Amreli : દરિયાઈ વિસ્તારમાં દેખાઈ શંકાસ્પદ બોટ, કોસ્ટગાર્ડે હેલિકોપ્ટર દ્વારા શરૂ કરી તપાસ
- અમરેલીના દરિયાઈ વિસ્તારમાં દેખાઈ શંકાસ્પદ બોટ
- જાફરાબાદથી 20 નોટિકલ માઈલ દૂર અજાણી બોટ દેખાઈ
- હીરા સોલંકી જાફરાબાદ દરિયાકિનારે પહોંચ્યા
- MLAએ વાયરલેસ મારફતે માછીમારો સાથે કરી વાત
દરિયાઈ સુરક્ષાને ધ્યાને લઈને જાફરાબાદ બંદરના માછીમારોને સૂચના અપાઈ હતી જેમાં આજે સવારે જાફરાબાદના દરિયાના 20 નોટીકલ માઇલ દૂર એક અજાણી બોટ નજરે પડી હતી જેમાં કોઈ બોટ નું નામ કે કોઈ ચિન્હ જોવા મળ્યું ન હતું ત્યારે બોટ ખૂબ ઝડપથી આગળ વધી રહી હોવાથી જાફરાબાદના માછીમારો દ્વારા બોટ પ્રમુખને વાયરલેસ મારફતે જાણ કરાઈ હતી.
જાફરાબાદ બોટ એસોસીએશન દ્વારા કોસ્ટ ગાર્ડને જાણ કરાતા તાત્કાલિક દમણ કોસ્ટ ગાર્ડ દ્વારા હેલિકોપ્ટર સાથે તપાસ શરૂ કરવામા આવી હતી. સાથે દરિયાઈ સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો હતો. ફિશરીઝ વિભાગ દ્વારા માછીમારોને દરિયો ના ખેડવાની સૂચના આપવામાં આવી હતી ને બોટ માલિકોને તાત્કાલિક અસરથી દરિયામાંથી બોટો પરત બોલાવવાના આદેશ તંત્ર દ્વારા કરવામાં આવ્યા હતા. ભારત પાકિસ્તાન યુધ્ધને લઈને દરિયાઈ સીમા સુરક્ષા સાથે કોઈ ઘૂસણખોરી ન થાય તેના ભાગરૂપે તંત્ર દ્વારા નિર્ણય લઈને ટોકન આપવાનું બંધ કરવામાં આવ્યું હતું. અમરેલી જિલ્લાના જાફરાબાદ, ચાંચબંદર, ધારાબંદર સહિતના બોટ માલિકોને બોટ પરત લાવવાના આદેશ આપવામાં આવ્યા હતા.
કોસ્ટગાર્ડે હેલિકોપ્ટર દ્વારા શરૂ કરી તપાસ
જાફરાબાદ દરિયાથી 20 થી 22 નોટિકલ માઇલ દૂર નજરે પડેલી શંકાસ્પદ બોટની તસવીર પણ સામે હતી ને તાકીદે જાફરાબાદના ધારાસભ્ય હીરા સોલંકીએ વાયરલેસ મારફતે માછીમારો સાથે વાતચિત કરી હતી દરિયાઈ સુરક્ષાને લઇને ધારાસભ્ય હીરા સોલંકી જાફરાબાદ દરિયા કિનારે પહોંચીને તંત્રને જરૂરી મદદમાં જોડાયા હતા માછીમારો પાસેથી વાયરલેસમાં સમગ્ર ઘટનાક્રમની વિગતો ધારાસભ્ય હીરા સોલંકીએ મેળવી હતી ને તંત્રને ધ્યાને મૂક્યું હતું ત્યારે વહીવટી તંત્ર દ્વારા દરિયાઈ સુરક્ષામાં વધારો કરાયો હતો ને અજાણી બોટ કોની તે અંગે કોસ્ટગાર્ડ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃ Ahmedabad : ઓપરેશન સિંદુરએ દેશની માતૃશક્તિને મળેલું સૌથી મોટું સન્માનઃ અમિતભાઈ શાહ
બોટમાલિકોને તાત્કાલિક બોટ પરત બોલાવવા આદેશ
જાફરાબાદથી 20-22 નોટિકલ માઇલ દૂર શંકાસ્પદ જોવા મળેલી બોટ પાછળ દમણ કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર શોધી રહ્યું છે ને સુરત અને દમણ તરફ શંકાસ્પદ બોટ જતી હોવાનું વિગતો જાણવા મળી રહી છે ત્યારે જાફરાબાદના માછીમારોથી શંકાસ્પદ બોટ બહુ દૂર ચાલી ગઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ પણ વાંચોઃ Rajkot : યુટ્યૂબર ભાવિન ઉર્ફે બન્ની ગજેરાના સાગરીતની પોલીસે કરી ધરપકડ