Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સુરેન્દ્રનગરમાં પાલિકાની લાલીયાવાડીને કારણે સ્થાનિકો રોષે ભરાયા

પાણી ભરાઈ રહેતા મિની તળાવ જેવા દ્રશ્યો વિસ્તારમાં રોગચાળો ફેલાવાનો પણ ભય રહે છે પાણીનો નિકાલ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી Surendranagar Nagarpalika : સુરેન્દ્રનગર અને વઢવાણમાં થોડા દિવસો પહેલા ભારે Rainfall આવ્યો હતો. તેના કારણે અનેક વિસ્તારમાં...
સુરેન્દ્રનગરમાં પાલિકાની લાલીયાવાડીને કારણે સ્થાનિકો રોષે ભરાયા
  • પાણી ભરાઈ રહેતા મિની તળાવ જેવા દ્રશ્યો
  • વિસ્તારમાં રોગચાળો ફેલાવાનો પણ ભય રહે છે
  • પાણીનો નિકાલ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી

Surendranagar Nagarpalika : સુરેન્દ્રનગર અને વઢવાણમાં થોડા દિવસો પહેલા ભારે Rainfall આવ્યો હતો. તેના કારણે અનેક વિસ્તારમાં આવેલા ખુલ્લા પ્લોટમાં પાણીનો ભરાવો થયો હતો. તેથી પાલિકાની પ્રિમોન્સુન કામગીરીની પોલ ખુલી ગઇ છે. બીજી તરફ Rainfall Water સતત ભરાઈ રહેવાથી રોગચાળો ફેલાવવાની પણ દહેશત સેવાઈ રહી છે. તો તંત્ર દ્વારા આવા પ્લોટ ધારકોને માત્ર નોટીસ આપીને સંતોષ માનવામાં આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

Advertisement

પાણી ભરાઈ રહેતા મિની તળાવ જેવા દ્રશ્યો

સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરમાં ઠેર-ઠેર આવેલા ખુલ્લા પ્લોટમાં Rainfall Water ભરાઈ જવાની ફરીયાદો ઉઠી રહી છે. જેમાં શહેરના રતનપર, 80 ફુટ રોડ, દાળમિલ વિસ્તાર સહીતના વિસ્તારમાં આવેલા ખુલ્લા પ્લોટમાં Rainfall Water ભરાઈ રહેતા મિની તળાવ જેવા દ્રશ્યો સર્જાયા છે. અંદાજે 70 થી વધુ ખુલ્લા પ્લોટમાં Rainfall Water નો ભરાતા આસપાસના રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ખુલ્લા પ્લોટમાં સતત Rainfall Water ભરાઇ રહેતા માખી, મચ્છરો અને જીવ જંતુનો ઉપદ્રવ વધતા રોગચાળો ફેલાવવાનો પણ ભય રહે છે.

આ પણ વાંચો: Amdavad માં દારૂબંધીના લીરેલીરા ઉડ્યા, મનપાની ઓફિસ સામે દારૂની થેલીઓ....

Advertisement

વિસ્તારમાં રોગચાળો ફેલાવાનો પણ ભય રહે છે

છેલ્લા ઘણા વર્ષોથી ખુલ્લા પ્લોટોમાં પાણી ભરાવાની સમસ્યા રહે છે. તેમ છતાં તંત્ર દ્વારા પાણીના નિકાલની કોઈ કાયમી નિરાકરણ મળે તે દિશામાં કાર્યવાહી કરવામાં આવતી નથી. બીજી તરફ આવા પ્લોટ ધારકોને માત્ર નોટીસ આપી તંત્ર હાથ અધ્ધર કરી બેસે છે. સતત ભરાયેલ Rainfall Water ના કારણે આસપાસનાં વિસ્તારમાં રોગચાળો ફેલાવાનો પણ ભય રહે છે.

Advertisement

પાણીનો નિકાલ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી

ત્યારે હાલ પડેલ સામાન્ય Rainfall માં જ ઠેર ઠેર ખુલ્લા પ્લોટમાં પાણી ભરાઇ ગયા છે. ત્યારે વધુ Rainfall આવે તો ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થાય તેવી શક્યતાઓ છે. આથી પાલિકા તંત્ર દ્વારા Rainfall Water ના નિકાલ અંગે કોઇ યોગ્ય કામગીરી કરવામાં નહી આવે તો તેનો ભોગ માસૂમ લોકો બનશે તેમ લાગી રહ્યું છે. ત્યારે પાલિકા તંત્ર દ્વારા ખુલ્લા પ્લોટમાં Rainfall Water નો નિકાલ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

આ પણ વાંચો: મુસ્લિમ યુવક અમદાવાદની યુવતીને પ્રેમજાળમાં ફસાવી, વીડિયો કોલના મારફતે....

Tags :
Advertisement

.