ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Surendranagar : નસબંધીનાં ઓપરેશનમાં મહિલાનું મોત, પરિવારે તબીબ પર લગાવ્યો આ ગંભીર આરોપ

આ મામલે જવાબદાર ડોક્ટર સામે કડક કાર્યવાહી કરવા પરિવારે માગ કરી છે.
11:56 PM Jan 23, 2025 IST | Vipul Sen
આ મામલે જવાબદાર ડોક્ટર સામે કડક કાર્યવાહી કરવા પરિવારે માગ કરી છે.
સૌજન્ય : Google
  1. Surendranagar માં નસબંધીનાં ઓપરેશન દરમિયાન મહિલાનું મોત
  2. થાન સરકારી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં મહિલાનું મોત નીપજ્યું
  3. તબીબની બેદરકારીથી મહિલાનું મોત થયાનો પરિજનોનો આક્ષેપ
  4. તબીબ દ્વારા અન્ય નસ કાપી નાખતા મોત નીપજ્યાનો આક્ષેપ

સુરેન્દ્રનગરમાં (Surendranagar) નસબંધીનાં ઓપરેશન દરમિયાન એક મહિલાનું મોત થયું હોવાની ઘટના સામે આવી છે. થાન સરકારી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં તબીબની બેદરકારીથી મહિલાનું મોત થયું હોવાનો ગંભીર આક્ષેપ પરિવરાજનો કર્યો છે. તબીબ દ્વારા અન્ય નસ કાપી નાખતા મહિલાનું મોત નીપજ્યું હોવાનો આરોપ પરિવારે કર્યો છે. આ મામલે જવાબદાર ડોક્ટર સામે કડક કાર્યવાહી કરવા પરિવારે માગ કરી છે.

 આ પણ વાંચો - ST મુસાફરોને લૂંટતી 27 થી વધુ હાઇવે હોટેલ સામે GSRTC ની કડક કાર્યવાહી! જુઓ LIST

નસબંધીનાં ઓપરેશન દરમિયાન મહિલાનું મોત

સુરેન્દ્રનગર જિલ્લાનાં (Surendranagar) થાનમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. માહિતી અનુસાર, થાનનાં સરકારી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં (Government Community Health Center) 25 વર્ષીય મહિલા કંચનબેન પરમારને દાખલ કરવામાં આવ્યા હતા. જો કે, નસબંધીનાં ઓપરેશન દરમિયાન મહિલાનું મોત નીપજ્યું હતું. પરિવારજનોનો આરોપ છે કે નસબંધીનાં ઓપરેશન દરમિયાન ડોક્ટરની બેદરકારીનાં કારણે કંચનબેન પરમારનું મોત નીપજ્યું છે.

 આ પણ વાંચો - Ahmedabad : કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shah ની રાણીપમાં જાહેરસભા, કહ્યું- હું દરેકને અપીલ કરું છું કે..!

તબીબ દ્વારા અન્ય નસ કાપી નાખતા મોત નીપજ્યાનો આક્ષેપ

મૃતક મહિલા કંચનબેન પરમારનાં પરિવારજનોએ આરોપ લગાવતા જણાવ્યું કે, નસબંધીનાં ઓપરેશન (Sterilization Operation) દરમિયાન ડો. નિર્મલ સોલંકી દ્વારા મહિલાની અન્ય નસ કાપી નાખતા કંચનબેનનું મોત નીપજ્યું હતું. આ મામલે પરિવારજનોએ બેદરકારી દાખવનાર ડોક્ટર સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવાની માગ કરી છે. મહિલાનું મોત નીપજતાં પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ છે.

 આ પણ વાંચો - Surat : કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shah ના હસ્તે 110 બેડની કેન્સર હોસ્પિટલનું ઉદ્ઘાટન

Tags :
Breaking News In GujaratiGovernment Community Health CenterGujarat FirstGUJARAT FIRST NEWSGujarati breaking newsGujarati NewsLatest News In GujaratiNews In GujaratiSterilization OperationSurendranagarThan
Next Article