Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Surendranagar: મહિલાઓ પર ગાડી ચઢાવી, એકને છરી ઝીંકી! ખેરવા ગામે બુટલેગરનો આતંક!

સુરેન્દ્રનગરના પાટડીના ખેરવા ગામે બુટલેગરે આતંક મચાવતા ત્રણ મહિલાઓ સહિત અનેક લોકોને ઈજા પહોંચાડી છે. વાહનોની તોડફોડ અને એક વ્યક્તિ પર છરી વડે જીવલેણ હુમલો કરાતા ગ્રામજનોમાં ભારે રોષ છે. બુટલેગર દ્વારા મહિલાઓની છેડતીના આક્ષેપો સાથે પોલીસ પાસે કડક કાર્યવાહી અને કાયમી ઉકેલની માંગ કરવામાં આવી છે.
surendranagar  મહિલાઓ પર ગાડી ચઢાવી  એકને છરી ઝીંકી  ખેરવા ગામે બુટલેગરનો આતંક
Advertisement
  • Surendranagar ના ખેરવા ગામે બુટલેગરના ત્રાસથી સ્થાનિકોમાં રોષ
  • ખેરવાના નવાપરા વિસ્તારમાં બુટલેગરે મહિલાને ઈજા પહોંચાડી
  • બુટલેગર સામે પોલીસ કડક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી

Surendranagar:સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી (Patdi) તાલુકાના ખેરવા (Kherva) ગામના નવાપરા (Navapara) વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી એક સ્થાનિક બુટલેગરનો ત્રાસ અસહ્ય બની ગયો છે. તાજેતરમાં આ બુટલેગરે ખુલ્લેઆમ આતંક મચાવતા સ્થાનિક રહીશોમાં ભય અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. અસામાજિક તત્વો સામે અવાજ ઉઠાવતા લોકો પર હુમલા કરવાની ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ચર્ચા જાગી છે.

Surendranagar:મહિલાઓ અને વાહનોને લીધા અડફેટે

સ્થાનિકોનો આરોપ છે કે આ બુટલેગરે નશાની હાલતમાં નવાપરા વિસ્તારમાં રહેતી મહિલાઓને નિશાન બનાવી હતી. બુટલેગરે પોતાની ગાડી બેફામ ચલાવીને રસ્તા પર પાર્ક કરેલી કાર (Car) અને બાઈક (Bike) ને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ત્રણ નિર્દોષ મહિલાઓને ગંભીર ઈજાઓ પહોંચી છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, બુટલેગર જાણીજોઈને ભય ફેલાવવા માટે આ પ્રકારનું કૃત્ય કરી રહ્યો છે. આરોપ છે કે બીબભાઈ ખલિફા દારુ પી અમારી મહિલાઓને ફેટો મારી આતંક મચાવ્યો હતો.

Advertisement

Surendranagar:છરી વડે હુમલો કર્યાના આરોપ

મામલો માત્ર અકસ્માત સુધી સીમિત રહ્યો ન હતો. જ્યારે સ્થાનિકોએ આ અરાજકતાનો વિરોધ કર્યો, ત્યારે બુટલેગરે ઉશ્કેરાઈ જઈને એક વ્યક્તિ પર છરી (Knife) વડે હુમલો કર્યો હતો. હુમલામાં આ વ્યક્તિને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા લોહીલુહાણ હાલતમાં તાત્કાલિક હોસ્પિટલ (Hospital) ખસેડવામાં આવ્યા છે.

Advertisement

આ પણ વાંચોઃ Surendranagar: જેલમાં કેદીએ કેમ કર્યો જીવન ટૂંકાવવાનો પ્રયાસ? અગાઉ જેલના સિપાઈને આપી હતી ધમકી!

મહિલાઓની સુરક્ષા સામે સવાલ

ખેરવા ગામની મહિલાઓ અને યુવતીઓનો ગંભીર આક્ષેપ છે કે આ બુટલેગર અવારનવાર તેમની છેડતી કરે છે અને માનસિક રીતે પરેશાન કરે છે. રાત્રિના સમયે દારૂ પીને ધમાલ મચાવવી અને ગાળાગાળી કરવી તે આ બુટલેગરનો નિત્યક્રમ બની ગયો છે. આ મામલે વારંવાર રજૂઆતો કરવા છતાં નક્કર પરિણામ ન મળતા હવે ગ્રામજનોનો સંયમ ખૂટ્યો છે.

પોલીસ પાસે કડક કાર્યવાહીની માંગ

આ ઘટના બાદ પાટડી પોલીસ (Patdi Police) કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. ગ્રામજનોએ એકસૂરે માંગ કરી છે કે આ બુટલેગર સામે કડક કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવે.

આ પણ વાંચોઃ Kheda: "સોરી મમ્મી..." લખી જય પાટીલે જીવન ટૂંકાવ્યું, નડિયાદની દિનશા પટેલ કોલેજના વિદ્યાર્થીનો આપઘાત!

Tags :
Advertisement

.

×