Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

જુગારધામના સંચાલક સાથે પોલીસની સંડોવણી ખુલતા 5 પોલીસકર્મી સસ્પેન્ડ...

Surendranagar Policemen : દરોડામાં રોકડા રૂ. 1,41,460 નો મુદ્દા માલ જપ્ત કરાયો
જુગારધામના સંચાલક સાથે પોલીસની સંડોવણી ખુલતા 5 પોલીસકર્મી સસ્પેન્ડ
Advertisement
  • SMC એ ઝીઝુંવાડિયામાં જુગાર કલબ પર દરોડા પાડ્યા હતા
  • દરોડામાં રોકડા રૂ. 1,41,460 નો મુદ્દા માલ જપ્ત કરાયો
  • ક્લબ સંચાલક રાજદીપસિંહ ઝાલા સાથે સંડોવણી ખુલી

Surendranagar Policemen : ગત દિવસોમાં સ્ટેટ મોનીટરીંગ સેલે સુરેન્દ્રનગરના જુગારધામ ઉપર રેડ પાડી હતી. ત્યારે અનેક મોટા માથા ઝડપાયા હતા. તેમાં પણ ખાસ કરીને સુરેન્દ્રનગરમાં સ્ટેટ મોનીટરીંગ સેલે ઝીઝુંવાડિયામાં જુગાર કલબ પર દરોડા પાડ્યા હતા. ત્યારે આ સંપૂર્ણ ઘટના 22 સપ્ટેમ્બરના રોજ થઈ હતી. ત્યારે આ અંગે વધુ તપાસ કરતા સુરેન્દ્રનગર પોલીસ પણ આ આરોપમાં ઘેરાયેલી છે. તો આ ક્લબના સંચાલક સાથે સુરેન્દ્રનગરમાંથી 5 પોલીસકર્મીઓને સસ્પેન્ડ સાથે અન્ય રેન્જમાં બદલી કરાવામાં આવી છે.

દરોડામાં રોકડા રૂ. 1,41,460 નો મુદ્દા માલ જપ્ત કરાયો

મળતી માહિતી મુજબ, પાટડીના વડગામ પાસે ગત 22 સપ્ટેમ્બરના રોજ ધમધમતું જુગારધામ ઝડપાયું હતું. જેમાં 10 જુગારીઓ રૂ. 4.79 લાખના મુદામાલ સાથે ઝડપાયા હતા. સ્ટેટ મોનીટરીંગ સેલે આ દરોડામાં રોકડા રૂ. 1,41,460 નો મુદ્દા માલ જપ્ત કર્યો હતો. ત્યારે આ કેસમાં વધુ તપાસ કરતા પોલીસકર્મીઓની પણ સંડોવણી સામે આવી છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ઝીંઝુવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એસએમસીના દરોડા બાદ પાંચ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરી અન્ય રેન્જમાં બદલી કરવામાં આવી છે.

Advertisement

આ પણ વાંચો: શેરબજારમાં નફો કમાવવાની લાલચમાં કંપનીના ડાયરેક્ટરનું 1 કરોડનું ફુલેકું ફેરવાયું

Advertisement

ક્લબ સંચાલક રાજદીપસિંહ ઝાલા સાથે સંડોવણી ખુલી

જેમાં શૈલેષ કઠેવાડીયા, મયુર ચાવડા, સુરેશ વાઢેર, સંદીપ મકવાણા અને સંજય વલાણીની બદલી કરવામાં આવતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ઝીંઝુવાડા પાસે વડગામ ગામે ધમધમતી જુગાર ક્લબ પર સ્ટેટ મોનિટરિંગ સેલે પાડેલી રેડના ઘેરા પ્રત્યાઘાત પડ્યાં હતા. જેમાં કોન્સ્ટેબલ સુરેશ વાઢેર, કોન્સ્ટેબલ શૈલેષ કઠેવાડિયા, મયુર ચાવડા, સુરેશ વાઢેર, સંદીપ મકવાણા અને લોકરક્ષક સંજય વલાણી સસ્પેન્ડ સાથે અન્ય રેન્જમાં બદલી કરવામાં આવી છે. જેમાં આ પાંચ પોલીસ કર્મીઓની ક્લબ સંચાલક રાજદીપસિંહ ઝાલા સાથે સંડોવણી ખુલી હતી.

આ પણ વાંચો: ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ દલિત સમાજને પેટાચૂંટણી કોંગ્રેસને મત આપવા કર્યું સૂચન

Tags :
Advertisement

.

×