PM મોદીના ટ્વીટ પર Suryakumar Yadav એ આપી મોટી પ્રતિક્રિયા, 'દેશના લીડર ફ્રન્ટ ફૂટ પર બેટિંગ કરે ત્યારે સારું લાગે છે'
- PM મોદીના ટ્વીટ પર Suryakumar Yadav એ આપી પ્રતિક્રિયા
- રવિવારે ભારતે પાકિસ્તાનને પાંચ વિકેટથી હરાવ્યું હતું
- PM મોદીએ ભારતીય ટીમને અભિનંદન પાઠવીને ખાસ સંદેશો આપ્યો હતો
ભારતીય T20 ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવે એશિયા કપમાં ખિતાબી જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે. ભારતે રવિવારે દુબઈમાં રમાયેલા ફાઇનલ મુકાબલામાં પાકિસ્તાનને પાંચ વિકેટે હરાવીને એશિયા કપ જીત્યો હતો.ભારતની શાનદાર જીત બાદ PM મોદીએ 'X' પર ટ્વીટ કરીને ટીમને અભિનંદન આપ્યા હતા અને લખ્યું હતું કે મેદાનમાં પણ ઓપરેશન સિંદૂર ની જીત. આ ટ્વિટ પર ભારતીય
T20 ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવે મોટી અને મહત્વી પ્રતિક્રિયા આપી હતી.
PM મોદીના ટ્વીટ પર Suryakumar Yadav એ આપી પ્રતિક્રિયા
નોંધનીય છે કે PMના ટ્વીટ પર પ્રતિક્રિયા આપતા સૂર્યકુમારે કહ્યું: "ખૂબ સારું લાગે છે જ્યારે દેશનો લીડર ફ્રન્ટ ફૂટ પર બેટિંગ કરે છે. આ એવું છે જાણે કે તે પોતે સ્ટ્રાઇક લઈને રન બનાવી રહ્યા હોય. આ જોઈને ખૂબ જ આનંદ થયો અને જ્યારે સર સામે ઊભા હોય, ત્યારે નિશ્ચિતપણે ખેલાડીઓ ખુલીને રમશે.
Suryakumar Yadav એ PCBના અધ્યક્ષ મોહસિન નકવીના હાથે ટ્રોફિ નથી સ્વીકારી
ભારતની જીત બાદ ત્યારે વિવાદ ઊભો થયો જ્યારે ભારતીય ટીમે એશિયા ક્રિકેટ કાઉન્સિલ (ACC) અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના અધ્યક્ષ મોહસિન નકવીના હાથે ટ્રોફી લેવાનો ઇનકાર કરી દીધો. આ મામલે સૂર્યકુમારે સ્પષ્ટતા કરી"હું આને વિવાદ નહીં કહું. તમે જોયું હશે કે લોકોએ ટ્રોફીના ફોટા આમ-તેમ પોસ્ટ કર્યા છે. પરંતુ અસલી ટ્રોફી તો ત્યારે મળે છે જ્યારે તમે લોકોનો, ખેલાડીઓનો, સપોર્ટ સ્ટાફનો અને પડદા પાછળ કામ કરતા લોકોનો વિશ્વાસ જીતો છો. એ જ અસલી ટ્રોફી હોય છે. અસલી ટ્રોફી મેદાન પર હાજર આટલા બધા લોકોની મહેનત હોય છે.
Suryakumar Yadav એ પહેલગામના પીડિતો માટે મેચ ફીનું દાન
એશિયા કપ જીત્યા બાદ સૂર્યકુમારે ટૂર્નામેન્ટની પોતાની તમામ મેચ ફી પહેલગામ આતંકી હુમલામાં માર્યા ગયેલા લોકોના પરિજનો અને સશસ્ત્ર દળોને આપવાની જાહેરાત કરી હતી. આ વિશે તેમણે કહ્યું કે, "જ્યારે હું પ્રેસ કોન્ફરન્સમાં જઈ રહ્યો હતો, ત્યારે મેં વિચાર્યું કે આટલા બધા ભારતીયો ત્યાં હાજર છે અને આપણે ઓછીમાં ઓછી થોડી મદદ તો કરી શકીએ. જો દરેક વ્યક્તિ થોડું-થોડું યોગદાન આપે, તો સારું રહેશે. હું જે કંઈ પણ કરી શકું છું, તે જરૂર કરીશ."સૂર્યકુમારે સમગ્ર ટૂર્નામેન્ટમાં અજેય રહીને જીત હાંસલ કરવાને 'ખૂબ જ સુખદ અહેસાસ' ગણાવ્યો હતો.
આ પણ વાંચો: My Roots My Principles: PM મોદીએ ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીની આત્મકથાની લખી પ્રસ્તાવના