Surendranagar જિલ્લાના તમામ તાલુકાઓમાં જમીન દફતર કચેરીઓ કાર્યરત કરાઈ
Surendranagar : ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા વહીવટી પ્રક્રિયાને વધુ સરળ અને પ્રજાલક્ષી બનાવવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. જે અંતર્ગત અગાઉ જિલ્લા કક્ષાએ કાર્યરત 'જિલ્લા નિરીક્ષક જમીન દફતર, વર્ગ-૨’ (District Inspector of Land Records) સંવર્ગની કામગીરીનું હવે તાલુકા કક્ષાએ વિકેન્દ્રીકરણ કરવામાં આવ્યું છે.
Advertisement
Surendranagar : આ નવી વ્યવસ્થા મુજબ હવે જિલ્લાના તમામ તાલુકાઓમાં 'જમીન દફતર નિરીક્ષક, વર્ગ-૨’ (Inspector of Land Records)ની કચેરીઓ શરૂ કરવામાં આવી છે. આ નિર્ણયનો મુખ્ય હેતુ એ છે કે, પ્રજાજનોને પોતાના રહેઠાણની નજીક જ ત્વરિત સેવાઓ મળી રહે અને તેમને જમીન દફતરના નાના-મોટા કામ માટે જિલ્લા કક્ષાએ ધક્કા ન ખાવા પડે.

