Swabhiman Parv : સોમનાથમાં પ્રથમવાર રવેડી યાત્રાનું આયોજન, મિનિ કુંભ જેવો માહોલ સર્જાયો!
ગીર સોમનાથના પવિત્ર પ્રભાસ તીર્થ અને પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર ખાતે સ્વાભિમાન પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે સોમનાથનાં સાનિધ્યમાં મિનિ કુંભ જેવો માહોલ સર્જાયો છે. મોટી સંખ્યામાં સાધુ-સંતો ભવ્ય રવેડી યાત્રામાં જોડાયા છે. જુનાગઢમાં જેમ મહાશિવરાત્રિ નીકળે તેવી જ યાત્રા સોમનાથમાંથી નીકળી છે. આ યાત્રામાં 500 જેટલા સાધુ-સંતો જોડાયા છે.
Advertisement
- યાત્રાધામ સોમનાથમાં પ્રથમવાર રવેડી યાત્રાનું આયોજન (Swabhiman Parv)
- મિનિ કુંભ જેવો માહોલ સોમનાથમાં જોવા મળ્યો!
- જુનાગઢમાં જેમ મહાશિવરાત્રિએ નીકળે તેવી જ યાત્રા સોમનાથ નીકળી
- 500 જેટલા સાધુ-સંતો આ યાત્રામાં જોડાયા
- શંખ સર્કલથી સોમનાથ મહાદેવ મંદિર સુધી રવેડી યાત્રાનું આયોજન કરાયું
Swabhiman Parv : ગીર સોમનાથના (Gir Somnath) પવિત્ર પ્રભાસ તીર્થ અને પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર (Somnath Temple) ખાતે સ્વાભિમાન પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે સોમનાથનાં સાનિધ્યમાં મિનિ કુંભ (Mini Kumbh) જેવો માહોલ સર્જાયો છે. મોટી સંખ્યામાં સાધુ-સંતો ભવ્ય રવેડી યાત્રામાં (Ravedi Yatra) જોડાયા છે. જુનાગઢમાં (Junagadh) જેમ મહાશિવરાત્રી નીકળે તેવી જ યાત્રા સોમનાથમાંથી નીકળી છે. આ યાત્રામાં 500 જેટલા સાધુ-સંતો જોડાયા છે. શંખ સર્કલથી સોમનાથ મહાદેવ મંદિર સુધી રવેડી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

