સ્કૂટી ચલાવતા દેખાયા Swami Premanand Maharaj, શિષ્યોએ વીડિયો બનાવી રહેલા લોકોને રોક્યા
. સોશયલ મીડિયા પર સંત પ્રેમાનંદ મહારાજનો એક વીડિયો વાઈરલ થયો
. પ્રેમાનંદ મહારાજ વીડિયોમાં દેખાયા સ્કૂટી ચલાવતા
. શિષ્યોએ સ્થાનિકોને વીડિયો બનાવતા રોકવાની કરી કોશિશ
Swami Premanand Maharaj : સોશયલ મીડિયા પર સંત પ્રેમાનંદ મહારાજનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. વાઈરલ વીડિયોમાં સ્વામી પ્રેમાનંદ મહારાજ યમુના ખાદરમાં બનેલા એક માર્ગ પર સ્કૂટી ચલાવતા દેખાઈ રહ્યા છે. પ્રેમાનંદ મહારાજને સ્કૂટી ચલાવતા જોઈને આસપાસના લોકો મોબાઈલથી જ્યારે વીડિયો શૂટ કરવા લાગ્યા, ત્યારે તેમની સાથે ચાલી રહેલા શિષ્યોએ લોકોને આમ કરતા રોક્યા હતા.
વાઈરલ વીડિયોમાં શિષ્યોની આ હરકત પણ કેદ થઈ છે. પ્રેમાનંદ મહારાજના શિષ્ય વૃજવાસીઓના મોબાઈલને બંધ કરાવતા પણ વીડિયોમાં જોઈ શકાય છે. એક અન્ય વીડિયોમાં સ્વામી પ્રેમાનંદ મહારાજ સ્કૂટી ચલાવતા દેખાઈ રહ્યા છે, તો ત્યાં ત્રણ-ચાર શિષ્ય મોંઘા બુલેટ પર સાથે ચાલી રહ્યા છે.
રેસલર વીર મહાન-3 અન્ય શિષ્યો સાથે પગપાળા સ્કૂટીની પાછળ ચાલી રહ્યા છે અને સૌથી આખરમાં તેમની સ્કૂટીની પાછળ એક ફોર્ચ્યુનર કાર પણ આ વીડિયોમાં ચાલતી દેખાઈ રહી છે. સંત પ્રેમાનંદ દ્વારા સ્કૂટી ચલાવવાનો વીડિયો બનાવવાથી રોકવા પ સ્થાનિકોનું કહેવું હતું કે મહારાજ સ્કૂટી ચલાવી રહ્યા છે, આ તો ઠીક છે, પરંતુ તેમનો વીડિયો અથવા ફોટોગ્રાફ ખેંચી રહેલા સ્થાનિક વૃજવાસીઓને તેમના શિષ્યો દ્વારા બળજબરીથી રોકવામાં આવ્યા તે અયોગ્ય છે.
આ પણ વાંચો : Premanand Maharaj Updesh : ગમે તેટલી પૂજા કરો, પણ જો આ એક કામ કર્યું તો નર્ક નિશ્ચિત!
સ્વામી પ્રેમાનંદના દર્શન માટે મહાભારતના યુધિષ્ઠર તાજેતરમાં પહોંચ્યા હતા
બે દિવસ પહેલા વારાહઘાટ પરિક્રમા માર્ગ ખાતે રાધા કેલિ કુંજ પર સ્વામી પ્રેમાનંદના દર્શનાર્થે મહાભારત સીરિયલમાં યુધિષ્ઠિરની ભૂમિકા નિભાવનારા અભિનેતા ગજેન્દ્ર ચૌહાન પણ પહોંચ્યા હતા.અહીં તેમણે સ્વામી પ્રેમાનંદ મહારાજ સાથે આધ્યાત્મિક મુલાકાતની વાત કરતા મહાભારત સીરિયલમાં બોલાયેલા પોતાના સંવાદો પણ તેમને બોલી સંભાળાવ્યા હતા. સ્વામી પ્રેમાનંદ મહારાજે કહ્યુ હતુ કે મહાભારતમાં તમે આપણાં ઘણાં મોટા ધર્મના સ્વરૂપ યુધિષ્ઠિરનો અભિનય કર્યો. આ ઘણું ગૌરવપૂર્ણ છે. તેમણે કહ્યુ કે યુધિષ્ઠિર ધર્મના જ અંશમાંથી પ્રગટ થયા હતા. તેમણે કહ્યુ કે મહાભારત સીરિયલ ઘણી જ શાનદાર હતી. તેમણે યુધિષ્ઠિર દ્વારા સંભાળવવામાં આવેલા ડાયલોગ્સ પર પણ ખુશી વ્યક્ત કરી હતી.
આ પણ વાંચો : પ્રેમાનંદ મહારાજ અને સ્વામિનારાયણ સંતોનું અદભૂત મિલન: હાર્મોનિયમ પર છેડી મધુર ધૂન!


