Surat BLO Death: સુરતમાં વધુ એક BLOનું શંકાસ્પદ મોત, બાથરૂમમાંથી મહિલા બેભાન મળી હતી
Surat BLO Death: સુરતમાં વધુ એક BLO નો જીવ ગયો છે. સુરત મનપામાં કામ કરતા દિનકલબેન શીંગોડાવાળાનું મોત થયું છે. તેઓને BLO ની જવાબદારી સોંપવામાં આવી હતી. પોલીસે મોતને લઈ તપાસ હાથ ધરી છે.
Advertisement
- Surat માં વધુ એક BLO નું શંકાસ્પદ મોત
- સુરત મનપામાં કામ કરતા Dinkalben Shingodawala નું મોત
- વરાછા ઝોનમાં ટેકનિકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા હતા
- ઘરે બાથરૂમમાંથી મહિલા બેભાન અવસ્થામાં મળી આવ્ચા
- પરિવારે હોસ્પિટલ ખસેડતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા
Surat BLO Death: ગુજરાતમાં ચૂંટણી પંચે મતદારયાદી સુધારણા અંતર્ગત શિક્ષકોને SIRનું કામ આપ્યા બાદ હાલત કફોડી થઈ છે. ગુજરાતમાં અત્યાર સુધી 4 BLO ના મોત થઈ ગયા છે. ત્યારે હવે વધુ એક BLO નું શંકાસ્પદ સંજોગો મોત થયું છે. સુરત મનપાના વરાછા ઝોનમાં ટેકનિકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતી દિનકલબેન શીંગોડાવાળા(Dinkalben Shingodawala) ઘરના બાથરુમમાંથી શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા હતા. હોસ્પિટલમાં ખસેડતાં ડોક્ટરે મૃત ઘોષિત કરી કર્યા હતા.

