Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Surendranagar ના સાયલા તાલુકામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, 4 કલાકમાં 2.5 ઈંચ વરસાદ ખાબકયો

Surendranagar : ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના અલગ-અલગ તાલુકામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. રાત્રીના સમયે વરસાદ વરસ્યો હોવાની વાત સામે આવી છે તો સાયલા પંથકમાં રાત્રીના 8 થી 12 વાગ્યા સુધી 2.5 ઈંચ વરસાદ ખાબકયો હતો.
surendranagar ના સાયલા તાલુકામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી  4 કલાકમાં 2 5 ઈંચ વરસાદ ખાબકયો
Advertisement

Surendranagar : સાયલા તાલુકામાં વાતાવરણમાં પલટો આવ્યો છે અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો, સાયલા સહિત આસપાસના પંથકમાં વરસાદ વરસ્યો હતો અને લોકોને ગરમીથી રાહત મળી હતી બીજી તરફ ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે. સારા વરસાદને પગલે ખેડૂતોમાં આનંદની લાગણી છે અને નવા પાકની લણણી શરૂ કરી દીધી છે. હવામાન વિભાગે પણ સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદની આગાહી કરી છે.

સુરેન્દ્રનગર સાયલા તાલુકામાં વાતાવરણમાં પલટા બાદ રાત્રે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો

સાયલા તાલુકામાં રાત્રીના 8 વાગ્યા થી 12 વાગ્યા સુધીમાં અંદાજે 2.05 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. સાયલા સહિત આસપાસના ગામોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદને પગલે લોકોને ગરમીથી રાહત મળી છે અને હવામાન વિભાગની આગાહીને પગલે સુરેન્દ્રનગર જીલ્લા સહિત સાયલા તાલુકામાં વાતાવરણમાં આવ્યો પલટો. સારા વરસાદને પગલે ખેડુતોમાં પણ આનંદની લાગણી ફેલાઈ.

Advertisement

Surendranagar ની અમુક સોસાયટીમાં પાણી ભરાયા

સુરેન્દ્રનગર જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યા બાદ લોકોને ગરમીમાંથી રાહત તો મળી પણ નવી મુશ્કેલી ઉભી થઇ છે. સુરેન્દ્રનગરમાં માત્ર એક ઇંચ વરસાદે જ સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની પ્રિ-મોનસૂન કામગીરીની પોલ ખોલી નાખી હતી. સુરેન્દ્રનગરમાં 30થી વધુ સોસાયટીમાં વરસાદી પાણી ભરાતા લોકોએ મનપામાં પહોંચીને હોબાળો મચાવ્યો હતો.

Advertisement

આજે આ જિલ્લામાં વરસાદ પડવાની સંભાવના

4 જૂનના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં ચોમાસાની પ્રગતિ માટે સાનુકૂળ સંજોગો વચ્ચે હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે વરસાદની મહત્વની આગાહી જાહેર કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાના કારણે આગામી ચાર દિવસ દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં 40 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવન, ગાજવીજ અને વીજળીના કડાકા સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આપી છે.

આ પણ વાંચો : LIVE: Gujarat Latest News : ગુજરાતમાં ગરમી અંતિમ દિવસો તરફ, અમુક જિલ્લામાં વરસાદની કરાઈ આગાહી

Advertisement

.

×