ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Surendranagar : મુળી તાલુકામાં ગેરકાયદેસર માટી-રેતીનું મોટાપાયે ખનન ઝડપાયું, 3.20 કરોડનો મુદ્દમાલ કબજે

Surendranagar : સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકામાં ગેરકાયદેસર ખનીજ સંપત્તિના મોટા કાંડાનો પર્દાફાશ થયો છે. ચોટીલા ડેપ્યુટી કલેક્ટર એચ.ટી. મકવાણા અને તેમની ટીમે સરકારી ગૌચર જમીન પર થતા ગેરકાયદેસર માટી અને રેતીના ખનનને ઝડપી પાડ્યું છે. આ રેઇડ દરમિયાન 2 જેસીબી, 6 ડમ્પર સહિત કુલ 3.20 કરોડ રૂપિયાના મુદ્દમાલને કબજે કરવામાં આવ્યા જેના કારણે સ્થાનિક ભૂ-માફિયાઓમાં ફફડાટ મચી ગયો છે.
11:01 PM Nov 15, 2025 IST | Mujahid Tunvar
Surendranagar : સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકામાં ગેરકાયદેસર ખનીજ સંપત્તિના મોટા કાંડાનો પર્દાફાશ થયો છે. ચોટીલા ડેપ્યુટી કલેક્ટર એચ.ટી. મકવાણા અને તેમની ટીમે સરકારી ગૌચર જમીન પર થતા ગેરકાયદેસર માટી અને રેતીના ખનનને ઝડપી પાડ્યું છે. આ રેઇડ દરમિયાન 2 જેસીબી, 6 ડમ્પર સહિત કુલ 3.20 કરોડ રૂપિયાના મુદ્દમાલને કબજે કરવામાં આવ્યા જેના કારણે સ્થાનિક ભૂ-માફિયાઓમાં ફફડાટ મચી ગયો છે.

Surendranagar : સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકામાં ગેરકાયદેસર ખનીજ સંપત્તિના મોટા કાંડાનો પર્દાફાશ થયો છે. ચોટીલા ડેપ્યુટી કલેક્ટર એચ.ટી. મકવાણા અને તેમની ટીમે સરકારી ગૌચર જમીન પર થતા ગેરકાયદેસર માટી અને રેતીના ખનનને ઝડપી પાડ્યું છે. આ રેઇડ દરમિયાન 2 જેસીબી, 6 ડમ્પર સહિત કુલ 3.20 કરોડ રૂપિયાના મુદ્દમાલને કબજે કરવામાં આવ્યા જેના કારણે સ્થાનિક ભૂ-માફિયાઓમાં ફફડાટ મચી ગયો છે. આ કાર્યવાહીથી જિલ્લા વહીવટી તંત્રની કડકતા અને પર્યાવરણીય સંરક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતા સ્પષ્ટ થઈ છે.

મુળી તાલુકાના લીમલી ગામમાં સરકારી ગૌચર જમીન પર બે અલગ-અલગ જગ્યાએ ગેરકાયદેસર રીતે માટી અને રેતીનું વ્યાપક પાયે ખનન કરવામાં આવતું હોવાની બૂમરાણ પછી ચોટીલા ડેપ્યુટી કલેક્ટર એચ.ટી. મકવાણા અને તેમની ટીમે અચાનક રેડ કરવામાં આવી હતી. રેડ દરમિયાન ખનન કાર્યસ્થળ પરથી 2 જેસીબી મશીન અને 6 ડમ્પર જપ્ત કરવામાં આવ્યા, જેમાં લાવેલા માટી-રેતીના જથ્થાનું મૂલ્ય 3.20 કરોડ રૂપિયા જેટલું જણાયું છે. આ ખનનથી સરકારી જમીનને નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું, જે પર્યાવરણ અને કૃષિ જમીન માટે જોખમી સાબિત થઈ શકે.

Surendranagar : આરોપીઓ સામે કાર્યવાહી

આ ગેરકાયદેસર ખનનના મુખ્ય આરોપી તરીકે યુવરાજસિંહ દિલુભા પરમાર અને યોગીભાઈ રાજુભાઈ પરમારના નામ સામે આવ્યા છે. વહીવટી તંત્રે આ બંને વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી હાથ ધરી છે, જેમાં ગેરકાયદેસર ખનન અને જમીનના દુરુપયોગની કલમો લાગુ કરવામાં આવી છે. ઉપરાંત, ઝડપાયેલા વાહનોના ચાલકોના નિવેદનોના આધારે વાહન માલિકો સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. આ રેઇડથી ભૂ-માફિયાઓમાં ભયનો વાતાવરણ ફેલાયો છે.

ચોટીલા ડેપ્યુટી કલેક્ટર એચ.ટી. મકવાણાએ જણાવ્યું કે, “સરકારી જમીન પર ગેરકાયદેસર ખનનને કડકતાથી રોકવા માટે વહીવટી તંત્ર સતર્ક છે. આવી કાર્યવાહીઓથી જમીનનું રક્ષણ અને પર્યાવરણની સુરક્ષા સુનિશ્ચિત થશે.” આ રેડ જિલ્લામાં ચાલી રહેલી અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર પણ અંકુશ મૂકવાનું કારણ બનશે.

આ પણ વાંચો- નેત્રંગમાં Chaitar Vasava નો પાવર શો! હજારોની જનમેદની ઉમટી પડી

Tags :
Chotila Deputy Collectorillegal miningMuli talukaSurendranagar
Next Article