિત કરવામાં આવ્યા છે.
મિશન ક્લીન હેલ્થ સેન્ટર
આ સઘન સ્વચ્છતા અને સમારકામ ઝુંબેશના પરિણામે હવે સુરેન્દ્રનગર જિલ્લાના તમામ આરોગ્ય કેન્દ્રો દર્દીઓ માટે વધુ સુરક્ષિત, સ્વચ્છ અને સુવિધાજનક બન્યા છે. આ અભિયાન માત્ર એક સપ્તાહ પૂરતું મર્યાદિત ન રાખતા, આગામી સમયમાં પણ આરોગ્ય પરિસરોની આ સુઘડતા અને સ્વચ્છતા સતત જળવાઈ રહે તે માટે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કટિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી છે.
આ સાથે જ આરોગ્ય કેન્દ્રોની મુલાકાતે આવતા તમામ નાગરિકોને પણ આ સ્વચ્છતા જાળવવામાં પોતાનું સક્રિય યોગદાન આપવા અપીલ કરવામાં આવી છે.
આ પણ વાંચો : Headline 03 PM : વાંચો બપોરના 12 થી બપોરના 3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર એક કિલક પર