સુરેન્દ્રનગરમાં માજી જિ. પં. સદસ્ય મોહન ડાભી અને પુત્ર સામે ખનનનો આરોપ, ₹1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો
સુરેન્દ્રનગરના ચોટીલાના મોટી મોલડી ગામેથી ગેરકાયદેસર ખનન ઝડપાયું છે. આ પ્રવૃત્તિમાં જિલ્લા પંચાયતના માજી સદસ્ય મોહન ડાભી અને તેમના પુત્ર સંજય ડાભી સામે આક્ષેપો મૂકાયા છે. ડેપ્યુટી કલેક્ટરે સ્થળ પર જ કાર્યવાહી કરીને ₹1 કરોડ અને 10 હજારની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. રાજકીય વગ ધરાવતા હોવા છતાં કડક કાર્યવાહી થતાં ખનન માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે.
Advertisement
- Surendranagar જિ. પં.ના માજી સદસ્ય પર ખનનનો આરોપ
- મોહન ડાભી અને તેમના પુત્ર સંજય ડાભી સામે આક્ષેપ
- ચોટીલાના મોટી મોલડી ગામેથી તાસનું ખનન ઝડપાયું
- ડે. કલેક્ટરે એક કરોડ 10 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો
સુરેન્દ્રનગર (Surendranagar ) જિલ્લામાં બેફામ બનેલા ખનન માફિયાઓ પર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો છે. ચોટીલા તાલુકાના મોટી મોલડી ગામની સીમમાંથી ગેરકાયદેસર ખનન (Illegal Mining) ઝડપાયું છે. આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના માજી સદસ્ય મોહન ડાભી અને તેમના પુત્ર સંજય ડાભી સામે સીધા આક્ષેપો મૂકવામાં આવ્યા છે.

