Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Surendranagar : સાયલા તાલુકામાં SOG નો સપાટો, સતત બીજા દિવસે મોટી કાર્યવાહી!

સુરેન્દ્રનગરનાં સાયલા તાલુકામાં SOG એ મોટો સપાટો બોલાવ્યો છે. SOG ની કાર્યવાહીમાં સતત બીજા દિવસે કાર્બોસેલનું ખનન ઝડપ્યું છે. ચોરવીરા પાસે 20 થી વધુ કાર્બોસેલનાં કુવા મળ્યા છે. સ્થળેથી 15 ચરખી સહિત લાખોનો મુદ્દામાલ કબ્જે SOG ની ટીમે કબજે કર્યો છે. અંદાજે 50 શ્રમિકોને જોખમી સ્થળેથી બહાર કાઢવામાં આવ્યા છે. સ્થાનિક તંત્રને જાણ કર્યા વિના SOG ની રેડથી હડકંપ મચ્યો છે.
surendranagar   સાયલા તાલુકામાં sog નો સપાટો  સતત બીજા દિવસે મોટી કાર્યવાહી
Advertisement
  1. Surendranagar SOG નો સાયલા તાલુકામાં સપાટો
  2. સતત બીજા દિવસે કાર્બોસેલનું ખનન ઝડપ્યું
  3. ચોરવીરા પાસે 20 થી વધુ કાર્બોસેલના કુવા મળ્યા
  4. સ્થળેથી 15 ચરખી સહિત લાખોનો મુદ્દામાલ કબ્જે
  5. અંદાજે 50 શ્રમિકોને જોખમી સ્થળેથી બહાર કઢાયા

Surendranagar : સુરેન્દ્રનગરનાં સાયલા તાલુકામાં (Sayla) SOG એ મોટો સપાટો બોલાવ્યો છે. SOG ની કાર્યવાહીમાં સતત બીજા દિવસે કાર્બોસેલનું (Carbosel) ખનન ઝડપ્યું છે. ચોરવીરા પાસે 20 થી વધુ કાર્બોસેલનાં કુવા મળતા ચકચાર મચી જવા પામી છે. સ્થળેથી 15 ચરખી સહિત લાખોનો મુદ્દામાલ કબ્જે SOG ની ટીમે કબજે કર્યો છે. અંદાજે 50 શ્રમિકોને જોખમી સ્થળેથી બહાર કાઢવામાં આવ્યા છે. સ્થાનિક તંત્રને જાણ કર્યા વિના SOG ની રેડથી હડકંપ મચ્યો છે. આ મામલે વધુ તપાસ હાથ ધરાઈ છે.

Advertisement

Surendranagar નાં સાયલા તાલુકામાં SOG ની મોટી કાર્યવાહી!

સુરેન્દ્રનગર જિલ્લામાં (Surendranagar) ગેરકાયદેસર ખનીજ ખનનનાં કૌભાંડો વિરુદ્ધ સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ (SOG) ની ટીમ સતત કાર્યવાહી કરી રહી છે. આ ઝુંબેશ હેઠળ સતત બીજા દિવસે સાયલા તાલુકાના ચોરવીરા વિસ્તારમાં મોટા પાયે કાર્બોસેલ (લિગ્નાઇટ જેવા કોલસા આધારિત ખનીજ) નું ગેરકાયદેસર ખનન ઝડપી પાડવામાં આવ્યું છે. આ ઓપરેશનથી ખનન માફિયાઓમાં (Mining mafia) હડકંપ મચી ગયો છે.

Advertisement

આ પણ વાંચો - Jamnagar: ધ્રોલમાં 5 વર્ષની બાળકીના અપહરણનો ભેદ ઉકેલાયો, પોલીસે આરોપીને દબોચ્યો

20 થી વધુ કાર્બોસેલનાં કુવા મળ્યા, 50 શ્રમિકને જોખમી સ્થળેથી બહાર કઢાયા

મળતી માહિતી અનુસાર, SOG ની ટીમે સાયલાનાં ચોરવીરા ગામની સીમમાં આકસ્મિક રેડ પાડી હતી. તપાસ દરમિયાન 20 થી વધુ કાર્બોસેલનાં કુવા મળી આવ્યા છે, જેમાંથી ગેરકાયદેસર રીતે ખનન કરવામાં આવી રહ્યું છે. સ્થળ પરથી 15 ચરખી સહિત અન્ય મશીનરી અને સાધનો સાથે લાખો રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. સાથે જ અંદાજે 50 શ્રમિકોને આ જોખમી કુવાઓમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. સ્થાનિક તંત્ર તેમ જ ખાણ ખનિજ વિભાગને અંધારામાં રાખી SOG ટીમે રેઇડ કરતા અનેક સવાલો ઊભા થયા છે.

આ પણ વાંચો - Gandhinagar: આરોગ્ય વિભાગમાં મોટાપાયે બદલી, GAS કેડરનાં 16 અધિકારીના પણ ટ્રાન્સફર

Tags :
Advertisement

.

×