ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

સસ્પેન્ડેડ IAS ગૌરવ દહિયા સિસ્ટમમાં પરત ફર્યા, સરકારે સોંપ્યો મહત્વનો પદભાર

2019 માં સસ્પેન્ડ થયેલા 2010 ની બેચના IAS ગૌરવ દહિયાનું ગુજરાત સરકારે સસ્પેન્શન પરત ખેંચીને તેમને ગાંધીનગરમાં એડિશનલ ડેવલપમેન્ટ કમિશનરની જવાબદારી સોંપી છે. જ્યારે હાલમાં આ જવાબદારી સંભાળી રહેલા IAS એ.બી રાઠોડને વધારાની જવાબદારીથી મુક્તિ આપી છે. તમને જણાવી દઈએ...
03:50 PM Jul 04, 2023 IST | Dhruv Parmar
2019 માં સસ્પેન્ડ થયેલા 2010 ની બેચના IAS ગૌરવ દહિયાનું ગુજરાત સરકારે સસ્પેન્શન પરત ખેંચીને તેમને ગાંધીનગરમાં એડિશનલ ડેવલપમેન્ટ કમિશનરની જવાબદારી સોંપી છે. જ્યારે હાલમાં આ જવાબદારી સંભાળી રહેલા IAS એ.બી રાઠોડને વધારાની જવાબદારીથી મુક્તિ આપી છે. તમને જણાવી દઈએ...

2019 માં સસ્પેન્ડ થયેલા 2010 ની બેચના IAS ગૌરવ દહિયાનું ગુજરાત સરકારે સસ્પેન્શન પરત ખેંચીને તેમને ગાંધીનગરમાં એડિશનલ ડેવલપમેન્ટ કમિશનરની જવાબદારી સોંપી છે. જ્યારે હાલમાં આ જવાબદારી સંભાળી રહેલા IAS એ.બી રાઠોડને વધારાની જવાબદારીથી મુક્તિ આપી છે.

તમને જણાવી દઈએ કે, દિલ્હીની મહિલાએ ગૌરવ દહિયા પર બે લગ્ન અને છેતરપિંડીનો આક્ષેપ કર્યો હતો. આ મામલે સરકારે તપાસ સમિતી બનાવી હતી. આ સમિતી સામે ગૌરવ દહિયા બે વખત હાજર થયા હતા. તપાસ સમિતીના રિપોર્ટના આધારે ગુજરાત સરકારે ઓગસ્ટ 2019માં તેમને સસ્પેન્ડ કરી દીધા હતા.

સસ્પેન્ડેડ આઇએએસ ગૌરવ દહિયાને સરકારે નવી જવાબદારી સોંપાઈ છે, સસ્પેન્ડ એએસઆઈ ગૌરવ દહિયાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. સસ્પેન્ડેડ આઇએએસ ગૌરવ દહિયાને સરકારે નવી જવાબદારી સોંપી છે. ગુજરાત સરકારે ગૌરવ દહિયાને એડિશનલ વિકાસ કમિશ્નર તરીકે નિયુક્ત કર્યા છે.

જાણો શા માટે કરવામાં આવ્યા હતા સસ્પેન્ડ

અત્રે ઉલ્લેખનીય છે કે થોડા સમય અગાઉ દિલ્હીની એક મહિલાએ ગુજરાતના IAS અધિકારી ગૌરવ દહિયા સામે લગ્ન કરવાની લાલચ આપી છેતરપિંડી કરી તેમજ શારિરીક શોષણ કર્યું હોવાના આક્ષેપ કર્યા હતા. ત્યારે IAS ગૌરવ દહિયાએ યુવતીએ કરેલા આક્ષેપો પાયા વિહોણા ગણાવ્યા હતા. તેમજ યુવતી તેમને બ્લેક મેઈલ કરતી હોવાનો પણ આરોપ લગાવ્યો હતો. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેમની વિરુદ્ધ શિસ્તપૂર્ણ કાર્યવાહીની તપાસ પૂર્ણ થાય તે પહેલાં સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો હતો. તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી દહિયા સસ્પેન્ડ રહેશે તેવો આદેશ આપવામા આવ્યો હતો. જ સમયે, સસ્પેન્શન પછી, દહિયા આ મામલે ગુજરાત હાઇકોર્ટ પહોંચ્યા હતા. દહિયાએ કહ્યું, હું હની ટ્રેપમાં ફસાયો હતો.

આ પણ વાંચો : જુલાઈમાં દરિયામાં કંઇક મોટું થશે ? અંબાલાલ પટેલે કરી ભારે આગાહી, Video

Tags :
GandhinagarGaurav DahiyagovernmentGujaratIas OfficerpostsSuspended
Next Article